GSTV
Gujarat Government Advertisement

ખેડૂતો અાનંદો : સરકાર ખેડૂતો પર અાજે થશે મહેરબાન, લેવાયા છે મહત્વનાં નિર્ણયો

Last Updated on July 4, 2018 by Karan

લોકસભાની ચૂંટણી માટે હવે એક વર્ષથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર ખેડૂતોને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. સરકાર મોટાભાગના ખરીફ પાકનું ન્યુનત્તમ સમર્થન મૂલ્ય વધારી શકે છે.  સંભાવના છે કે ખરીફ પાક માટે 200થી 400 રૂ. સમર્થન મૂલ્ય વધી જશે. મોદી સરકારે બજેટમાં ખેડૂતોને ખેતીખર્ચના દોઢ ગણા ભાવ આપવાનું વચન આપ્યુ હતુ. હાલ દેશના મોટાભાગના વિસ્તારોમાં વાવણીનુ કામ ચાલુ છે. સરકાર અાજે ટેકાના ભાવ જાહેર કરવાની છે. બજેટમાં અા અંગે મોદીઅે વાયદો અાપ્યો હતો.

હવે અે નિભાવવાનો સમય છે. અાગામી સમયમાં લોકસભા અને વિઘાનસભાની ચૂંટણી હોવાથી મોદી સરકાર પાસે પણ અા છેલ્લો અોપ્શન છે. હાલમાં ખેડૂતોને ટેકાના ભાવ મળી રહ્યા નથી. દેશમાં સરકારી ગોડાઉનો ભરાયેલા છે. જેને પગલે મોદી સરકાર ટેકાના ભાવમાં વધારો કરશે પણ ખરીદી અે ચેલેન્જ બની રહેશે. સરકાર અાજની કેબિનેટ બેઠક બાદ જાહેર થનારા ટેકાના ભાવમાં કયા પાકને મહત્તવ અાપે છે અે પણ અગત્યનું છે. સરકાર પોતાનું વચન પાળે અે જરૂરી છે. મોદીઅે ગત સપ્તાહે જ ખેડૂતોને ખેતીખર્ચના દોઢ ગણા ટેકાના ભાવ અપાશે તેમ જણાવ્યું હોવાથી ખેડૂતો પર સરકાર મહેરબાન બને તેવી પૂરી સંભાવના છે.

ટેકાના ભાવ રજૂ કરવામાં સરકારને પરસેવો છૂટ્યો

દેશમાં માત્ર 9 રાજ્યોમાં ટેકાના ભાવે ખરીદીનો લાભ મળે છે. જેમાં પંજાબ અને હરિયાણાઅે સૌથી મહત્તમ લાભ મેળવે છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો નંબર અાવે છે. ગુજરાતમાં ટેકાના ભાવે ખરીદી નહિવત થાય છે. મોદી સરકાર પાસે પણ ખેડૂતોને રિઝવવા સિવાય વિક્લપ નથી. અા છેલ્લો તબક્કો હોવાથી ખેડૂતો પર મોદી સરકાર ટેકાના નામે રીઝી શકે છે. કઠોળ અને તેલીબિયાં પાકોની સરકાર ટેકાના ભાવે નવી સિઝનમાં ખરીદી કરે તો પણ ઘણું છે.  દેશમાં ટેકાના ભાવ જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર થતા હોય છે. અા વર્ષે ટેકાના ભાવ રજૂ કરવામાં સરકારને પરસેવો છૂટ્યો છે. હવે ખેડૂતો પણ અે રાહ જોઈ રહ્યાં છે કે, સરકાર કયા પાકના ટેકાના ભાવમાં વધારો કરે છે. મોદી સરકાર પણ ટેકાના ભાવમાં વદારો કરવાના નિર્ણયનો જોરશોરથી પ્રચાર કરે તેવી સંભાવના છે.

  • દેશમાં ટેકાના ભાવ જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર થતા હોય છે
  • પંજાબ અને હરિયાણાઅે સૌથી મહત્તમ લાભ મેળવે છે
  • ગુજરાતમાં ટેકાના ભાવે ખરીદી નહિવત થાય છે

ખેડૂતોને એ અંદાજ મળી જશે કે તેમણે કયો પાક વાવવાનો

સમર્થન મૂલ્ય જાહેર થવાથી ખેડૂતોને એ અંદાજ મળી જશે કે તેમણે કયો પાક વાવવાનો છે ? સરકાર ખેડૂતોને લાભકારી ન્યુનત્તમ સમર્થન મૂલ્ય અપાવવા માટે રૂપિયા 15 હજાર કરોડનો ખર્ચ કરી શકે છે.  આ નિર્ણયનું એલાન આજે યોજાનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કરવામાં આવી શકે છે. સરકાર એમએસપી વધારવા અને ખેડૂતોને ખેતીની પડતરનુ દોઢગણું વળતર આપવા માગે છે. આ પહેલાં યુપીએ સરકારે ચૂંટણી પહેલા ખેડૂતોને ફાયદો કરાવ્યો હતો. અને હવે મોદી સરકાર પણ 2019ની ચૂંટણી પહેલા ખેડૂતોને લાભ આપવાનું વિચારી રહી છે.

Gujarat Government Advertisement

Related posts

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Zainul Ansari

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!