દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેએ નવી સરકારમાં શપથ લીધાને સવા મહીને વિતી ગયો છે તેમ છતાં હજુ મંત્રીમંડળની રચના કરવામાં આવી નથી. દેવેન્દ્ર ફડણવીસ ગઈકાલે ભાવિ મંત્રીઓનું લિસ્ટ લઈને દિલ્હી ગયા ત્યારે લાગતુ હતું કે હવે મંત્રીમંડળની રચના થઈ જશે, પરંતુ હજુ પણ વિલંબ જારી છે.

મંત્રીમંડળની રચનાને લઈને ભાજપનું ટોચનું નેતૃત્વ ગડમથલમાં છે અને હજુ સુધી કોઈ નિર્ણય પર પહોંચી શક્યું નથી. મહારાષ્ટ્ર સરકારનો મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખવામાં આવી છે, જ્યાં સુધી કેસનો ચૂકાદો ન આવે ત્યાં સુધી ભાજપના ટોચના નેતૃત્વએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે. તો કેટલાક રાષ્ટ્રીય સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે મંત્રીઓના નામને લઈને એકનાથ શિંદે તથા ફડણવીસ વચ્ચે સહમતી સધાય રહી નથી.
Read Also
- આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાની અસફળતાના કારણે લીધો આ મોટો નિર્ણય, ફિલ્મે 5 દિવસમાં માત્ર 48 કરોડની કરી કમાણી
- મેગા ઓપરેશન/ ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, રાજ્યમાંથી ઝડપાયું રૂ.2151 કરોડનું ડ્રગ્સ
- Video: પોલીસે YouTuber બોબી કટારિયા વિરુદ્ધ નોંધી FIR, ફ્લાઈટમાં સિગારેટ પીતો વીડિયો થયો વાયરલ
- તહેવાર ટાણે મેઘ વર્ષા/ સૌરાષ્ટ્રમાં શ્રાવણે શ્રીકાર : બે દિવસમાં 1થી 5 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક ડેમ છલકાયા
- ડર્ટી પિક્ચરના બીજા ભાગ માટે આ એક્ટ્રેસને લીડ રોલ માટે કરાઈ ઓફર, જાણો કોના જીવન આધારિત હશે આ ફિલ્મ