GSTV

બેંક ઓફ બરોડાનું લાયસન્સ રદ્દ કરવા પર વિચાર કરે RBI; કોલકાતા હાઈકોર્ટનો નિર્દેશ

કોલકાતા હાઈકોર્ટના એક નિર્દેશથી બેન્ક ઓફ બરોડાને મોટો ઝટકો લાગ્યો છે. કોલકાતા હાઈકોર્ટ  ભારતીય રિઝર્વ બેન્કને બેન્ક ગેરન્ટી આપવામાં વિલંબ માટે બેન્કિંગ લાયસન્સને રદ્દ કરવા સહિત બેન્ક ઓફ બરોડા સામે ઉચિત પગલા લેવા વિચાર કરવા માટે કહ્યું છે. કોર્ટ બેન્ક ઓફ બરોડા અને ઈન્ડિયન ઓઈલ કોર્પ લિમિટેડ વચ્ચે સિંપ્લેક્સ પ્રોજેક્ટ્સ લિમિટેડને જારી એક બેન્ક ગેરન્ટી પર આ કેસની સુનાવણી કરી હતી.

સિમ્પલેક્સ પ્રોજેક્ટ્સ લિમિટેડ તરફથી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડને 6.67 કરોડ રૂપિયા બિનશરતી બેન્ક ગેરન્ટી તરીકે ચૂકવણી જારી કરવામાં બેન્કના નિષ્ફળ રહ્યા બાદ આ કેસ સામે આવ્યો. જજ સંજીવ બેનર્જી અને જજ કૌશિક ચંદાની બેચે પોતાનો નિર્દેશ આપતા કહ્યું કે, અરજીકર્તાના આચરણને ધ્યાને લેવામાં આવે અને ભારતીય રિઝર્વ બેન્કને આ વિચાર કરવો જોઈએ કે બેન્ક ઓફ બરોડાના લાયસન્સને રદ્દ કરવા સહિત બેન્ક સામે ક્યાં યોગ્ય પગલા ઉઠાવી શકાય.

ઈન્ડિયન ઓઈલ કોર્પ લિમિટેડનો આરોપ છે કે, સિંપ્લેક્સે પોતાનો વાયદો પૂરો કર્યો નથી. જે બાદ બેન્ક ગેરન્ટી લાગુ કરવા અંગે સંમતિ વ્યક્ત કરી હતી. આ આધારે બેન્કોને ગેરન્ટી વિના તત્કાલ ચૂકવણી રોકવાનો કોઈ અધિકાર નહોતો. તર્ક એવો પણ આપવામાં આવ્યો કે ગેરન્ટી લાગુ થયા બાદ ચૂકવણીને ટાળી ન શકાય. તેમ છતાં બેન્કે ઈનકાર કરી દીધો કે બેન્કને સિમ્પ્લેક્સ દ્વારા પૈસા ઉપલબ્ધ નથી કરાવ્યા. કોર્ટનું કહેવું છે કે રાષ્ટ્રીયકૃત બેન્ક હોવા છતાં બેન્ક ઓફ બરોડાની કામ કરવાની રીત ખોટી છે. કોર્ટે આ મામલે RBIને યોગ્ય પગલા ભરવા કહ્યું છે.

READ ALSO

Related posts

દર્દીનો ઈલાજ કરતા સંક્રમિત થયેલી નર્સે કોરોનાને આપી માત, હવે નોકરી પર પરત ફરવા તૈયાર

Nilesh Jethva

ગુજરાતમાં કોરોનાની ચિંતાજનક સ્થિતી, વૈશ્વિક મૃત્યુદરમાં ગુજરાતનું પાંચમુ સ્થાન

Pravin Makwana

આ રાજ્યના DGP એ જમાતિયોને આપ્યું અલ્ટિમેટમ, પાંચ વાગ્યા સુધીમાં આપો જાણકારી નહી તો…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!