GSTV
Gujarat Government Advertisement

કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતની દીકરીનું હાર્ટએટેકથી થયું મોત, કોરોનાની ચાલી રહી હતી સારવાર

Last Updated on May 3, 2021 by Harshad Patel

દેશમાં કોરોનાનો કહેર દરેક રાજ્યોમાં જોવા મળી રહ્યો છે. સોમવારે કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતની દીકરીનું પણ હાર્ટએટેકને કારણે મોત થયું છે. થાવરચંદ ગેહલોતની દીકરીની ઉંમર 43 વર્ષની હતી. તે કોરોના પોઝીટીવ થઈ હતી. પરંતુ તેનો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન જ તેની દીકરીનું હાર્ટએટકઆવી જતાં મોત થયું છે.

છેલ્લા 15 દિવસથી ઈંદોરની મેદાંતા હોસ્પિટલમાં યોગિતાની સારવાર

છેલ્લા 15 દિવસથી ઈંદોરની મેદાંતા હોસ્પિટલમાં યોગિતાની સારવાર ચાલી રહી હતી. પરંતુ સોમવારે તેણે છેલ્લાશ્વાસ લીધા. જણાવી દઈએ કે થાવરચંદ ગેહલોત ભારત સરકારમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી છે. ગત દિવસોમાં દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈનના પિતાનું પણ કોરોનાને કારણે અવસાન થયું હતું. બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલકુમાર મોદીના ભાઈનું પણ ગત દિવસોમાં નિધન થયું છે. દેશમાં કોરોનાનો કહેર મોટા પ્રમાણમાં છે.

24 કલાકમાં દેશમાં કોરોનાના 3 લાખ 70 હજાર 88 નવા કેસ સામે આવ્યાં

દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાના 3 લાખ 70 હજાર 88 નવા કેસ સામે આવ્યાં છે જ્યારે કે 3 હજાર 375 લોકો મોતને ભેટ્યાં છે. શનિવારે કુલ 3.92 લાખ કેસ સામે આવ્યાં હતાં. જ્યારે કે મોતનો આંક 3 હજાર 700ની નજીક પહોંચ્યો હતો. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના નવા 56 હજાર 647 કેસ સામે આવ્યાં છે જ્યારે કે 669 દર્દીઓના મોત થયાં છે.

corona in india

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 47 લાખ 22 હજાર 401 થઇ ગઇ છે જ્યારે કે મૃતકોની સંખ્યા 70 હજાર 284 થઇ છે. બીજી તરફ રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા 20 હજાર 394 કેસ સામે આવ્યાં છે જ્યારે 407 લોકોના મોત થયા છે. દિલ્હીમાં સંક્રમણ દર ઘટીને 28.33 ટકા થઇ ગયો છે. દિલ્હીમાં સતત બીજા દિવસે 400થી વધુ લોકોના મોત નિપજ્યાં છે. છેલ્લાં એક સપ્તાહમાં કોરોના વાયરસે દેશ પર કાળો કહેર વરસાવ્યો છે. છેલ્લાં એક સપ્તાહમાં દેશમાં કોરોનાના કુલ 26 લાખથી વધુ કેસ નોંધાયા છે. આ દરમ્યાન કુલ 23 હજાર 800 લોકોના મોત નિપજ્યાં છે.

દિલ્હીમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક 20 હજારથી વધુ નવા દર્દી સામે આવી રહ્યા છે, જ્યારે 300થી વધુ કોરોના દર્દીઓના મોત થઇ રહ્યા છે. આ વચ્ચે દિલ્હીની કેજરીવાલ સરકારે સેનાની મદદ માંગી છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ રવિવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને પત્ર લખી સેનાની મદદ માગી છે.

અને દવાઓની તંગીને લઇને કરેલી અરજી પર સુનાવણી કરી જેમાં કોર્ટે દિલ્હી સરકારને જોરદાર લપડાક પડી હતી. કોર્ટે રાજ્ય સરકારને દિલ્હીમાં વધુ મૂળભૂત માળખાની સ્થઆપના કરવા માટે સશસ્ત્ર દળાની મદદ લેવા કહ્યું હતુ. તે બાદ દિલ્હી સરકારે સેનાની મદદ માગી છે.

દિલ્હીને 454 મેટ્રિક ટન ઓક્સિજન મળ્યો

હાઈકોર્ટના ઠપકા બાદ દિલ્હીમાં કુલ 454 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાય કરવામાં આવ્યો છે. આ સપ્લાય એક દિવસમાં સૌથી વધુ છે. દિલ્હી સરકારનું કહેવું છે કે તેઓને હજી પણ જરૂરિયાત પ્રમાણે ઓક્સિજન મળી રહ્યો નથી. આને કારણે રવિવારે દિવસભર દિલ્હીની હોસ્પિટલોમાં કટોકટીની સ્થિતિ ઉભી થઇ હતી.

2 દિવસની અંદર દિલ્હીની ઓક્સિજનની તંગી દૂર કરવામાં આવે– સુપ્રીમ કોર્ટ

દિલ્હી સહિત દેશના અનેક ક્ષેત્રમાં ઓક્સિજનની ભારે તંગીની વાત સામે આવી રહી છે જેને લઈ સુપ્રીમ કોર્ટ એક્શનમાં આવી ગઈ છે. સુપ્રીમ કોર્ટે આ મામલે જાતે જ સંજ્ઞાન લઈને કેન્દ્રને નિર્દેશ આપ્યો છે કે, તે દિલ્હીને પડી રહેલી ઓક્સિજન તંગીની સમસ્યા 2 દિવસમાં ઉકેલી દે. 

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભારતમાં રસીના બંને ડોઝ વચ્ચેનું અંતર વધાર્યું તો બ્રિટને ઘટાડ્યું, હવે આટલા અઠવાડિયા પછી લાગશે બીજો ડોઝ

Bansari

દમનકારી નીતિ: હડતાળ પર ઉતરેલા ડોક્ટરોને હાજર થવા કલેક્ટરે નોટિસ આપી, જો હાજર નહીં થયા તો આ એક્ટ હેઠળ કરશે કાર્યવાહી

Pravin Makwana

ઈન્કમ ટેક્સ રીટર્નમાં ધાંધિયા/ આ યુટિલિટી બહાર ન પડતાં વેપારીઓ કંટાળ્યા, સમયસર નહીં ભરાય રિટર્ન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!