GSTV

બુધવારે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં મળશે કેબીનેટની બેઠક, આ મુદ્દાઓ પર રહેશે સૌની નજર

આવતીકાલે સીએમની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક મળવા જઇ રહી છે. આ બેઠકમાં ઘણા જ મહત્વના મુદ્દે ચર્ચા કરવામા આવી શકે છે. જેમાં ખાસ કરીને સ્કુલ ફીના મુદ્દે સરકાર તેનો અંતિમ ફેંસલો જણાવશે. તો આ ઉપરાંત અનલોક મુદે ચર્ચા, ખેડૂતોના ઉભા પાક મુદે ચર્ચા, મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ચર્ચા, કોરોનાની વકરતી પરિસ્થિતિ તેમજ પેટા ચૂંટણીને લઈને ચર્ચા કરવામા આવશે.

છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના વધુ 1,381 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાનો કેર યથાવત છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના વધુ 1,381 કેસ નોંધાયા છે. જ્યારે 11 દર્દીઓના મોત થયા છે. સુરતમાં ચાર દર્દીના જ્યારે અમદાવાદમાં ત્રણ દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આ સાથે કોરોનાથી રાજ્યમાં મૃત્યુઆંક 3442 પર પહોંચ્યો છે.. અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસ ફરી વધી રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં 195 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 311 કેસ નોંધાયા છે. તો રાજકોટમાં 148, વડોદરામાં 129, જામનગરમાં 91 નવા કેસ નોંધાયા છે. તો બીજી બાજુ કુલ 1,383 દર્દીઓ સાજા થયા. આ સાથે આજદિન સુધીમાં કુલ 1 લાખ 15 હજાર 859 દર્દીઓ સાજા થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 61 હજાર 316 ટેસ્ટ કરવામા આવ્યા છે.

READ ALSO

Related posts

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva

KBC: 1 કરોડના સવાલનો જવાબ ન આપી શકી આ સ્પર્ધક, શું તમે જાણો છે સાચો જવાબ ?

Nilesh Jethva

દિલ્હીમાં 5000થી વધુ કોરોના કેસ નોંધાતા સરકારે બદલ્યો ટેસ્ટિંગ માટેનો એક્શન પ્લાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!