GSTV
India News Trending

મહેનતનું ફળ મળ્યું / 0માંથી 4 સીટે પહોંચાડનારા આ પ્રદેશ અધ્યક્ષને મોદીએ આપ્યું ઈનામ, સાંસદ ન હોવા છતાં બનાવી દીધા કેન્દ્ર સરકારમાં મંત્રી

તમિલનાડુ ભાજપના અધ્યક્ષ એલ મુરુગનને બુધવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્રીય મંત્રીપરિષદમાં સામેલ કરાયુ. હકીકતમાં તમિલનાડુમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ બે દાયકા પછી ચાર બેઠક જીતવામાં સફળ રહ્યો. આવી સ્થિતિમાં એલ મુરુગનને બુધવારે આના ઈનામ રૂપે કેન્દ્રીય મંત્રી પરિષદમાં સ્થાન આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે સારા પ્રદર્શનના કારણે મુરુગનને પીએમ મોદીએ તેમના પ્રધાનમંડળમાં સામેલ કર્યા છે. કારણ કે જ્યારે માર્ચ 2020માં મુરુગન ભાજપના તમિલનાડુ યૂનિટના અધ્યક્ષ બન્યા, ત્યારે વિધાનસભાની ચૂંટણીની તૈયારી માટે તેમની પાસે માત્ર એક વર્ષ હતું. તેમ છતાંય તેમનું પ્રદર્શન સારું હતું.

તમિલનાડુમાં દ્રવિડ વિચારધારામાં ઉંડાણપૂર્વક વિશ્વાસના કારણે આગળ આવનારી પાર્ટીનું નેતૃત્વ કરવું મુરુગન માટે કોઈ સરળ કાર્ય નહોતું, પરંતુ તેમણે પોતાના પહેલાના લોકોથી વિપરિત જરૂર પડવા પર ‘સોફ્ટ દ્રવિડ વિચારધારા’ અપનાવવામાં સંકોચ કર્યો નહીં અને આ સાથે તેમણે રાષ્ટ્રવાદ પણ જાળવી રાખ્યો. કેન્દ્રીય પ્રધાન પરિષદમાં મુરુગનના સ્થાન અંગે રાજકીય વિશ્લેષક સુમંત રામેએ જણાવ્યું હતું કે ભાજપના પ્રદેશ પ્રમુખે સખત મહેનત કરી હતી, જેના કારણે પાર્ટીએ રાજ્યની ચાર વિધાનસભા બેઠકો જીતી હતી. જ્યારે મુરુગન ખુદ ચૂંટણીમાં ખૂબ ઓછા મતોના અંતરથી હાર્યા હતા.

દલિત નેતા તરીકે મુરુગન સક્રિય

ભાજપ પ્રકવક્તા નારાયણન તિરુપતિએ જણાવ્યું કે મુરુગન પરિશ્રમી, અત્યંત સક્રિય અને ઊર્જાવાન યુવાન છે. જ્યારે પાર્ટીએ તેમને પ્રદેશ પ્રમુખ બનાવ્યા, તો તેમણે તેને પડકાર તરીકે લીધો. 20 વર્ષ કરતા વધુ સમયથી જમીની કાર્યકર્તા તરીકે કામ કરી રહેલા દલિત નેતા મુરુગન ભાજપમાં સામેલ થતા પહેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હતા. તેમને તેમના સંગઠનાત્મક કુશળતા માટે પણ ઓળખવામાં આવે છે.

આટલા મતના અંતરથી હાર્યા હતા ચૂંટણી

મુરુગન ધારાપુરમ (સુરક્ષિત) વિધાનસભા વિસ્તારમાંથી 1393 મતોના અંતરથી વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા. દ્રમુક સહયોગી તરીકે ભાજપ 2001ની વિધાનસભા ચૂંટણીમાં ચાર બેઠક જીતવામાં સફળ રહ્યો હતો. આ વખતે અન્નાદ્રમુક સહયોગી તરીકે ભાજપે ફરી 4 બેઠક પર જીત મેળવી.

રાષ્ટ્રીય અનુસૂચિત જાતીના ઉપાધ્યક્ષ પણ રહ્યા

મુરુગન (44) તમિલનાડુના નામક્કલ જિલ્લાના વકીલ છે, તેઓ રાજ્ય ભાજપ પ્રમુખ બનતા પહેલા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ઉપાધ્યક્ષ હતા. હવે તેઓ ભાજપ શાસિત રાજ્યમાંથી રાજ્યસભા માટે ચૂંટાય તેવી સંભાવના છે. કાયદામાં પીજી ધરાવતા મુરુગને માનવાધિકાર કાયદામાં ડોક્ટરની પદવી મેળવી છે.

Read Also

Related posts

વર્લ્ડ નંબર ટુ બેલ્જીયમ ફિફા વર્લ્ડકપમાંથી બહાર: મોરક્કોએ રાઉન્ડ ઓફ 16માં એન્ટ્રી મેળવી

Padma Patel

સરકારની તિજોરી છલોછલ! નવેમ્બરમાં GST કલેક્શન રૂ. 1.46 લાખ કરોડ પરંતુ ઓક્ટોબર કરતાં પાંચ હજાર કરોડ ઓછું! આ છે કારણો

pratikshah

Bilkis Bano Case /  11 દોષિતોની મુક્તિ સામે બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં ઉઠાવેલા બંને મુદ્દામાં દમ

Nakulsinh Gohil
GSTV