GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

આજથી કેલિફોર્નિયામાં સમુદ્ર ને સાફ કરવાનું અભિયાન શરૂ

સમુદ્રમાં વધી રહેલા પ્લાસ્ટિક અને પ્રદુષણને નિયંત્રણમાં લેવા માટે વિશ્વભરમાં અનેક પ્રયાગો ચાલી રહ્યા છે. શનિવારે સમુદ્રને સાફ કરવા અને પ્રદુષણ મુક્ત બનાવવા માટે વિશ્વનું સૌથી મોટું ‘ઓશન ક્લીનઅપ’ અભિયાન લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનની શરૂઆત ડચના બોયાન સ્લાટે કરી છે તેમણે ઓશન ક્લીનઅપ સંસ્થાની સ્થાપના 18 વર્ષની વયે કરી હતી.

બોયાને જણાવ્યું હતું કે, આજથી 8 વર્ષ અગાઉ જ્યારે હું 16 વર્ષનો હતો ત્યારે મેં સમુદ્ર માર્ગે ગ્રીસની યાત્રા કરી હતી, ત્યારે મને સમુદ્રમાં માછલીઓથી વધારે પ્લાસ્ટિક જોવા મળ્યું હતું. આ જોઇને મને અત્યંત દુખ થયું હતું. ગત 8 વર્ષથી હું આ વિષય પર કામ કરી રહ્યો છું.

મારો પ્રયત્ન છે કે સમુદ્રમાં વધુમાં વધુ પ્લાસ્ટિક કેવી રીતે બહાર કાઢી શકાય.બોયાન અને તેમની ટીમ 8 વર્ષથી આ વિષય પર કામ કરી રહી છે. તેઓ શનિવારે 2000 ફૂટના યૂ આકારનું કલેક્શન સિસ્ટમ લોન્ચ કરશે.

જેના દ્વારા કેલિફોર્નિયાથી હવાઇ સુધીના સમુદ્ર ક્ષેત્રમાંના સુમુદ્રી કચરાને બહાર કાઢીને સમુદ્રને સાફ કરવામાં આવશે. તેમની ટીમનું લક્ષ્ય છે કે તેઓ દર વર્ષે સમુદ્રમાંથી 50 ટન સુધીનો કચરો બહાર કાઢે. તેમણે પ્લાસ્ટિક અને સમુદ્રમાંથી બહાર કાઢેલા કચરાને રીસાઇકલ કરવાની યોજના પણ બનાવી છે.

16 વર્ષની વયે બોયાને સ્વપ્ન જોયું હતું આજે તેમના આ સ્વપ્નમાં અનેક લોકો જોડાઇ ગયા છે. ત્યારે તેમની સંસ્થામાં 80 લોકો સ્વૈચ્છિક રીતે કામ કરી રહ્યા હતા. બોયાન અને તેમની ટીમનું જણાવવું છે કે સમુદ્રને પ્રદુષણ અને પ્લાસ્ટિક મુક્ત બનાવીને સમુદ્રી જીવોને સુરક્ષિત રાખવા માટે અમે વધુને વધુ લોકો સાથે કામ કરવા ઇચ્છીએ છીએ.

Related posts

ધોળકા તાલુકામાં કોરોનાના વધુ 12 કેસ સામે આવતા તંત્ર આવ્યું હરકતમાં

Nilesh Jethva

EDના પાંચ કર્મચારીઓ કોરોના પોઝિટીવ: સ્પેશિયલ ડિરેક્ટર રેન્કના અધિકારીઓ પણ સામેલ, 48 કલાક માટે કાર્યાલય સીલ

Pravin Makwana

ભારતના દરેક ક્ષેત્રમાં ચીની પ્રોડક્ટ્સની ‘ઘૂસણખોરી’, આંખો પહોળી થઇ જાય એટલા કરોડનું છે માર્કેટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!