GSTV

સરકારે લીધો મોટો નિર્ણય: હવે ખેડૂતોને મળશે વધારે કિંમત, આ પાક માટે વધારી 375 રૂપિયા MSP

નારિયેળની ખેતી કરતા ખેડૂતો માટે મોદી સરકારે મોટી ભેટ આપી છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં સરકારે ખેડૂતોને સુકા નારિયેળ અને ગોળ નારિયેળની MSP વધારવાનો નિર્ણય કર્યો છે. કેબિનેટમાં સુકા નારિયેળની MSP 375 રૂપિયા પ્રતિ ક્વિન્ટિલ અને ગોળ નારિયેળની MSP 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારવાનો નિર્ણય કર્યો છે.

નારિયેળની નવી MSP થી વધશે ખેડૂતોની આવક

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતમાં મળેલી આજની કેબિનેટ બેઠકમાં નારિયેળની એમએસપી પર મોહર લગાવી છે. ફેયર એવરેઝ ક્વાલિટીવાળા સુકા નારિયેળની MSP વધારીને 10335 રૂપિયા પ્રિત ક્વિન્ટલ થયા છે, જેની પડતર કિંમત 6805 રૂપિયા છે. 2020 સીઝન માટે તેની MSP 9960 રૂપિયા પ્રતિ ક્વિંટલ હતી, જ્યારે બૉલ નારિયેળ માટે MSP વધારીને 10,600 રૂપિયા કરી દીધા છે. જે ગત વર્ષે 10,300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતાં.

ઉત્પાદન ખર્ચથી 52 ટકા વધારે MSP

કેબિનેટના નિર્ણયની જાણકારી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યુ હતું કે, સુકા નારિયેળની MSP અને તેના ઉત્પાદનો ખર્ચ કરતા 52 ટકા વધારે છે. જ્યારે બૉલ નારિયેળની MSP તેના ઉત્પાદન ખર્ચથી 55 ટકા વધારે છે. 2021 સીઝન માટે નારિયેળની એમએસપી તેના પર સિદ્ધાંત પર છે. જેમાં નક્કી કરવામાં આવ્યુ છે કે, MSPનું સ્તર સરેરાશ ઉત્પાદનથી ઓછામાં ઓછુ દોઢ ગણુ હોવું જોઈએ. આ સ્તરને સરકારે બજેટ 2018-19માં નક્કી કર્યુ છે.

સરકારી એજન્સીઓ ખરીદી લેશે…

પ્રકાશ જાવડેકરે કહ્યુ હતું કે, બજાર કિંમતો મોટા ભાગે MSPથી વધારે હોય છે. પણ હજૂ જો કિમતોમાં સપોર્ટ પ્રાઈસથી નીચે આવે છે તો, સરકારી એજન્સીઓ ખેડૂતોના હિતની રક્ષા માટે તેમના પ્રોડક્ટ્સને ખરીદી લેશે. National Agricultural Cooperative Marketing Federation (NAFED) અને National Cooperative Consumer Federation (NCCF) બંને કેન્દ્રીય નોડલ એજન્સી છે. જે નારિયેળ ઉગાડતા રાજ્યોમાં પ્રાઈસ સપોર્ટને જોવે છે. ભારત નંબર વન છે. જેનું ઉત્પાદન 12 તટીય રાજ્યોમાં ખાસ કરીને થાય છે.

READ ALSO

Related posts

સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ

Pravin Makwana

કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો

Pravin Makwana

ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!