GSTV
Home » News » ઈ-કોમર્સ કંપનીઓની માંગ, FDI લાગુ કરવાની તારીખ વધારવામાં આવે

ઈ-કોમર્સ કંપનીઓની માંગ, FDI લાગુ કરવાની તારીખ વધારવામાં આવે

સરકાર દ્વારા હાલમાં જ ઈ-કોમર્સનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ) નીતિમાં જાહેર કરાયેલા સ્પષ્ટીકરણને લાગુ કરવાની તારીખ 1 ફેબ્રુઆરી 2019થી આગળ વધારવાની અમૂક ઈ-કોમર્સ કંપનીઓની માંગને કન્ફેડરેન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્જને (કેટે) વાહ્યાત ગણાવી વિરોધ કર્યો છે.

વાણિજ્ય મંત્રાલયના ડીઆઈપીપી વિભાગના સેક્રેટરી શ્રી રમેશ અભિષેકને રવિવારે મોકલેલા એક પત્રમાં કેન્ટે આ અંગે પોતાનો કડક વિરોધ નોંધાવ્યો છે. સાથે જ એમ પણ માંગ કરી છે કે આ નીતિ અંતર્ગત ઈ-કોમર્સ કંપનીઓ પ્રાઇવેટ લેબલ અથવા પોતાના બ્રાન્ડથી સામાન વેચી શકે છે કે નહીં, તેને સ્પષ્ટ કરવામાં આવે.

કેન્ટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે સેક્રેટરી અભિષેકને મોકલેલા પત્રમાં કહ્યું કે સરકારે કોઈ પણના દબાણમાં આવી ઝૂકીને કોઈ પણ પરિસ્થિતિમાં તારીખને આગળ વધારવી જોઈએ નહીં.

તેમણે કહ્યું કે વર્ષ 2018ની પ્રેસ નોટ-2 ફક્ત 2016ની એફડીઆઈ પૉલિસીની પ્રેસ નોટ-3નુ સ્પષ્ટીકરણ ભર્યુ છે અને પૉલિસી 2016થી જ જાહેર છે. પૉલિસીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ પૉલિસીને સ્પષ્ટ કરવામાં આવી નથી.

આ દ્રષ્ટિએ ડીઆઈપીપી દ્વારા 1 ફેબ્રુઆરી 2019થી અંકિત કરવુ સરકારની સ્પષ્ટ ભૂલ છે અને તેથી કોઈ પણ તારીખને બદલવી સરકારની વધુ એક ભૂલ હશે. ખંડેલવાલે કહ્યું કે ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા તારીખ આગળ વધારવાની માંગ એક વિચારેલી ચાલ છે અને તેની આડમાં પૉલિસી લાગુ કરવાથી રોકવા ઈચ્છે છે. જેના ખર્ચથી પણ ઓછી કિંમત પર માલ વેચવા અને મોટા ડિસ્કાઉન્ટનો આપવાનો તેમનો કારોબાર ચાલતો રહે અને દેશના રીટેલ બજાર પર પોતાનો કબજો જમાવી શકે.

તેમણે કહ્યું કે સરકાર આ કંપનીઓની કોઈ પણ વ્યૂહરચનામાં ફસાય નહીં અને કોઈ પણ સ્થિતિમાં તારીખ આગળ વધવી જોઈએ નહીં. ખંડેલવાલે પત્રમાં એમ પણ કહ્યું કે પ્રાઇવેટ લેબલ અથવા પોતાની બ્રાન્ડથી માલ વેચવા દ્વારા ઈ-કોમર્સ કંપનીઓ માર્કેટ પર એક અધિકારનો મોટી રમત રમી શકે છે. સરકાર દ્વારા 3 જાન્યુઆરીના એક પરિપત્રમાં અમૂક શંકાઓનું સમાધાન કરવામાં આવ્યું છે, પરંતુ એક સમાધાનમાં પ્રાઇવેટ લેબલ અથવા બ્રાન્ડને જાહેર રાખવા પર શંકા બનાવવામાં આવી છે.

READ ALSO

Related posts

ધમાકા સાથે સિલિન્ડ થયો બ્લાસ્ટ! જોત જોતામાં બે માળની ઈમારત ધરાશાયી, 7ના મોત 15 ઘાયલ

Arohi

લેસ્બિયન સ્ટોરી પર આધારિત ફિલ્મ શીર કોરમાનું પોસ્ટર થયું આઉટ

Dharika Jansari

દિલ્હીના હવામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે ઝેર, હરિયાણાની પરાલી છે જવાબદાર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!