GSTV

કેડિલાના એક્ઝિક્યુટીવે પત્નીને ભરણ પોષણ ન ચુકવતા કોર્ટે ફટકારી જેલ

અમદાવાદમાં પત્નીને ભરણ પોષણ ન આપનાર કેડિલાના એક્ઝિક્યુટીવને ગ્રામ્ય કોર્ટે 480 દિવસના કેદની સજા ફટકારી છે. શહેરના નરોડા વિસ્તાર રહેતી પુનમના લગ્ન તેના જ સમાજના નરેશ પાંડુરંગ રાજાને સાથે થયા હતા. લગ્ન બાદ પુનમ થલતેજ સાસરીયે રહેતી હતી. પરંતુ લગ્નના થોડા વર્ષો બાદ તકરાર શરૂ થઇ હતી.. અને પુનમ પિયર આવી ગઇ હતી. ત્યારબાદ તેણે પતિ સામે ભરણ પોષણ મેળવવા અરજી કરી હતી. જેમાં કોર્ટે દર મહિને 7 હજાર 500 રૂપિયા ભરણ પોષણ આપવા આદેશ આપ્યો હતો.

જો કે, કોર્ટના આદેશના 16 મહિના સુધી પતિએ ભરણપોષણ આપ્યું ન હતું. જેને લઇ કોર્ટે આજે નરેશ પાંડુરંગને 480 દિવસની સજા ફટકારી હતી. કોર્ટે ચુકાદામાં નોંધ કરી હતી કે રકમ કેમ ચુકવાઇ નથી. તેના ખુલાસામાં સગવડ ન હોવાનું પતિએ જણાવ્યું છે. જે ખુલાસો વ્યાજબી કે સંતોષકારક નથી. ઉપરાંત પતિ આજે પણ રકમ ભરવા તૈયાર નથી. તેથી વધુ સમય આપવો ઉચિત જણાતો નથી. ત્યારે સજા કરવી યોગ્ય છે. 16 માસનું ભરણ પોષણ ભર્યુ નથી. દરેક માસના 30 દિવસ એટલે 480 દિવસની કેદ યોગ્ય છે.

READ ALSO

Related posts

વિજયા દશમીના પર્વે વડોદરાના રાજવી પરિવાર દ્વારા વિધિવત રીતે શસ્ત્રોની પૂજા કરવામાં આવી

Nilesh Jethva

રેલીમાં મુર્દાબાદના નારા લાગતા ભડક્યાં નીતિશ કુમાર, જેના જિંદાબાદના નારા લગાવી રહ્યાં છો તેને સાંભળવા જાઓ

Mansi Patel

મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગાંધીનગર સ્થિત નિવાસ્થાને દશેરાના પર્વ નિમિતે કરાયું શસ્ત્ર પૂજન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!