રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ તેમના વિસ્તારમાં ડોકટર યોગ્ય રીતે કામગીરી નથી કરી રહ્યા તેવી ફરિયાદ કરતો પત્ર ડે.સીએમને લખ્યો હતો. જો કે નીતિન પટેલે કુંવરજીના પત્ર મામલે જણાવ્યું હતું કે હજુ સુધી કુંવરજીભાઇનો પત્ર મળ્યો નથી. પરંતુ મીડિયાના માધ્યમથી જાણ થતાં તુરત મેં તપાસ ના આદેશ આપીને જે ડોકટર યોગ્ય રીતે કામ નથી કરતા તેની કામગીરીનો રિપોર્ટ મંગાવ્યો હતો. જેમાં ડોકટર સંતોષકારક કામગીરી કરી હોવાનો અહેવાલ રાજ્યના નાયબ મુખ્યમંત્રીને મળ્યો હોવાનો નીતિન પટેલ દાવો કર્યો છે અને આ અહેવાલ તેવો કુંવરજી બાવાળીયાના ધ્યાને મુકશે.

હાલ રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ડોકટરો કોવિડમાં કામગ્રીરી કરી રહ્યા છે તેવામાં કેબિનેટ સિનિયર મત્રી કુંવરજીભાઇ પોતાના વિસ્તારમાં એવા વીછીયા અને જસદણમાં ભંડેરી કરીને ડોકટર યોગ્ય રીતે કામગીરી નથી કરી રહ્યા તેવી ફરિયાદ કરતો પત્ર રાજ્યના નાયબ મુખ્યમંત્રીને લખ્યો હતો. જો કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી પત્ર નહિ મળ્યો હોવાનો દાવો કરતા જણાવ્યું હતું કે કુંવરજીભાઇની ફરિયાદ તેમને મીડિયાના માધ્યથી જાણવા મળી હતી અને ત્યારબાદ મેં ડોક્ટર ભડેરીની કામગીરીની જાણકારી હાંસલ કરવા માટે ઉચ્ચ જીલ્લા તબીબ અધિકારીને ફોન કરીને જાણકારી હાંસલ કરી હતી. પરંતુ અધિકારી ડોકટર ભંડેરી વિશેનો રિપોર્ટ યોગ્ય આપ્યો હતો. તેમ છતાંય મેં સમગ મામલે ન્યાયિક તપાસ કરીને અહેવાલ માગ્યો હતો અને અહેવાલમાં ભંડેરીની યોગ્ય કામગીરીના વખાણ કરવામાં આવ્યા છે અને આ અહેવાલની કોપી કુવરજી બાળવિયાને મોલવામાં આવશે.

નોંધનિય છેકે નીતિન પટેલ કુવરજી બાળવિયાની નારાજગી દૂર કરવા માટે વધુમાં જણાવ્યું હતું કે કોરોનાના વધુ ટેસ્ટ જસદણ અને વીંછીયા ખાતે કરવામાં આવે અને દર્દી ને વધુ સારી સારવાર મળે તે પ્રકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે આત્યંર સુધી માં જસદણ ખાતે 5 હજાર 400 ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં માત્ર 399 દર્દીઓ પોઝીટીવ આવ્યા છે જ્યારે વીંછીયા માં કુલ 2568 ટેસ્ટકરવામાં આવ્યા છે જેમાંથી કુલ 65 દર્દીઓ પોઝીટીવ જોવા મળ્યા છે અને હાલ પોઝીટીવ તમામ દર્દીઓ ની યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે તદ ઉપરાંત વીંછીયા અને જસદણ ખાતે વધુ ટેસ્ટ થાય તે માટે 35 સ્થળો પર ટેસ્ટીગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને જો કોઈ કોરોના દર્દી ની વધું તબિયત ખરાબ હોય અને તેને વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવો પડે તો તેના માટે પણ વધુ એક નવી એમ્બ્યુલન્સ ફાળવામાં આવી છે. આ એમ્બ્યુલન્સમાં માત્ર કોવિડના દર્દીઓ ને રાજકોટ ખાતે વધુ સરવાર માત્ર રિફર કરવા ઉપયોગી બનશે.
READ ALSO
- આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં
- વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો
- મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો
- મોદી સરકારની અણઆવડતના કારણે ફરી એક વાર મજૂરો થયા પરેશાન, જોબ્સની જગ્યાએ ખાલી જુમલા આપે છે !
- બનાસકાંઠા: અસામાજિક તત્વોનો ત્રાસ, ભાગળ ગામે ફાયરિંગની ઘટના બાદ ચાર લોકોની કરી ધરપકડ
