GSTV

CAGનો દાવો/કેન્દ્રએ કર્યુ નિયમોનું ઉલ્લંઘન, GST વળતર ફંડનો કર્યો અન્ય કામમાં ઉપયોગ

gst

ગત અઠવાડિયે જ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં જાણકારી આપી હતી કે રાજ્યોને GST વળતર આપવા માટે કન્સોલી ડેટેડ ફંડ ઑફ ઇન્ડિયા (CFI) દ્વારા ફંડ જારી કરવાની કોઇ કાયદાકીય જોગવાઇ નથી. પરંતુ કંપ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAGનું કહેવું છે કે ખુદ સરકારે જ આ નિયમનું ઉલ્લંઘન કર્યુ છે. CAGનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 2017-18 અને 2018-19માં કેન્દ્ર સરકારે GST વળતરના 47,272 કરોડ રૂપિયા CFIમાં જ રાખ્યા છે. આ ફંડને બીજા કામ માટે ઉપયોગમાં લેવામાં આવ્યા છે. તેનાથી તે સમયે મહેસૂલ પ્રાપ્તિ વધી અને રાજકોષિય ખાઘ ઘટી.

cag

CAGએ કહ્યું, સ્ટેટમેન્ટ 8,9 અને 13ના ઓડિટ પરીક્ષણની જાણકારીથી જાણવા મળ્યું કે GST વળતર સેસ કલેક્શનમાં ઓછુ ફંડ ક્રેડિટ થયુ છે. નાણાકીય વર્ષ 2017-18 અને 2018-19 માટે 47,272 કરોડ રૂપિયા ઓછુ ફંડ ક્રેડિટ થયુ. આ GST વળતર સેસ એક્ટ 2017ના નિયમોનું ઉલ્લંઘન છે.

શું છે GST વળતર એક્ટની જોગવાઇ

આ એક્ટની જોગવાઇ અનુસાર, કોઇપણ વર્ષમાં જમા કરવામાં આવેલા કુલ સેસ કલેક્શન નૉન લેપ્સ્ડ ફંડ (જીએસટી કંપેનસેશન સેસ ફંડ)માં ક્રેડિટ કરવામાં આવે છે. આ પબ્લિક એકાઉન્ટનો હિસ્સો છે અને તેનો ઉપયોગ રાજ્યોને GST રેવન્યૂની ભરપાઇ કરવા માટે ઉપયોગ થાય છે.

પરંતુ કેન્દ્ર સરકાર કુલ GST Cessને GST વળતર ફંડમાં ટ્રાન્સફર કરવાના બદલે તેને CFIમાં જ રાખ્યુ છે. પછી તેનો ઉપયોગ કોઇ અન્ય કામ માટે કરવામાં આવ્યો.

આ રિપોર્ટને સરળ ભાષામાં સમજીએ તો નાણાકીય વર્ષ 2018-19માં આ ફંડમાં 90,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની બજેટ જોગવાઇ હતી. અહીં રકમ રાજ્યોને GST વળતર તરીકે જારી કરવાની હતી. પરંતુ વર્ષ GST વળતર સેસ તરીકે 95,081 કરોડ રૂપિયા જમા થયા હતા. નાણા મંત્રાલયના મહેસૂલ વિભાગે તેમાંથી ફક્ત 54,275 કરોડ રૂપિયા જ કંપેનસેશન ફંડમાં ટ્રાન્સફર કર્યા. આ ફંડમાંથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 69,275 કરોડ રૂપિયા GST વળતર તરીકે જારી કરવામાં આવ્યા. આ ફંડમાં પહેલાથી જ 15,000 કરોડ રૂપિયા જમા હતાં.

Read Also

Related posts

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva

KBC: 1 કરોડના સવાલનો જવાબ ન આપી શકી આ સ્પર્ધક, શું તમે જાણો છે સાચો જવાબ ?

Nilesh Jethva

દિલ્હીમાં 5000થી વધુ કોરોના કેસ નોંધાતા સરકારે બદલ્યો ટેસ્ટિંગ માટેનો એક્શન પ્લાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!