GSTV

કાફે કોફી ડેના શેરમાં સળંગ બીજા દિવસે ૨૦ ટકાનો કડાકો : રોકાણકારોના જીવ તાળવે ચોંટ્યા

કાફે કોફી ડે ના શેરમાં આજે સતત બીજા દિવસે ૨૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજે શેરનો ભાવ ૨૦ ટકા તૂટીને ૧૨૩.૨૫ રૃપિયાની સપાટીએ બંધ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગઇકાલે કાફે કોફી ડેના સ્થાપક સિદ્ધાર્થ લાપતા થયા હોવાના સમાચાર સપાટી આવતા શેરનો ભાવ ૨૦ ટકા તૂટીને ૧૫૩ રૃપિયાની સપાટીએ બંધ રહ્યો હતો.

સિદ્ધાર્થનો મૃતદેહ મળી આવ્યાના સમાચાર મળતા કંપનીના શેરમાં ૨૦ ટકાનો કડાકો બોલાયો હતો. આ સાથે કંપનીના શેરના ભાવ એક વર્ષની નીચલી સપાટીએ આવી પહોંચ્યા છે. બે દિવસમાં શેરના ભાવમાં કુલ ૪૦ ટકાનો ઘટાડો થવાને કારણે રોકાણકારોને કુલ ૨૮૦૦ કરોડ રૃપિયાનું નુકસાન થયું છે.

ફક્ત બે જ દિવસમાં કંપનીના માર્કેટ કેપમાં ૨૮૩૯ કરોડ રૃપિયાનો ઘટાડો થયો છે. સિદ્ધાર્થનો મૃતદેહ મળી આવ્યા પછી કાફે કોફી ડેનું સંચાલન કરતી કંપની કોફી ડે એન્ટરપ્રાઇઝે કંપનીના વચગાળાના ચેરમેન તરીકે રઘુનાથની નિમણૂક કરી છે. કંપનીએ આ ઉપરાંત નિતિન બાગમાનેને પોતાના વચગાળાીના ચીફ ઓપરેટિંગ ઓફિસર(સીઓઓ) બનાવ્યા છે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે હવે એસ વી રંગનાથ ( બિન કાર્યકારી સ્વતંત્ર ડાયરેક્ટર) અને નિતિન બાગમાને(સીઓઓ) અને આર. રામમોહનની એક કાર્યકારી સમિતિ પાસે એ તમામ અધિકારો હશે જે પહેલા સીઇઓ પાસે હતા. આ દરમિયાન સૂત્રોએ જણાવ્યું છે કે વી જી સિદ્ધાર્થનું નામ હવાલા પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલ હોવાની શક્યતા છે.

Read Also

Related posts

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi

કોણ છે ચર્ચામાં આવેલી તબલિગી જમાતના સર્વોચ્ય નેતા, જાણો સરકારે શું કરી કાર્યવાહી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!