GSTV
Gujarat Government Advertisement

ડૉક્ટરોની હડતાળ ઉપર હાઈકોર્ટનું મમતા સરકારને અલ્ટીમેટમ, 7 દિવસમાં લાવો સમસ્યાનો ઉકેલ

Last Updated on June 14, 2019 by Mansi Patel

પશ્વિમ બંગાળમાંથી ઉઠેલી ડોક્ટરોનાં હડતાળની હવા શુક્રવારે આખા દેશમાં ફેલાઈ ગઈ છે. 12થી વધુ રાજ્યોમાં ડૉક્ટરો હડતાળ ઉપર ઉતરી આવ્યા છે. ત્યારે પશ્વિમ બંગાળમાં ડોક્ટરની હડતાળ અંગે કોલકત્તા હાઈકોર્ટે મમતા સરકારને ફટકાર લગાવી છે.

કોર્ટે કહ્યુ કે, રાજ્યના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી હડતાળ કરી રહેલા ડોક્ટર સાથે તુરંત વાતચીત કરવા માટે કહ્યુ છે. હાઈકોર્ટે મમતા સરકારને સવાલ કર્યો કે, ડોક્ટરોની સુરક્ષા માટે સરકાર દ્વારા કેવા પ્રકારના પગલા ભરવામાં આવી રહ્યા છે.

આ સાથે સરકાર ડોક્ટરને કામ પર પરત ફરવા માટે મનાવવાના તમામ પ્રયાસ કરે.અને કોર્ટે હડતાળનું સમાધન કરાવવાના પણ આદેશ આપ્યા છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને એ પણ પુછ્યુ છેકે, ડૉક્ટરો સાથે મારપીટની ઘટના બાદ પોલીસે કેવા પ્રકારના પગલા ભર્યા છે.

10 જૂને કોલકાતાના નીલ રતન સરકાર હોસ્પિટલમાં એક દર્દીનું મોત થવા ઉપર તેના પરિવારજનોએ ડૉક્ટરને ખરાબ રીતે માર માર્યો હતો. આ ઘટના બાદ ડૉક્ટરને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

જેના વિરોધમાં ડૉક્ટરો હડતાળ ઉપર ઉતર્યા છે. કોલકત્તામાં ડોક્ટર પર કરવામાં આવેલા હુમલા બાદ દેશભરમાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ડોક્ટરના સમર્થનમાં દિલ્હી, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં હડતાળ પાડવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એક હજાર લોકોના બળજબરીથી ધર્માંતરણ, અનેક રાજ્યોમાં નેટવર્ક ફેલાયેલું હોવાનો પોલીસનો દાવો

Damini Patel

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

સોશિયલ મીડિયાથી કમાણીની બાબતમાં વિરાટ કોહલીથી ઘણો પાછળ છે રોહિત શર્મા, એક પોસ્ટની કમાણી ઉડાવી દેશે હોશ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!