મોનોપોઝ પછી જો તમે તંદુરસ્ત જીવન વિતાવવા ઈચ્છો છો ? તો તમારે ડાઈટ પર ધ્યાન આપવું જરૂરી બને છે. ખાસ કરીને કેલ્શિયમને રોજનાં ખાવા પીવામાં ઉમેરવું જરુરી છે કારણ કે મોનોપોઝ બાદ કેલ્શિયમની ઉણપ ઝડપથી વધતી જાય છે. કેલ્શિયમની ઉણપથી હાડકાં નબળા થાય છે અને હાંડકા તૂટવાનો ખતરો વધી જાય છે. બાળકો માટે કેલ્શિયમ જરૂરી હોય છે તેવી જ રીતે મોનોપોઝ પછી મહીલાઓ માટે કેલ્શિયમ પોષકતત્વ મહત્વોનો છે. કેલ્શિયમ શરીરનાં વિકાસ માટે જ નહિ પરંતુ શરીરનાં દરેક અંગોને સરખી રીતે કામ કરવા માટે પણ ઉપયોગી બને છે. શા માટે માનોપોઝ બાદ મહિલાઓએ કેલ્શિયમ લેવા પર ખાસ ધ્યાન આપવું જોઈએ.

મોનોપોઝ શું છે ?
મેનોપોઝ એટલે જયારે સ્ત્રીઓમાં માસિક ચક્રના આવવાનું બંધ થઈ જાય અને માસિક સ્રાવ વિના 12 મહિના થઈ ગયા હોય. મોનોપોઝ સ્ત્રીઓમાં 40 અથવા 50 વર્ષની ઉંમરે થાય છે.
માનોપોઝ બાદ શા માટે મહિલાઓએ કેલ્શિયમ લેવા પર ખાસ ધ્યાન આપવું જોઈએ ?
એક રીપોર્ટ મુજબ જ્યારે મહિલાઓ મોનોપોઝની સ્થિતિમાંથી પસાર થાય ત્યારે સ્ત્રીઓના શરીરમાંથી એસ્ટ્રોજન હોર્મોનનું પ્રોડક્શન ઓછુ થતું જાય છે તેથી ખોરાકમાંથી કેલ્શિયમ બનવાની ક્ષમતા ઓછી થતી જાય છે.
હાંડકા તૂટવાનું જોખમ વધે છે.
મોનોપોઝ પછી સ્ત્રીઓમાં હાડકા તૂટવાનું જોખમ વધે છે. આ સ્થતિને ‘ઓસ્ટીયોપોરોસીસ’ કહેવામાં આવે છે. મોનોપોઝ પછીનાં પાંચ વર્ષમાં 10 ટકા મહિલાઓનાં હાડકાનું વજન ઘટવા લાગે છે સાથે હાડકામાં ફ્રેકચર થવાની સંભાવના પણ વધી જાય છે.
કેટલી માત્રામાં કેલ્શિયમ લેવું જોઈએ?
ડોક્ટરની સલાહથી કેલ્શિયમ સપ્લીમેન્ટ લઈ શકાય છે. આ સમસ્યાથી બચવા માટે 17 થી 70 ઉંમરની સ્ત્રીઓ એ 1000 અને વધુમાં વધુ 2000 mg કેલ્શિયમ લેવું જોઈએ. ચીઝ, દહીં, નારંગીનો રસ, એડમામે ( લીલા સોયાબીન); બદામ, પાંદડાવાળા શાકભાજી કેલ્શિયમયુક્ત ફૂડ પણ લઈ શકાય છે.
વીટામીન D
શરીર કેલ્શિયમને સારી રીતે શોષણ કરવા માટે પુરતા પ્રમાણમાં વિટામીન D લેવું જરૂરી છે. ડોકટરની સલાહથી વિટામીન D સપ્લીમેન્ટ પણ લઈ શકાય છે.
- જુનિયર કે.જીની ફી લાખો રૂપિયા, લોકોએ રિએક્શન આપતા કહ્યું આટલામાં તો લોનના હપ્તા…
- અમદાવાદ / જાન્યુઆરીથી AMTSની પણ AC બસો દોડશે, માર્ચ સુધીમાં 100નો ટાર્ગેટ
- મોક્ષદા એકાદશી ક્યારે છે, 22 કે 23 ડિસેમ્બરે? જાણો સાચી તારીખ અને સમય
- નવા વર્ષની શરૂઆતમાં આ શુભ વસ્તુઓ તમારા ઘરમાં લાવો, વર્ષભર રહેશે આશીર્વાદ
- મધ્યપ્રદેશના નાણામંત્રી જગદીશ દેવડાને મળી ડે. સીએમની જવાબદારી, 6 વખતના ધારાસભ્યની આવી છે રાજકિય સફર