GSTV

રૂપાણી સરકારથી કેબિનેટમંત્રી નારાજ : સચિવાલયમાં હાજર પણ કેબિનેટ મીટિંગમાં રહ્યાં ગેરહાજર, મંત્રીએ કહ્યું- હું મારા સમાજના કારણે નેતા

Last Updated on June 23, 2021 by Zainul Ansari

વાવાઝોડાથી માછીમારોને ભારે નુકશાન થયું છે. સરકારી પેકેજથી માછીમારો નાખુશ છે. જેથી વધુ મદદ માટે રાજયકક્ષાના મત્સ્ય ઉધોગ મંત્રી સમક્ષ રજૂઆતો થઇ છે. જેમાં મત્સ્ય ઉધોગ મંત્રી પુરષોતમ સોલંકીએ સરકાર સમક્ષ નારાજગી દર્શાવી છે અને તેઓ ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં પણ ગેરહાજર રહ્યા છે.

નાદુરસ્ત તબિયત હોવાનું માત્ર બહાનું હોય શકે છે બાકી માછીમારોની તકલીફથી નારાજ પુરુષોતમ સોલંકી આ પહેલા 3 વખત કેબિનેટની બેઠકમાં હાજરી આપી ચૂક્યા છે. મંગળવારે જ પુરુષોતમ સોલંકી સચિવાલયમાં જ રહેલા કાર્યાલયમાં હાજર રહીને પ્રજાલક્ષી કામો કરી રહ્યા હતા. તેમને મળવા માટે ખારવા સમાજ, મુસ્લિમ સમાજ અને કોળી સમાજના આગેવાનો પણ આવ્યા હતા.

માછીમારોને થયેલા નુકસાન સામે સરકારી સહાય ઓછી હોવાથી સીએમે પત્ર લખીને તેઓએ રજૂઆત કરી હતી અને ફરી વખત દરિયાપટ્ટી પર સર્વે કરી ને વાવાઝોડામાં માછીમારોને નુકશાન થયું છે તેની સમીક્ષા કરવામાં આવે તેવી માંગ કરી હતી. જો કે સીએમે કોઇ હકારાત્મક જવાબ નહીં આપતા પુરૂષોત્તમ સોલંકી નારાજ થયા છે.

પુરષોતમ સોલંકી સરકાર સમક્ષ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કોળી સમાજ હંમેશા ભોળો છે, તેમને કોઈ લાંબી વિચારશ્રેણી હોતી નથી. હું મારા સમાજના કારણે નેતા બન્યો છું. આજે મારો સમાજ દુઃખી છે. જેથી સરકારે મારા સમાજના હિતમાં વિચારીને યોગ્ય નિર્ણય કરવો જોઈએ, ત્યારે પુરુષોત્તમ સોલંકીની આ નારાજગી શું સરકારને આગળ જતા નડી શકે છે. આ સવાલ ચોક્કસપણે ઉઠે છે કેમકે ગાંધીનગરમાં હાજર હોવા છતા પુરુષોતમ સોલંકી કેબિનેટની બેઠકમાં ગેરહાજર રહ્યા છે જે દર્શાવે છે કે માછીમાર સમાજની નારાજગી સરકાર માટે પડકાર બની શકે છે.

Read Also

Related posts

BIG BREAKING / કંધાર એરપોર્ટ પર રોકેટ હુમલો, તમામ ફ્લાઇટો તત્કાલિક ધોરણે કરાઇ રદ્દ

Dhruv Brahmbhatt

દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી હર્શલ ગિબ્સે જય શાહ પર લગાવ્યો ધમકાવાનો આરોપ, ભારતમાં નહીં થવા દે એન્ટર

Pravin Makwana

હવે હોસ્પિટલના ધક્કા નહીં ખાવા પડે, ઘરે બેઠાં જ 79 લાખ પરિવારના સભ્યોને આયુષ્યમાન કાર્ડનો લાભ મળશે

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!