GSTV
Uncategorized

કેગના રીપોર્ટમાં મુંદ્રા-દહેગામ અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટને લઇને ચોંકાવનારો ખુલાસો

વિધાનસભામાં રજૂ થયેલા કેગના રિપોર્ટમાં અદાણી કંપનીનો મુંદ્રા-દહેગામ અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટને લઇને પણ ચોંકાવનારો ખુલાસો થયો છે.કેગના રિપોર્ટ મુજબ અદાણી કંપનીએ પૂર્વ મંજૂરી વગર જ અભ્યારણ્ય વિસ્તારમાં પ્રોજેક્ટનું કામકામ શરૂ કર્યું હતું.

અદાણી કંપની દ્વારા કચ્છના મુંદ્રા-દહેગામ અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટ માટે ઘુડખર અભ્યારણ્યની 58.968 હેક્ટર જમીનનું માર્ગાંતર કરવાનું જરૂરી હતું. જે માટે વન સંરક્ષણ અધિનિયમ 1980 અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ અગાઉથી મંજૂરી લેવી જરૂરી હતી. પરંતુ વન અને પર્યાવરણ વિભાગના ધ્યાનમાં આવ્યું કે અદાણી પાવર લિમિટેડે જરૂરી મંજૂરી વગર જ પ્રવાહન લાઇન નાંખી દીધી હતી. જે બાદ અદાણીએ કામગીરી બંધ કરી હતી.

આમ અદાણી કંપનીએ સરકારના નિયમોની ઐસીતૈસી કરી પ્રોજેક્ટનું કામકાજ કર્યું હોવાનું કેગના રિપોર્ટમાં ખુલ્યું છે.

Related posts

કયું શાક છે જે ખાવામાં તો વપરાય છે સાથે બલિ પણ ચઢાવવામાં આવે છે ?

Padma Patel

ગુજરાતે મને જે સંસ્કાર આપ્યા છે,એ આ કોંગ્રેસવાળાને ખટકે છે! પીએમ મોદીના આકરા પ્રહાર

pratikshah

જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 6.3 ટકા રહી જીડીપી, ગતિ કેમ ધીમી પડી?

Kaushal Pancholi
GSTV