GSTV
Gujarat Government Advertisement

કોરોના હાહાકાર / દેશભરમાં લાગી શકે છે 15 દિવસનું લોકડાઉન, વેપારી સંગઠન કૈટ દ્વારા પણ કેન્દ્ર સરકાર પાસે કરી માગ

Last Updated on May 4, 2021 by Harshad Patel

દેશભરમાં કોરોના મહામારીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3.57 લાખ નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. જ્યારે આ સમયમાં 3449 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમણનું સંકટ 2 કરોડને પાર થયું છે. કોરોના મહામારીને કારણે દેશમાં અત્યાર સુધી 2.22 લાખથી વધુ લોકોના મોત થયા છે. વધતા જતા સંક્રમણને જોતાં દેશમાં ફરી એક વખત લોકડાઉન લગાવવાની જરૂરિયાત વધી રહી છે. લોકો પણ સામેથી લોકડાઉન લગાવવા સરકારને જણાવી રહ્યા છે. જો હાલમાં સ્થિતિ ચૂકી ગયા તો પછી પરિસ્થિતિ કાબુ બહાર જતી રહેશે. પરિસ્થિતિથી હાથ ધોવાનો વારો આવશે. દેશમાં 15 દિવસના લોકડાઉન લગાવીને કોરોનાની ચેઈન એક વખત તોડી નાંખવા પીએમ મોદીને અમે રજૂઆત કરી છે. વેપારી સંગઠનના પ્રમુખે પણ આ બાબતે ભારપૂર્વક જણાવ્યું છે.

કોરોનાથી થતા મૃત્યુઆંકની અવગણના કરી શકાતી નથી

વ્યાપારી સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ કહ્યું કે કોરોના મહામારીથી વેપાર ધંધાની ખરાબ હાલત થઈ છે અને કોરોનાને કારણે માણસોના મોત પણ થઈ રહ્યા છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે એ નક્કી કરવાનું છે કે હવે શું કરવું વધારે જરૂરી છે. વેપારમાં થયેલા નુકસાનના આંકડા માત્ર ભારતની અર્થવ્યવસ્થાને નબળી બનાવી રહ્યા છે, સાથે સ્થાનિક વેપારની દુર્દશા તરફ પણ ધ્યાન દોર છે. પરંતુ એને લઈને કોરોનાથી થતા મૃત્યુઆંકની અવગણના કરી શકાતી નથી. ભારત જેવા વિકાસશીલ અર્થતંત્ર માટે માનવ સંસાધનોનું નુકસાન પણ એટલું જ મહત્વનું છે.

રાષ્ટ્રીય લોકડાઉન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ

સંસ્થાના અધ્યક્ષ બી.સી. ભારતીયાએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિને નિશ્ચિતપણે સામનો કરવા માટે રાષ્ટ્રીય લોકડાઉન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેથી જ સીએટી છેલ્લા 15 દિવસથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશના હિતમાં રાષ્ટ્રિય લોકડાઉન લાદવાની વિનંતી કરી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને લોકડાઉન કરવા અંગે વિચારણા કરવા સૂચન પણ કર્યું છે.

વેપારીઓની દુર્દશા સાથે માનવ સંસાધનોનું મુલ્ય અવગણી ના શકાય

ખંડેલવાલે કહ્યું કે, ચોક્કસપણે મહામારીને ને કારણે, દેશમાં લોકો ખૂબ જ મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યા છે અને કોરોનાના આંકડા દૈનિક ઝડપથી વધી રહ્યા છે, જેને જો તાત્કાલિક નિયંત્રણમાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં વધુ મુશ્કેલ સમયનો સામનો કરવો પડી શકે છે. આ માટે, દેશવાસીઓએ કોરોનાથી રક્ષણ માટે વ્યાપારી પ્રવૃત્તિની ગતિવિધિ અટકાવવાની કિંમત ઉપર પણ કડક પગલાં અપનાવવાની જરૂર છે. બીજી તરફ, ઓક્સિજનની ઉપલબ્ધતા અને તબીબી હોસ્પિટલોની સેવાઓમાં વધારો થવાની સાથે, આવશ્યક દવાઓ સહિત તબીબી સુવિધાઓની ઉપલબ્ધતા પણ ખૂબ મહત્વપૂર્ણ છે.

કોરોનાના કહેર વચ્ચે ઘરેલૂ ઉત્પાદનમાં સાડા છ લાખ કરોડનું થયું નુકસાન

કોરોના મહામારીની બીજી વેવના કારણે દિલ્હી સહિત દેશભરના ઘણા રાજ્યોમાં આંશિક કે પૂર્ણ લોકડાઉનને પગલે મોટાભાગના બજારો બંધ રહેવાને કારણે ધંધાને મોટું નુકસાન થયું છે. ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ) નો દાવો છે કે એપ્રિલમાં કોરોના મહામારીને કારણે દેશમાં સ્થાનિક વેપાર (ડોમેસ્ટિક ટ્રેડ) ને 6.25 લાખ કરોડ રૂપિયાનું અંદાજિત નુકસાન થયું છે. આ સંસ્થાએ એવો દાવો પણ કર્યો છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારોને પણ અંદાજે કુલ 75 હજાર કરોડ રૂપિયા જેટલું મહેસૂલને લીધે નુકસાન થવાનો અંદાજ છે.

છૂટક વ્યવસાયને 4.25 લાખ કરોડનું નુકસાન થયું

કેટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ ખંડેલવાલે દાવો કર્યો છે કે એપ્રિલમાં દેશના કુલ ઘરેલુ કારોબારને આશરે 6.25 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જેમાંથી છૂટક વ્યવસાયને 4.25 લાખ કરોડનું નુકસાન થયું છે, જ્યારે હોલસેલ ધંધાને અંદાજિત 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નફ્ફટાઈ: કફન ચોર ટોળકીને બચાવવા ભાજપ આગળ આવ્યું, કહ્યું છોડી દો આમને આપણા વોટર છે !

Pravin Makwana

અગત્યનું/ કોરોના સંક્રમણથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને મળે છે સાત લાખ રૂપિયાનો વીમા લાભ, જાણી લો આ યોજના વિશે

Bansari

રસીકરણ/ રોજ સરકારે આટલા લાખ લોકોનું કરવું પડશે રસીકરણ, ત્યારે ડિસેમ્બર સુધીને તમામને લાગશે રસી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!