GSTV

મોદી કેબિનેટ/ હેલ્થ ઈમરજન્સી માટે 23 હજાર કરોડનું પેકેજ જાહેર, ત્રીજી લહેરને રોકવા દેશના તમામ જિલ્લાઓ માટે લેવાયો આ સૌથી મોટો નિર્ણય

Last Updated on July 8, 2021 by Karan

મોદી કેબિનેટના વિસ્તરણ પછી આજ રોજ પ્રથમ બેઠક મળી હતી. જેમા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. નવા નિમાયેલા આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભવિષ્યમાં મહામારીનો સામનો કરવા માટે 23,123 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે. ઉપરાંત દેશના તમામ 736 જિલ્લાઓમાં પીડિયાટ્રિક કેર યૂનિટ બનાવવામાં આવશે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે દરેક રાજ્યમાં 10 હજાર લિટર ઓક્સિજન સ્ટોરેજની વ્યવસ્થા કરવામાં આવશે.

736 જિલ્લાઓમાં પીડિયાટ્રિક કેર યૂનિટ ખોલવામાં આવશે, ઉપરાંત કોવિડ રિલીફ ફંડમાંથી નવા 20 હજાર ICU બેડ બનાવવામાં આવશે એમ આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું.

કેન્દ્રીય આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે સેન્ટ્રલાઈઝ સિસ્ટમને આધારે કોવિડનું મોનિટરીંગ કરાશે. આગામી 9 મહિના માટે હેસ્થ કેરના તમામ સ્ટુડન્ટ આ જ કામ કરશે. 736 જિલ્લાઓમાં આઈસીયું બનાવવામાં આવશે. જેમાં 20 હજાર બેડ બનાવાશે. જો કોરોનાના કેસોમાં વધારો થશે તો આપણ એક ફિલ્ડ હોસ્પિટલની જરૂર પડશે. આ માટે 5000 બેડ અથવા 2500 બેડની હોસ્પિટલ બનાવી શકાય છે. આગામી 9 મહિનામાં રાજ્યોમાં 10 હજાર લીટર ઓક્સિજનની સ્ટોરેજ સિસ્ટમ બનાવવામાં આવશે. આ સિવાય જિલ્લા ક્ષેત્રમાં એક કરોડ દવાઓ આપવાનો પણ આજે નિર્ણય લેવાયો છે. જેનાથી કોરોનાની ત્રીજી લહેરથી બચી શકાય છે. કોરોના સામે લડાઈ એ રાજ્ય અને કેન્દ્ર સરકારે એક સાથે મળીને લડવી પડશે.

કોરોનાના કારણે હર્ષવર્ધન પાસેથી આરોગ્ય મંત્રાલય છીનવાયું

કોરોનામાં સરકારની આબરૂના ધજાગરા થતાં હર્ષવર્ધને આ મંત્રાલયથી હાથ ધોવા પડ્યા છે. મોદીની વ્યક્તિગત આબરૂ પણ જતાં હેલ્થ મીનિસ્ટરની જવાબદારી મનસુખ માંડવિયાને સોંપાઈ છે. દેશમાં બીજી લહેર સમયથી મનસુખ માંડવિયાએ ઓક્સિજનનો કકળાટ દૂર કરવાની જવાબદારી સંભાળી લીધી હતી. દેશમાં બીજી લહેર ઓછી થવા છતાં હજુ પણ 40 હજાર આસપાસ કોરોનાના કેસો આવી રહ્યાં છે. ત્રીજી લહેરની આશંકા વચ્ચે કોઈ પણ સંજોગોમાં સરકાર નિષ્ફળતાને દૂર કરવા માગે છે. આગામી દિવસોમાં 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી વચ્ચે મોદીએ કેબિનેટનું વિસ્તરણ કરી કોરોનાની નિષ્ફળતાને છૂપાવવાનો પ્રયાસ કર્યો છે. એટલે જ પ્રથમ કેબિનેટની મીટિંગમાં 23 હજાર કરોડનું હેલ્થ પેકેજ જાહેર કર્યું છે. આ સિવાય દેશના તમાં જિલ્લાઓમાં ઓક્સિજન પ્લાન્ટ નાખવાનો મોટો નિર્ણય લીધો છે.

dr harshvardhan

આરોગ્ય સચિવે આઠ રાજ્યોને પત્ર લખી સાવધ રહેવા જણાવ્યું

કોરોનાના નવા કેસોની સંખ્યામાં વધારો થવાના પગલે કેન્દ્ર ફરીથી ચિંતિત થઈ ઉઠયું છે અને તેણે આના પગલે આઠ રાજ્યોને ચેતવણી પણ આપી છે. તેનું કારણ એ છે કે આ રાજ્યોમાં પોઝિટિવિટી રેટ ઊંચો છે. એક જ દિવસમાં કોરોનાના નવા કેસોની સંખ્યા બે મહિના પછી સાજા થયેલા લોકો કરતાં વધી જવાના પગલે ફરીથી ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોને પત્ર લખીને સાવધ રહેવા જણાવ્યું છે. તેની સાથે પત્રમાં કોરોનાના વધતા કેસોને રોકવા માટે કયા-કયા ઉપાયો અજમાવવા તેની સલાહ પણ આપવામાં આવી છે, જેથી તે તેના પર કાબૂ મેળવી શકે છે.

આરોગ્ય સચિવે પોતાના પત્રમાં ઓડિશાના મુખ્ય સચિવને જણાવ્યું છે કે ચિંતાજનક વાત એ છે કે ઓડિશાના ત્રણ જિલ્લામાં પોઝિટિવિટી રેટ દસ ટકાથી પણ વધારે છે. જ્યારે રાજ્યમાં પોઝિટિવિટી રેટ ઓછો થઈ રહ્યો છે અને તે હાલમાં 5.36 ટકા છે.

આમ છતાં ઓડિશાના નુઆપાડા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં પોઝિટિવિટી રેટમાં નોંધપાત્ર ઊછાળો નોંધાયો છે. રાજેશ ભૂષણે તેમના પત્રમાં 28 જુનથી 4 જુલાઈ સુધીના સપ્તાહને લઈને આ વાત લખી હતી. આ ઉપરાંત તેમણે બધા રાજ્યોને રસીકરણની ઝડપ વધારવા કહ્યું છે.

કોરોના

રસી કેન્દ્રોમાં વધારો કરવા સૂચન

હેલ્થ સેક્રેટરીએ જણાવ્યું હતું કે રસીના કેન્દ્રોમાં વધારો કરવો જોઈએ. આ ઉપરાંત કન્ટેન્ટમેન્ટ ઝોનની પાસે જ રસીકરણ કેન્દ્ર સ્થાપવાનું પણ કહેવામાં આવ્યું છે. તેની સાથે 18 વર્ષથી વધુ વયના લોકોના રસીકરણમાં ઝડપ લાવવા કહેવાયું છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે સવારે આવેલા છેલ્લા આંકડામાં સક્રિય કેસોની સંખ્યામાં વધારો થયો છે. આ ઉપરાંત છેલ્લા 55 દિવસમાં પહેલી વખત થયું છે કે જ્યારે એક દિવસમાં કોરોનાના નવા કેસની સંખ્યા રિકવર થયેલા લોકોથી વધારે હોય.

સમગ્ર દેશમાં છ જુલાઈના રોજ 34,706 કેસ મળ્યા હતા, જે છેલ્લા 111 દિવસના સૌથી ઓછા આંકડા હતા. પણ તેના પછી તેમા ફરીથી વૃદ્ધિ જોવા મળી રહી છે. બુધવારે અને ગુરુવારે કોરોનાના નવા કેસની સંખ્યા 40 હજારથી વધારે રહી છે. આટલું જ નહી એક્ટિવ કેસોની સંખ્યામાં પણ વધારો થયો છે. બુધવારે એક્ટિવ કેસ 4.59 લાખ હતા, જે હવે વધીને 4,60,704 થઈ ગયા છે.

એક લાખ કરોડ રૂપિયા ખેડૂતો સુધી પહોંચશે

મોદી કેબિનેટના વિસ્તાર અને ફેરબદલ પછી બેઠકો શરૂ થઈ ગઈ છે. સાંજે પાંચ વાગે બોલાવેલી મોદી સરકારની નવી કેબિનેટ બેઠક પૂર્ણ થઈ ગઈ છે. બેઠક પૂર્ણ થયા પથી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે સરકાર મંડીઓનું સશક્તિકરણ કરવા ઈચ્છે છે. તેમણે જણાવ્યું કે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત એક લાખ કરોડ રૂપિયા માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતો સુધી પહોંચશે.

अनुराग ठाकुर

કેન્દ્રીય કૃષિ મંત્રી તોમરે પ્રેસને સંબોધતા જણાવ્યું કે એપીએમસી માર્કેટયાર્ડ્સને વધુ મજબૂત કરવામાં આવી રહ્યું છે. કૃષિ મંડિયોને વધું સંસાધન આપવામાં આવશે, મંડિઓ ખત્મ નહીં થાય.તોમરે જણાવ્યું કે આપણા દેશમાં એક મોટો ક્ષેત્ર છે, જ્યાં નારિયેળની ખેતી બહોળા પ્રમાણમાં થાય છે.

મોદી કેબિનેટના વિસ્તરણ અને ફેરબદલ બાદ બેઠકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મોદી સરકારના નવા મંત્રીમંડળની બેઠક સાંજે પાંચ વાગ્યાથી ચાલી રહી છે. ગત રોજના વિસ્તરણ બાદ કેબિનેટની આ પહેલી બેઠક છે. માનવામાં આવે છે કે બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે. સાતમા પગારપંચની માર્ગદર્શિકા મુજબ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ડીએ) અને ડીઆરનો લાભ અંગે આજે કેબિનેટની બેઠકમાં નિર્ણય લઇ શકાય છે. ગયા બુધવારે જ મળનારી બેઠકમાં આમ કરવાનું હતું, પરંતુ બેઠક રદ કરવામાં આવી હતી.

નારિયેળનું ઉત્પાદન વધે તે માટે સરકારે નારિયેળ બોર્ડ 1981માં બનાવ્યું હતું. આ બોર્ડમાં સરકાર સંશોધન કરવા જઈ રહી છે કે બોર્ડ અધ્યક્ષ કિસાન પુષ્ઠભૂમિથી હોય અને તે જમીનની હાલતને સારી રીતે સમજી શકે. આ સિવાય એગ્ઝીક્યૂટીવ પાવર માટે એક CEPOની નિમણૂંક કરવામાં આવશે. બોર્ડમાં બે રીતના સદસ્યો હશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કોવિડ મહામારીને કારણે ગયા વર્ષે DA, DR કેબિનેટની બેઠકમાં શપથ લેનારા કેબિનેટ મંત્રીઓ પણ હાજર રહ્યા છે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાઈ રહી છે. આ સિવાય સાંજે 7 વાગ્યે મંત્રીઓની પરિષદની બેઠક પણ બોલાવવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહના બીજા જ દિવસે આ બંને બેઠક એક પછી એક યોજાઇ રહી છે.

મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું મંત્રીમંડળ વિસ્તરણ બુધવારે સાંજે થયું હતું. કુલ 36 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે અનુરાગ ઠાકુર, કિરણ રિજિજુ સહિતના સાત પૂર્વ રાજ્ય પ્રધાનોને કેબિનેટ સ્તરે પ્રમોશન આપવામાં આવ્યું છે

રાષ્ટ્રપતિ ભવનના હોલમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારંભમાં કુલ 43 નેતાઓએ રાજ્ય મંત્રી અને કેબિનેટ મંત્રી પદની શપથ લીધી. કેબિનેટ મંત્રી બનનારામાં ગત વર્ષે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં સામેલ થનાર જ્યોતિરાદિત્ય સિંધિયા, એલજેપીના પશુપતિ પારસ, અનુરાગ ઠાકુર, હરદીપ પુરી સહિત 15 નેતા સામેલ છે. ઉપરાંત અનુપ્રીયા પટેલ, મીનાક્ષી લેખી સહિત 28 નેતાઓને રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છ

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ક્વાડ પર અકળાયું ચીન, કહ્યું: સમયની વિરુદ્ધમાં છે આવા સમૂહોનું ગઠન, તેમને નહિ મળે સમર્થન

Pritesh Mehta

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટ બાયડેન સાથે પીએમ મોદીની મુલાકાત, ભારત-US માટે આ દશક મહત્વનું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!