ભારતમાં ટૂંક સમયમાં Amazon પ્રાઈમ પર જોઈ શકશો કેબલ TV ચેનલ્સ

amazon prime on tv

કેબલ ટીવી ચેનલ્સ અને ઑનલાઈન સ્ટ્રીમિંગ સર્વિસ બે અલગ-અલગ એન્ટરટેઇનમેન્ટ પ્લેટફોર્મ છે, જેમાં ભારતીય મહાનગરોમાં પક્કડ બનાવવા માટે પ્રતિસ્પર્ધા ચાલતી રહે છે. હવે એક નવી માહિતી મુજબ, ભારતીય માર્કેટના ટૉપ સ્ટ્રીમિંગ પ્લેયર્સમાંથી એક એમેઝોન પોતાના એમેઝોન પ્રાઈમ વીડિયોમાં TV ચેનલ્સને મિક્સ કરી શકે છે. એટલેકે કંપની કેબલ ટીવી ચેનલ્સને પોતાના એમેઝોન પ્રાઈમ વીડિયો સર્વિસમાં લાવી શકે છે.

રીપોર્ટ મુજબ, આ ફીચર કોઈ નવુ ફીચર નથી, એમેઝોન આ સર્વિસને પહેલાંથી જ યૂનાઈટેડ સ્ટેટ્સ, યૂકે અને જાપાન જેવા દેશોમાં તૈયાર કરાવી રહ્યું છે. ધ હિન્દૂ બિઝનેસ લાઈનની રીપોર્ટ મુજબ, કંપની ટૂંક સમયમાં આ સર્વિસને ભારતીય માર્કેટમાં લાવવાની તૈયારીમાં છે. જોકે, તેના લોન્ચિંગ માટે કોઈ નિશ્ચિત તારીખ નક્કી કરવામાં કરવામાં આવી નથી, પરંતુ આશા છે કે આગામી મહિનામાં આ સર્વિસને ભારતીય માર્કેટમાં લાવવામાં આવશે.

રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એમેઝોન મનપસંદ માર્કેટમાં ટ્રેડિશનલ ટીવી ચેનલ્સને સબ્સક્રાઈવ કરવાની સુવિધા આપે છે. આ ટીવી ચેનલોમાં HBO, CBS, Showtime અને Starzના નામનો સમાવેશ થાય છે. રેવન્યૂ સિસ્ટમની વાત કરીએ તો યૂઝર્સ એમેઝોનને સબ્સક્રિપ્શન ફી આપશે, જેનાથી કંપની કેબલ ચેનલ્સ અથવા સેટેલાઈટ પ્રોવાઈડરને આપશે.

આ સિસ્ટમ હેઠળ ટીવી ચેનલના યૂઝર્સ માટે એમેઝોન પ્રાઈમ વીડિયોમાં જ જોડાઈ જશે. પ્રાઈમ વીડિયો માટે ઈન્ટરનેશનલ ઓરીજનલના હેડ, જેમ્સ ફેરલ કહે છે કે આ સર્વિસ હકીકતમાં ખૂબ સારી છે. સાથે જ એવુ પણ કહેવામાં આવ્યુ છે કે ‘આ ટૂંક સમયમાં ભારત આવી રહ્યું’ છે. રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ફીચરને લેવા માટે યૂઝર્સની પાસે પ્રાઈમ સબ્સક્રિપ્શન હોવુ અત્યંત આવશ્યક છે. આ ફીચર હેઠળ ગ્રાહક પોતાની પસંદના ટીવી ચેનલને પસંદ કરી શકશે અને તેને સબ્સક્રાઈબ કરી શકશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter