GSTV

રૂપાણીનો ખુલાસો પણ અમદાવાદમાં બંધની આ તસવીરો સાફ કરી છે ચિત્ર, આ વિસ્તારો સજ્જડ બંધ

નાગરિકતા સંશોધન બિલ મુદ્દે દિલ્હી સહિત દેશભરમાં વિરોધનો વંટોળ ઉઠયો છે ત્યારે આ વિરોધનો રેલો હવે છેક ગુજરાત સુધી પહોંચ્યો છે. લઘુમતી સંસ્થાઓએ ગુરૂવારે અમદાવાદ બંધનુ એલાન આપ્યુ છે જેને ભીમ આર્મી સહિત અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓએ સમર્થન આપ્યુ છે જેના કારણે માત્ર અમદાવાદ જ નહીં, પણ  અન્ય શહેરો પણ આ બંધ પાળશે.

તેવામાં એનઆરસી મુદ્દે સીએમ રૂપાણીએ પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ હતુ કે, એનઆરસી મુદ્દે પ્રજા નહીં પણ કોંગ્રેસનો વિરોધ છે. કેટલીક સંસ્તા અને પક્ષ બીલનો વિરોધ કરી રહ્યા છે, સરકારના હિંમતભર્યા નિર્ણયથી વિરોધીઓ ડઘાઈ ગયા છે.

સીએમ રૂપાણીએ વધુમાં કહ્યુ કે, આ બિલ પ્રજાના હિતમાં છે અને કેટલાક લોકો દ્વારા બિલ અંગે અફવા ફેલાવવામાં આવી રહી છે.

જોકે, બંધના એલાનને પગલે ગુજરાત પોલીસે એલર્ટ રહેવા આદેશો આપી દીધાં છે. કોઇપણ અનિચ્છિય ઘટના ન બને તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે. વહેલી સવારથી અમદાવાદના લાલદરવાજાના ઐતિહાસિક ઢાલગરવાડનું કપડાં બજાર, જમાલપુર તેમજ જુહાપુરા પણ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે.

ગુરુવારે અલ્પ સંખ્યક અધિકાર મંચ ઉપરાંત અન્ય લઘુમતી સંસ્થાઓએ અમદાવાદ બંધનું એલાન આપ્યુ છે અને લોકોને આ સ્વૈચ્છિક બંધમાં જોડાવવા ધર્મગુરુઓ,ધારાસભ્યો ઉપરાંત સામાજીક આગેવાનોએ અપીલ કરી છે. 

આ બંધને અમદાવાદ રિક્ષા એસોસિએશને પણ સમર્થન આપ્યુ છે સોશિયલ મિડિયા થકી મેસેજ વાયરલ કરી સ્વૈચ્છિક બંધમાં જોડાવવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. છેલ્લા બે દિવસથી શહેરમાં વિવિધ સંસ્થાઓની બેઠકનો દોર જામ્યો હતો.

અમદાવાદના લાલદરવાજાના સીટી સીયુ શાહ કોલેજના વિદ્યાર્થીઓએ પણ નાગરિકતા કાયદા સામે વિરોધ દર્શાવ્યો છે..જોકે પોલીસે વિરોધ કરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરી છે.

નાગરિકતા કાયદા અને એઆરસી સહિતના મુદ્દે કેટલાક વિદ્યાર્થીઓએ પોસ્ટર સાથે મૌન વિરોધ દર્શાવ્યો છે.

સીટી કોલેજ સામે વહેલી સવારે ખુલી જતા રેસ્ટોરન્ટ અને પેટ્રોલપંપ પણ બંધ છે. વિરોધ દરમ્યાન કેટલાક વિદ્યાર્થીઓ પાસે પોસ્ટર જોવા મળ્યા હતા.  જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા મૌન પાળીને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

તો આ તરફ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં પણ બંધની અસર જોવા મળી હતી..આ વિસ્તારમાં અનેક દુકાનો બંધ જોવા મળી હતી..અને લોકો રસ્તા પર આવી પહોંચ્યા હતા. તેઓએ નાગરિકતા કાયદામાં મુસ્લિમોને કેમ બાકાત રાખવામાં આવ્યા છે.તેને લઈને સવાલ ઉઠાવતા જોવા મળ્યા હતા.

નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં આજે અપાયેલા બંધને લઈને પોલીસ સતર્ક છે અને શહેરમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે..કોઈપણ જાતની અપ્રિય ઘટના ન બને તે માટે એસઆરપીની 22 કંપનીઓ તૈનાત કરાઈ છે.સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો સઘન બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.

શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાના મતે કોઈપણ વ્યક્તિ શહેરમાં દુકાનો કે ધંધા રોજગારના સ્થળોએ બળજબરી પૂર્વક બંધ કરાવવા નીકળશે તો ધરપકડ થઈ શકે છે.

દરિયાપુર , શાહપુર, કાલુપુર, જુહાપુરા સહિતના સંવંદેનશીલ વિસ્તારોમાં પણ સઘન બંદોબસ્ત ગોઠવાયો છે.સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા શખ્સો પર ક્રાઈમ બ્રાન્ચનું સાઈબર સેલ નજર રાખી રહ્યુ છે..11 જેટલા અસામાજિક તત્વોની પાસા હેઠળ ધરપકડ કરાઈ છે.

Read Also

Related posts

લોકડાઉન: અર્થવ્યવસ્થામાં પ્રાણ ફુંકવા મોદી સરકાર વધુ એક પેકેજ જાહેર કરે તેવી શક્યતા

Pravin Makwana

કોરોનાથી બચવા લોકડાઉન કેટલુ જરૂરી આ રહ્યો દાખલો, યુરોપમાં બચી ગઈ 59 હજાર જિંદગી

Pravin Makwana

ભાજપના ધારાસભ્યે લોકડાઉનના નિયમોની કરી ઐસીતૈસી, જન્મદિવસમાં અનાજ વિતરણ કરતા ફરિયાદ નોંધાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!