GSTV

દાદરા નગર હવેલી અને દીવ દમણની એક જ રાજધાની, હવેથી GST પણ લાગું

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીની રાજધાની દમણ હશે. આ નિર્ણય મોદી કેબિનેટની બુધવારે મળેલી બેઠકમાં લેવાયો હતો. ગત દિવસોમાં જ બંને કેન્દ્ર શાસિત પ્રદેશોને મર્જ કરી એક પ્રદેશ બનાવી દીધો છે. ઉપરાંત મોદી કેબિનેટે ઓબિસી પંચને પણને પણ છ મહિના માટે વધારી દીધું છે.

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની મંત્રીમંડળીય સમિતિમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, દાદરા-નગર હવેલી અને દમણ દીવમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

જણાવી દઈએ કે, સરકારે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માટે જીએસટી કલેક્શન લક્ષ્યાંક 10000 કરોડ રૂપિયા સુધી વધારી દીધો છે. જો કે, માર્ચમાં આ લક્ષ્યમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જીએસટી કલેક્શન વધું રહેતા સરકારને રેવન્યુ ઘાટામાં ઘણી રાહત મળી છે. ટેક્સ ડિપાર્ટમેન્ટે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શનનો લક્ષ્યાંક વધારીને 1015 કરોડ રૂપિયા કરી દીધો છે.તો વળી માર્ચમાં આ લક્ષ્યાંક 1025 લાખ કરોડ રૂપિયા સુધી નક્કી કરવામાં આવ્યો હતો.

ડિસેમ્બરમાં જીએસટી કલેક્શન 1 લાખ કરોડને વટાઈ ગયો

ડિસેમ્બરમાં જીએસટી કલેક્શન 1 લાખ 3 હજાર 184 કરોડ રૂપિયા રહ્યો હતો. આ સતત બીજા મહિને પણ જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. તો વળી જૂલાઈ 2017માં જીએસટી લાગુ થયા બાદ 9 વાર કલેક્શન સરકારે લક્ષ્યાંક 1 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચાડ્યું છે.જો કે, નવેમ્બર 2019ની સરખામણીએ સામાન્ય ઘટાડો થયો છે.સરકારને નવેમ્બરમાં જીએસટીમાં 1 લાખ 3 હજાર 492 કરોડ રૂપિયા મળ્યા છે.

READ ALSO

Related posts

VIDEO/ રાવણને થયો કોરોના, એમ્બ્યૂલંસ પર લઈ ગયા હોસ્પિટલમાં, સુનિલ ગ્રોવરે શેર કર્યો આ વીડિયો

Pravin Makwana

પંજાબઃ રાવણ દહન સમયે દુર્ઘટના ઘટી, આગ લાગતા થયો બ્લાસ્ટ

Mansi Patel

વિજયા દશમીના પર્વે વડોદરાના રાજવી પરિવાર દ્વારા વિધિવત રીતે શસ્ત્રોની પૂજા કરવામાં આવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!