GSTV
5 State Elections-2022 India News Trending

ભાજપની જીત બાદ બદલાશે રાજ્યસભાનું ગણિત, રાષ્ટ્રપતિની ચૂંટણીને પણ અસર કરશે પરિણામો

ભાજપ

પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોમાં ભાજપના નેતૃત્વમાં એનડીએને સ્પષ્ટ બહુમતિ મળી છે. આ પરિણામોની સીધી અસર જુલાઇ મહિનામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પર પડશે. પાંચ રાજ્યોની કુલ 690 વિધાનસભા બેઠકોના પરિણામોથી ન ફક્ત રાજ્યસભાનું ગણિત બદલાશે. પરંતુ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના ઇલેક્ટોરલ કોલેજ પણ પ્રભાવિત થશે.

ભાજપ

પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપે તેમની પાસે રહેલા ચાર રાજ્યોમાં ફરી પૂર્ણ બહુમતિ સાથે સરકાર બનાવી છે. ત્યારે આ ચૂંટણીના પરિણામો આગામી જુલાઇ મહિનામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સીધા અસર કરશે, તો રાજ્યસભામાં પણ સાંસદોના ગણિતમાં ઘણા નવા સમીકરણો ઉમેરાશે.

જે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઇ તે રાજ્યોની કુલ 690 વિધાનસભા બેઠકો છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા આ રાજ્યોની 19 રાજ્યસભા બેઠકો ખાલી થશે કે જે યુપી, ઉત્તરાખંડ અને પંજાબમાં છે. યુપીમાંથી 11 બેઠકો, પંજાબથી 7 અને ઉત્તરાખંડથી 1 બેઠક ખાલી થશે. યુપીમાં ખાલી થઇ રહેલી 11 રાજ્યસભા બેઠકો પૈકી 5 ભાજપ પાસે છે. પરંતુ હવે આ બેઠકોનો નિર્ણય હવે નવા બનેલા ધારાસભ્યો જ કરશે.

વર્ષ 2022માં રાજ્યસભાની કુલ 75 બેઠકો ખાલી થશે. જે પૈકી 73 બેઠકોને રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ભરવામાં આવશે. મોટા ભાગના સભ્યો એપ્રિલ મહિનામાં નિવૃત થશે. તેમની ચૂંટણી જૂન અને જુલાઇમાં થશે. રાજ્યસભાના 7 નોમિનેટેડ સભ્યોને બાદ કરીએ તો આ 73 પૈકી 66 સાંસદો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપશે. અન્ય 54 રાજ્યસભા બેઠકો મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, કેરળ, કર્ણાટક, ઓડિશા, આસામ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ત્રિપુરા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાંથી છે.

ભાજપ

હવે રાષ્ટ્રપતિની ચૂંટણી જોઇએ તો બંને ગૃહોના 776 સાંસદો અને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના 4 હજાર 120 ધારાસભ્યો મળીને રાષ્ટ્રપતિને ચૂંટે છે. આ તમામનું કુલ ઇલેક્ટોરલ કોલેજ 10 લાખ 98 હજાર 903 મતો છે. રાષ્ટ્રપતિ બનવા માટે તેના અડધા એટલે કે 5 લાખ 49 હજાર 452 વેલ્યુ મતો જોઇએ. ઉત્તર પ્રદેશના દરેક ધારાસભ્યોના મતોનું મૂલ્ય 208 છે. જે દેશમાં સૌથી વધારે છે. યુપીના કુલ 403 ધારાસભ્યોના મતોનું મૂલ્ય 83 હજાર 824 થાય છે. જે બાદ બીજા ક્રમે મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રના ધારાસભ્યોના મતોનું મૂલ્ય 50 હજાર 400 છે જ્યારે કે ત્રીજા ક્રમે પશ્ચિમ બંગાળના કુલ 44 હજાર 394 મતો થાય છે. આવા સંજોગોમાં હવે ઉત્તર પ્રદેશમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ મળી હોવાથી ભાજપ પાસે નિર્ણાયક ઇલેક્ટોરલ કોલેજ હશે. જેના કારણે રાષ્ટ્રપતિ તરીકે એનડીએ તેમની પસંદગીના જે ઉમેદવારને ઉતારશે તેની જીત આસાન બની શકે છે.

MUST READ:

Related posts

નીતિશ ના માન્યા / નીતિશને મનાવવા ભાજપે શાહને શરણે જવું પડ્યું, ડેમેજ કંટ્રોલ ન ફળ્યું

Hardik Hingu

જો તમારા બંનેની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ આવી જતાં છેતરપીંડીની શંકા હોય તો આ સંકેતોને ઓળખી લો, થઈ જશે તમારા પ્રેમીની સાચી ઓળખ

GSTV Web Desk

નકલી પોલીસથી બચવા નદીમાં કૂદ્યો પણ રામ રમી ગયા, પાણીમાંથી મળી લાશ

Zainul Ansari
GSTV