GSTV

પીએમસી બેન્ક જેવા કૌભાંડ અટકાવવા કેબિનેટમાં લેવાયો મહત્વનો નિર્ણય

Last Updated on June 25, 2020 by pratik shah

તમામ શહેરી સહકારી બેંકો અને મલ્ટી સ્ટેટ સહકારી બેંકોને આરબીઆઇના સુપરવિઝન હેઠળ લાવવાનો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. પીએમસી બેંક જેવા કૌભાંડ ફરીથી ન થાય અને ડિપોઝિટરોના હિતોનું રક્ષણ થાય તે માટે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં 1482 શહેરી કોઓપરેટિવ બેંકો અને 58 મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેકોમાં કુલ 8.6 કરોડ ખાતાધારકો છે અને તેમાં 4.85 લાખ કરોડ રૂપિયાની ડિપોઝીટ જમા છે.

કેબિનેટના નિર્ણય અંગે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડશે

કેન્દ્રીય કેબિનેટની બેઠક પછી માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે શહેરી સહકારી બેંકો અને મલ્ટી સ્ટેટ સહકારી બેંકોને આરબીઆઇના સુપરવિઝન હેઠળ લાવવા અંગેના નિર્ણય અંગે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડશે. સરકારના આ નિર્ણયને ઐતિહાસિક ગણાવતા જણાવ્યું હતું કે આ નિર્ણયને પગલે 1540 શહેરી કોઓપરેટિવ બેંકો અને મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેકોને આરબીઆઇના સુપરવિઝન હેઠળ આવશે.

કેબિનેટ બેઠકમાં લેવાયા અન્ય મહત્વના નિર્ણયો

આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અન્ય પણ કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં. જે હેઠળ ઓબીસી કમિશનની મુદ્દત વધુ છ મહિના માટે લંબાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર, 2017માં ન્યાયમૂર્તિ જી રોહિણી(નિવૃત્ત)ના નેતૃત્ત્વમાં આ કમિશનની રચના કરવામાં આવી હતી.

ઓબીસી કમિશનની મુદ્દત વધુ છ મહિના માટે લંબાવવામાં આવી

કમિશનના જણાવ્યા અનુસાર તેને વધુ સમયની જરૂર છે. આ અગાઉ તેણે 31 જુલાઇ, 2020 સુધી મુદ્દત વધારવા જણાવ્યું હતું. જો કે કોરોના મહામારીને પગલે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને કારણે કમિશન પોતાનું કાર્ય પૂર્ણ કરી શક્યું નથી. તેથી કમિશને પોતાની મુદ્દત વધુ છ મહિના એટલે કે 31 જાન્યુઆરી, 2021 સુધી વધારવાની અપીલ કરી છે.

એનિમલ હસ્બન્ડરી ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ ફંડને મંજૂરી

અન્ય એક નિર્ણય હેઠળ પશુપાલન ઇન્ફ્રાસ્ટ્રકચર વધારવા માટે 15000 કરોડ રૂપિયાના એનિમલ હસ્બન્ડરી ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ ફંડને મંજૂરી આપવામાં આવી છે. ડેરી સહિતના પશુપાલનને લગતા સેક્ટરમાં ખાનગી રોકાણકારોને આકર્ષવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 20 લાખ કરોડ રૂપિયાના સ્ટીમ્યુલસ પેકેજના ભાગરૂપે જ આ ફંડને મંજૂરી આપવામાં આવી છે.

ઉ.પ્ર.ના કુશીનગરના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવા મંજૂરી

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઉત્તર પ્રદેશના કુશીનગરના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટની બેઠક પછી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે કુશીનગર બુદ્ધો માટે એક મહત્ત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે. ત્યાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું કોઇ એરપોર્ટ ન હતું. ત્રણ કિમી લાંબા રનવેની રચના થઇ ગઇ છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર થાઇલેન્ડ, કમ્બોડિયા, જાપૈાન, મ્યાનમારમાંથી દરરોજ સરેરાશ 200 થી 300 શ્રદ્ધાળુઓ કુશીનગર આવે છે.

અવકાશ ક્ષેત્રમાં ખાનગી સેક્ટરને ભાગ લેવાની મંજૂરી

અવકાશીય પ્રવૃત્તિઓમાં ખાનગી સેક્ટરને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટની મળેલી આજની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નવી રચાયેલા ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર ખાનગી સેક્ટરને અવકાશીય પ્રવૃત્તિઓ ભાગ લેવામાં મદદ કરશે. ઉલ્લેખનીય છે કે અવકાશ વિભાગ વડાપ્રધાન કાર્યાલય(પીએમઓ)ના તાબા હેઠળ આવે છે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા નાણા પ્રધાન નિર્મલા સિતારમને પણ ખાનગી સેક્ટર માટે અવકાશ ક્ષેત્ર ખોલવાની જાહેરાત કરી હતી.

Related posts

મહામારી/ વિશ્વમાંથી મંદી દૂર કરવા 650 અબજ ડોલરની મદદ કરશે IMF, આ દેશોને સહાય માટે અપાઈ ગઈ લીલીઝંડી

pratik shah

BIG BREAKING: મોલ્ડો વાતચીતથી નિકળ્યો રસ્તો, ભારત-ચીન ગોગરા હાઈટ્સ ક્ષેત્રમાંથી હટાવશે પોતાની આર્મી!

pratik shah

ભડકો/ શરદ પવાર રમી રહ્યાં છે રાજકારણ, પીએમ મોદી બાદ હવે અમિત શાહ સાથે કરી ટોપલેવલની બેઠક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!