GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

PM મોદીના આ 10 દિગ્ગ્જ પ્રધાનો નથી લડી રહ્યા લોકસભાની ચૂંટણી, બધાના કારણો છે જાણવા જેવા

modi Kedarnath Yatra

લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારના કેટલાય દિગ્ગ્જ પ્રધાનો આ ચૂંટણી જંગ લડી રહયા નથી જો કે તે બધાના કારણો અલગ અલગ છે. જેમાં કોઇ રાજયસભાના સભ્ય છે તો કોઇએ સ્વેચ્છાએ જ લડવાની ના પાડી દીધી છે. તો આવો જાણીએ કોણ કોણ શા માટે નથી લડતું ?

અરૃણ જેટલ

 ભારત સરકારના નાણામ્ંત્રી અરૃણ જેટલી આ વખતનો ચૂંટણી જંગ લડતા નથી.ર૦૧૪માં તેમણે અમૃતસરની બેઠક ઉપર લોકસભાની ચૂંટણી લડી હતી. આ વખતે તેમનો પરાજય થયો હતો. જો કે ત્યાર બાદ તેમને રાજયસભાના સભ્ય બનાવવામાં આવ્યા હતા.

સુષ્મા સ્વરાજ

Sushma Swaraj

 હાલના મધ્યપ્રદેશની વિદિશા બેઠકના સંસદસભ્ય સુષ્મા સ્વરાજ ભારતના વિદેશ મંત્રી છે. તેમણે આ વખતની લોકસભાની ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે, એટલે આ વખતે વિદિશા બેઠકની બેઠક ઉપર રમાકાંત ભાર્ગવને ઉતારવામાં આવ્યા છે.

નિર્મલા સીતારામન

NIRMALA-SITHARAMAN

 ભારતના પહેલા રક્ષામંત્રી નિર્મલા સીતારામન અગાઉ નાણા મંત્રાલયમાં રાજયમંત્રી તરીકે કામ કરતા હતા.તેઓ કર્ણાટકમાંથી રાજયસભાના સભ્ય છે અને તેમનો કાર્યકાળનો સમય હજુ ઘણો બાકી છે. એટલે નિર્મલા સીતારામન લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યા નથી.

પિયુષ ગોયલ

ભારત સરકારના રેલવે મંત્રી પિયુષ ગોયલ ૩ જુન ર૦૧૬ના રોજ મહારાષ્ટમાંથી રાજયસભાના સભ્ય બન્યા છે.તેઓ ભારતીય સ્ટેટ બેંક અને બેંક ઓફ બરોડાના સરકાર નિયુકત સભ્ય રહયા છે.આ ઉપરાંત તેમની પાસે કોલસા મંત્રાલયનો કાર્યભાર પણ છે.તેમણે પોતાના કાર્યકાળનો હજુ અડધો જ સમય પસાર કર્યો છે એટલે તેમને લોકસભાની ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા નથી.

પ્રકાશ જાવડેકર

પ્રકાશ જાવડેકર વિદયાર્થી જીવનથી જ ભાજપ સાથે જોડાઇ ચુકયા છે.હાલમાં તેઓ મહારાષ્ટના રાજયસભાના સભ્ય છે.મોદી સરકારમાં તેમને માનવ સંશાધન અને વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી.અગાઉ આ મંત્રાલય સ્મૃતિ ઇરાની પાસે હતું.

ઉમા ભારતી

Uma Bharti gandhi family

મોદી સરકારના જળ સંપત્તિ, નદી વિકાસ અને ગંગા સફાઇ મંત્રી ઉમા ભારતી હાલમાં ઝાંસી બેઠકના સભ્ય છે.આ પહેલા તેઓ ઉત્તરપ્રદેશની ચરખારી વિસ્તારના ધારાસભ્ય હતા.લોકસભાની ચૂંટણી ન લડવાનો તેમણે નિર્ણય કર્યો હતો.ઉમા ભારતીએ ચૂંટણી લડવાની ના પાડતા આ બેઠક ઉપરથી ભાજપે ઉદયોગપતિ અનુરાગ શર્માને મેદાનમાં ઉતાર્યા છે.અનુરાગ શર્મા આયુર્વેદિક દવાઓ બનાવતી કંપની બૈદૃયનાથ આયુર્વેદના સંચાલક છે.

રામ વિલાસ પાસવાન

 બિહારની હાજીપુર બેઠકના લોકસભા સદસ્ય રામ વિલાસ પાસવાન પણ લોકસભાની ચૂંટણી લડી રહયા નથી. તેમની આ બેઠક ઉપર તેમના ભાઇ પશુપતિ પારસ ચૂંટણી લડી રહયા છે. જો કે તેમના પુત્ર ચિરાગ પાસવાન જમુઇની બેઠક ઉપરથી ચૂંટણી મેદાનમાં છે.

ચૌધરી વીરેન્દૃસિંહ

 મોદી સરકારના સ્ટીલમંત્રી ચૌધરી વીરેન્દૃસિંહ હરિયાણાથી રાજયસભાના સભ્ય છે.આ અગાઉ તે ગ્રામિણ વિકાસ, પંચાયતી રાજ અને પાણી મંત્રી રહી ચુકયા છે. આ વખતે વીરેન્દૃસિંહ પોતે ચૂંટણી લડતા નથી પણ તેમની જગ્યાએ તેમના પુત્રને ચૂંટણી લડાવી રહયા છે.

ધર્મેન્દૃ પ્રધાન

પેટોલીયમ મંત્રી ધર્મેન્દૃ પ્રધાન મધ્યપ્રદેશથી રાજયસભાના સભ્ય છે. તે માર્ચ ર૦૧૮માં જ સદસ્ય બન્યા છે એટલે તેમના કાર્યકાળ માટે લાંબો સમય હજુ બાકી હોવાથી તેઓ ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા નથી.

Read Also

Related posts

196 કિલોના ગોરિલ્લો બિમાર થતાં કરાયો કોરોના ટેસ્ટ, રિપોર્ટ જોઈ ડોક્ટર્સ પણ માથુ ખંજવાળવા લાગ્યા

Pravin Makwana

જ્યોતિરાદિત્ય સિંધિયાનું ડહાપણ, કોંગ્રેસમાં યોગ્યતાને કોઈ જ સ્થાન નથી !

Pravin Makwana

સરકારે મકાન તોડી પાડ્યું તો માથાફરેલ માલિકે મચાવી તબાહી, બસ અથડાવી 21ને મોતને ઘાટ ઉતાર્યા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!