GSTV

જો જો  કોફી પીતા ચેતજો : અમેરીકામાં સિગારેટની જેમ કોફી પર કેન્સરની ચેતવણી જોવા મળશે

Last Updated on March 31, 2018 by

અમેરિકાના કેલિફોર્નિયામાં હવેથી દુકાનો પર કે કોઇ પણ સ્થળે વેચવામાં આવી રહેલી કોફી પર કેન્સરની ચેતવણી જોવા મળશે. સામાન્ય રીતે આવી ચેતવણી તંબાકુ કે સિગારેટના પેકિંગ પર જોવા મળે છે પણ હવે કોફીના પેકિંગ પર પણ જોવા મળશે.

કેલિફોર્નિયાની કોર્ટમાં એક કેસની સુનાવણી વેળાએ જજે આદેશ આપ્યો હતો કે હવેથી કોફીના પેકિંગ પર વ્યાપારીઓએ એવી ચેતવણી જાહેર કરવી પડશે કે કોફી પીવાથી કેંસર થવાની શક્યતાઓ છે.

કોર્ટના આ પ્રકારના આદેશ બાદ અમેરિકાના નેશનલ કોફી અસોસિએશનના સીઇઓ વીલીયમ મુરેએ જણાવ્યું હતું કે કોફી વર્ષોથી એક સ્વસ્થ પીણુ માનવામાં આવે છે. કોર્ટે આ પ્રકારનો ચુકાદો આપીને મજાક કરી છે, અને હવેથી ગ્રાહકોને પણ શંકા જશે અને તેઓ મુંજવણમાં મુકાશે કે ખરેખર કોફીથી કેંસર થાય છે કે કેમ?

અગાઉ પણ અનેક એવા સંશોધનો થઇ ચુક્યા છે કે કોફી એ સ્વાસ્થ્ય માટે સારૂં પીણુ માનવામાં આવે છે. બે દિવસ પહેલા જ એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોફી પીવાથી હાર્ટની નસોમાંથી કોલેસ્ટ્રોલ બહાર નીકળી જાય છે અને હાર્ટને સ્વસ્થ રાખે છે.

દરમિયાન કેલિફોર્નિયાની કોર્ટમાં જ્યારે આ મામલો ચાલી રહ્યો હતો ત્યારે જજે દાવો કર્યો હતો કે કોફીને રોસ્ટ કરવામાં આવે છે ત્યારે તેમાં ટોક્સિક કમ્પાઉન્ડ ઉત્પન્ન થાય છે, જેનાથી કેંસર થવાની શક્યતા રહે છે. આ જાણકારી ગ્રાહકોને આપવામાં કોફીના વ્યાપારીઓ અને ઉત્પાદકો નિષ્ફળ રહ્યા છે તેમ જજે જણાવ્યું હતું.

કેલિફોર્નિયાની કોર્ટમાં આ મામલો સ્થાનિક સંસ્થા કાઉંસિલ ફોર એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઓન ટોક્સિક અને કોફી કંપનીઓના માલિકો તેમજ વ્યાપારીઓ વચ્ચે ચાલી રહ્યો હતો. એક સ્થાનિક સંસ્થાએ દાવો કર્યો હતો કે કોફીમાં કેંસર થાય તેવું કેમિકલ ઉત્પન્ન થાય છે માટે તંબાકુ અને સિગારેટની જેમ કોફીના પેક પર પણ કેંસરની ચેતવણી આવવી જોઇએ. કોફીમાં એક્રિલામાઇડને કારણે કેંસર થવાની શક્યતાઓ વધી જાય છે તેમ આ સંસ્થાએ દલીલ કરી હતી.

કોર્ટના જજ ઇલીહુ બર્લે સંસ્થાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કંપનીઓ એ પુરવાર કરવામાં નિષ્ફળ રહી છે કે કોફીથી સ્વાસ્થ્ય સારુ રહે છે માટે હવેથી તેના પેક પર કેંસરની ચેતવણી ફરજીયાત રહેશે. આ ચુકાદો કેલિફોર્નિયામાં લાગુ રહેશે. આગામી દિવસોમાં અન્ય રાજ્યો પણ આ ચેતવણીને અપનાવી શકે છે.

Related posts

જાણવા જેવું / UN મહાસભામાં દર વખતે ક્યા દેશના રાષ્ટ્ર પ્રમુખનું હોય છે સૌ પ્રથમ ભાષણ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari

Health / શું મગજને અપગ્રેડ કરી શકાય છે? જાણો વિજ્ઞાનની મદદથી તેને ધારદાર બનાવવાની રીતો

Vishvesh Dave

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!