GSTV

કર્ણાટક સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, પાટલી બદલુ નેતાઓએ લીધા શપથ

કર્ણાટકમાં યેદીયુરપ્પા સરકારના પ્રધાન મંડળનું વિસ્તરણ કરાયું હતું અને આજે ગુરૂવારે સવારે દસ પ્રધાનોએ હોદ્દાના શપથ લીધા હતા. જો કે આજના વિસ્તરણમાં સી પી યોગેશ્વરનો સમાવેશ થયો નહોતો. ખુદ યેદીયુરપ્પાએ ભાજપના મોવડી મંડળને યોગેશ્વરના નામની ભલામણ કરી હતી. આજે જેમને પ્રધાનપદ અપાયાં છે, તેમાં મોટા ભાગના પાટલી બદલુઓ છે.

આ નેતાઓ જેડીયુ અને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવ્યા હતા. છેલ્લા ઘણા દિવસથી કર્ણાટક પ્રધાન મંડળના વિસ્તરણની વાતો સંભળાતી હતી, પરંતુ એક યા બીજા કારણે એ વાતનો અમલ થતો નહોતો. મુખ્ય પ્રધાન બી એસ યેદીયુરપ્પાએ કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ જોડે આ મુદ્દે વિગતવાર ચર્ચા પણ કરી હતી.

એ સમયે એેવી જાહેરાત કરવામાં આવી હતી કે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમની દાવોસમાં યોજાએલી બેઠકમાં હાજરી આપીને યેદીયુરપ્પા પાછાં ફરે ત્યારે કેબિનેટનું વિસ્તરણ કરાશે. વાસ્તવમાં દાવોસ જતાં પહેલાં યેદીયુરપ્પાએ વિસ્તરણની જાહેરાત કરી દીધી હતી. ત્યારથી પ્રધાનપદના વાંચ્છુકોએ પોતપોતાનું લોબિંગ શરૂ કરી દીધું હતું.

READ ALSO

Related posts

પશ્ચિમ બંગાળ : BJP પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષના TMC પર પ્રહાર – ‘મમતા બેનર્જી હાર ભાળી ગયા છે’

Mansi Patel

હવે આ જ બાકી હતું / 55 લાખ રૂપિયામાં વધારી શકાશે એક ઈંચ હાઈટ, નીચી હાઈટ હોય અને રૂપિયા હોય તો તમામ છે દુનિયામાં શક્ય

Ankita Trada

વડોદરા/ બુલેટ ટ્રેન માટે જમીન માલિકોને યોગ્ય વળતર આપવા માટે રજૂઆત, જગ્યાની ફાળવણી કે કિંમતની નથી કરતા સ્પષ્ટતા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!