GSTV

ફાયદાની વાત : આ ખાસ ચીજમાં દુધથી 10 ગણું વધારે છે કેલ્શિયમ, ડેરી પ્રોડક્ટ ઉપર ન કરો ભરોસો

શરીરમાં કેલ્શિયમની ઉણપથી હાડકાઓ કમજોર પડવા લાગે છે. આ સમસ્યા વધતી ઉંમરના લોકોમાં વધારે જોવા મળી રહી છે. કેટલાક લોકોને ડેરીના પ્રોડક્ટની મદદથી દુર કરવાની સલાહ આપવામાં આવી રહી છે. પરંતુ તમે ભુલી રહ્યાં છો કે, ડેરી પ્રોડક્ટમાં બોડી ફેટ વધારે છે જે મેદસ્વીતાનું મોટું કારણ છે. તેવામાં હેલ્થ એક્સપર્ટે કૈલ્શિયમની ઉણપને પુર્ણ કરવા માટે બેજોડ ઉપાય આપ્યો છે.

શું કહેવું છે હેલ્થ એક્સપર્ટનું

હેલ્થ એક્સપર્ટ ડો. શાહનું કહેવું છે કે, પશુઓમાંથી જ દુધ મળી રહ્યું છે તેમાં કેલ્શિયમ મળી આવે છે. કેલ્શિયમ એક મિનરલ છે જે જમીનમાં ઉગનારા છોડ, ફળો અને શાકભાજીમાંથી મળે છે. તેનો મતલબ એ છે કે, પશુઓને પણ આ મીનરલ આ જ ચીજવસ્તુઓમાંથી મળે છે. તે માટે દુધની જગ્યાએ જમીનમાં ઉગનારી ચીજવસ્તુઓથી કેલ્શીયમની પૂર્તિ કરવાનો સારો વિકલ્પ રહેશે.

દુધથી 10 ગણું વધારે છે કેલ્શિયમ

ડો. શાહે જણાવ્યું કે, તલના બીજથી શરીરમાં કેલ્શિયમની ઉણપને વધારે ઝડપથી પૂર્ણ કરી શકો છો. 100 ગ્રામ તલના બીજમાં ગાયના દુધ કરતા 10 ગણું વધારે કેલ્શિયમ હોય છે. આ સિવાય, મોરિંગાના પાંદડા, આખા અનાજ, સૂકા ફળો અને લીલા પાંદડાવાળા શાકભાજીમાં ખૂબ કેલ્શિયમ હોય છે.

ઓસ્ટિયોપોરોસિસ ઉપર કેલ્શિયમની દવાઓ બેઅસર

કેલ્શિયમની ઉણપથી મોટાભાગના લોકોને ઓસ્ટિયોપોરોસિસની સમસ્યા થવા લાગે છે. આ ઘાતક રોગમાં માણસના હાડકા નબળા થઈ જાય છે અને ઉંમર વધતાની સાથે તેની કોશિકાઓનું નિર્માણ નથી થઈ શકતું. તેને દુર કરવા માટે કેટલાક લોકોએ કેલ્શિયમ ટેબલેટ લેવાનું શરૂ કરી દીધી હતી. પરંતુ કેલ્શિયમની દવાઓથી રોગ દુર નથી શકતો. તે માટે તમારે ડાયડામાં કેલ્શિયમ ઉપરાંત મૈગ્નીશિયમ, વિટામીન ડી અને ખનીજ પદાર્થોને સામેલ કરવું જોઈએ. જે તમારા નેચરલ ડાયટમાં પહેલાથી જ હાજર છે.

Related posts

ગુજરાત સહિત આ રાજ્યોમાં ત્રણ દિવસ પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગે આપી ચેતવણી

Mansi Patel

પાક નુકસાનીના સર્વે પર આપના વત્તી GSTVએ સરકારને કર્યો આ સવાલ, જાણો સરકારે શું આપી છે ખાતરી

Pravin Makwana

મોટી ખબરઃ ડ્રગ્સ કેસમાં દીપિકા પાદૂકોણ, શ્રદ્ધા કપૂર સહિત આ 7 બોલિવૂડ સ્ટારને NCBનું સમન્સ, 3 દિવસમાં હાજર થવાનો આપ્યો સમય

Karan
Do NOT follow this link or you will be banned from the site!