સદીના અંતમાં દુનિયાના અનેક ભાગોમાં ભયંકર તોફાનો આવે તેવી શક્યતા, નાસાએ કર્યું અધ્યયન

જળવાયુ પરિવર્તનને કારણે ઉષ્ણકટિબંધીય મહાસાગરોનું તાપમાન વધતાં સદીના અંતમાં ભયંકર વરસાદ અને તોફાન આવવાનું પ્રમાણ વધી શકે છે. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાના એક અધ્યયનમાં આ વાત સામે આવી છે.

જળવાયુ પરિવર્તનને કારણે ઉષ્ણકટિબંધીય મહાસાગરોમાં તાપમાન વધી રહ્યું છે. મહાસાગરોમાં તાપમાન ધીરે ધીરે વધી રહ્યું છે. ત્યારે સદીના અંતમાં દુનિયાના અનેક ભાગોમાં ભયંકર વરસાદ અને તોફાનનું પ્રમાણ વધી શકે છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના જેટ પ્રોપલ્શન લેબોરેટરીના નેતૃત્વમાં એક અધ્યયનમાં આ વાત સામે આવી છે. જેમાં સરેરાશ સમુદ્રી સપાટીના તાપમાન અને ગંભીર તોફાનોની શરૂઆત વચ્ચે સંબંધોને નિર્ધારિત કરવા માટે ઉષ્ણકટિબંધીય મહાસાગરો પર અંતરિક્ષ એજન્સીના વાયુમંડલીય ઈન્ફ્રારેડ સાઉન્ડરના ઉપકરણ દ્વારા અધિગ્રહિત 15 વર્ષોના આંકડાનું અધ્યયન કરાયું. અધ્યયનમાં જાણવા મળ્યું કે સમદ્રની સપાટીનું તાપમાન લગભગ 28 ડિગ્રી સેલ્સિયસથી વધારે થાય છે ત્યારે ભયંકર તોફાન આવે છે.

જિયોફિઝિકલ રિસર્ચ લેટર્સમાં પ્રકાશિત અધ્યયનમાં એ પણ મેળવાયું છે કે સમુદ્રની સપાટીના તાપમાનમાં વૃદ્ધિને કારણે દરેક એક ડિગ્રી સેસ્લિયસ પર 21 ટકા વધારે તોફાન આવે છે. અધ્યયનકારનું કહેવું છે કે આ સામાન્ય સમજની વાત છે કે ગરમ હવામાનમાં તોફાનો વધી જાય છે. ભારે વરસાદની સાથે તોફાનો સમાન્ય રીતે વર્ષના સૌથી ગરમ હવામાનમાં જ આવે છે. પરંતુ અધ્યયના આંકડાથી એક પહેલું પરિમાણાત્મક અનુમાન મળ્યું છે કે તે કેટલું વધી શકે છે. 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter