GSTV
Home » News » મહારાષ્ટ્રની ચૂંટણી પહેલા કેબિનેટનું વિસ્તરણ, CM ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુલાકાત

મહારાષ્ટ્રની ચૂંટણી પહેલા કેબિનેટનું વિસ્તરણ, CM ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુલાકાત

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની ગઠબંધન સરકાર શાસનમાં છે. આ વર્ષનાં અંતે મહારાષ્ટ્રમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ થવાની છે. ચૂંટણી પહેલા જ સોગઠા ગોઠવવાનાં ભાજપે પુરતા પ્રયાસો કરી રહિ છે. જેનાં ભાગરૂપે આવતીકાલે મહારાષ્ટ્રમાં મંત્રી મંડળનું વિસ્તરણ થશે.

ચૂંટણી પહેલાનાં આ વિસ્તરણાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટનો વ્યાપ વધારવામાં આવશે. તેમજ ચૂંટણી પહેલાની રાજરમત જીતવાનો ભાજપ નેતૃત્વ પ્રયાસ કરશે. એનડીએ ગઠબંધનનાં સાથી અને આરપીઆઇનાં વરિષ્ઠ નેતા અવિનાશ મહાતેકર મંત્રીપદનાં શપથ ગ્રહણ કરશે. આ પહેલા ગઇ કાલે જ સીએમ દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાં સુપ્રિમો ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી.

શિવસેનાં વડા અને મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે પ્રસ્તાવિત મંત્રીમંડળનાં વિસ્તરણ મામલે ચર્ચા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે સીએમ ફડણવીસ અને નાણા મંત્રી સુધીર મુંગટીવારે થોડા દિવસ પહેલા જ કેબિનેટ વિસ્તરણનાં સંકેત આપ્યા હતાં.

આ મામલે સીએમ ફડણવીસે ટ્વિટ કરતા જણાંવ્યું કે, મેં શિવસેવાં અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે તેમનાં નિવાસ સ્થાન માતોશ્રી ખાતે મંત્રીમંડળ વિસ્તરણ મામલે ચર્ચા કરી હતી.

READ ALSO

Related posts

ઈમરાન ખાનને પરેશ રાવલનો ‘બાબુ રાવ’ સ્ટાઈલ જવાબ, આખુ વર્ષ ‘મોદી મોદી’ ભણ્યા અને પરિક્ષામાં અમિત શાહ પૂછાઈ ગયું

Bansari

રઘવાયા પાકિસ્તાને ભારતીય ચોકીને નિશાન બનાવતા, લાન્સ નાયક સંદીપ થાપા શહીદ થયા

Dharika Jansari

કેવડિયા કોલોનીમાં પ્રવાસીઓની મઝામાં વધારો, મુખ્યપ્રધાને એ વસ્તુનું ઉદ્ધાટન કર્યું જે દુનિયાભરમાં લોકપ્રિય છે

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!