GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

દલિતોના હામી બનવાનો મોદી સરકારનો પ્રયાસ : સરકાર ઝૂકી, બિલમાં સંશોધન થશે

કેન્દ્રીય કેબિનેટે અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ અત્યાચાર(અત્યાચાર નિરોધક) અધિનિયમમાં સંશોધનને મંજુરી આપી દીધી છે. જે બાદ મોદી સરકાર સંશોધિત બીલ આ સત્રમાં જ સંસદમાં રજૂ કરશે. આ મામલે NDAના સહયોગી દળ લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખ્યો હતો. અાગામી લોકસભાની ચૂંટણીમાં દલિતોનો વિરોધ ભાજપને પોષાય તેમ નથી. ઉત્તર પ્રદેશમાં માયાવતી ફેક્ટર સૌથી મોટી અસર કરે તેવી સંભાવના છે. બિહારમાં ભાજપની સહયોગી પાર્ટીઅે પણ દલિત વિરોધી સરકારની છબી સુધારવા અને અાગામી દિવસમાં પગલાં ન લેવાની ચિમકી ઉચ્ચારી હતી. મોદી સરકાર પણ જાણે છે કે, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિનો વિરોધ કરી તેઅો નુક્સાનમાં રહેવાના છે. હવે લોકસભાની ચૂંટણી પૂર્વે મોદી સરકાર પોતાની શબી સુધારવાનો પ્રયાસ કરી રહી છે.

દલિત અત્યાચાર રોકથામ કાયદાને લઈને સુપ્રીમ કોર્ટના ચુકાદાને કેન્દ્રીય કેબિનેટે પલટયો છે. સૂત્રોને ટાંકીને આવી રહેલા અહેવાલ મુજબ.. એસસી-એસટી એક્ટની જૂની જોગવાઈઓ જ લાગુ રહેશે. સૂત્રોનું કહેવું છે કે કેન્દ્રીય કેબિનેટે એસસી-એસટી બિલમાં સંશોધનને મંજૂરી આપી દીધી છે. આ સપ્તાહે જ એસસી-એસટી બિલ પર સંશોધન લાવશે.

સુપ્રીમ કોર્ટે 20મી માર્ચે ચુકાદો આપીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ઉત્પીડન નિરોધક કાયદા હેઠળ આરોપીની તાત્કાલિક ધરપકડ પર રોક લગાવી હતી. જેને કારણે દેશભરના અનુસૂચિત જાતિ સમુદયના સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી હતી. આ સંદર્ભે એલજેપીના પ્રમુખ રામવિલાસ પાસવાન અને તેમના પુત્ર ચિરાગ પાસવાન સહીત ભાજપના અનુસૂચિત જાતિમાંથી આવતા સાંસદોએ સંશોધનની માગણી કરી હતી. તો અનુસૂચિત જાતિ સમુદાયના સંગઠનો દ્વારા નવમી ઓગસ્ટે પોતાની માગણીને લઈને ભારત બંધનું એલાન પણ આપ્યું હતું.

પાસવાને સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી મોદી સરકારની દલિત વિરોધી છબી બનવાનો દાવો કર્યો હતો. જે બાદ હવે મોદી સરકારે બીલમાં સંશોધન કરવાનો નિર્ણય કર્યો છે.

http://www.gstv.in/dalit-protest-the-condition-of-the-law-and-order-in-ahmedabad-deterred/

સુપ્રીમ કોર્ટ તરફથી આ વર્ષની શરૂઆતમાં જ SC/ST એક્ટના કેટલીક જોગવાઈઓ સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેનો દૂર ઉપયોગ થતો હોવાની વાત કરી હતી. કોર્ટના ચુકાદો આવતાં જ ઘણાં રાજ્યોમાં દલિત સંગઠનો તરફથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાંક સ્થાનો પર હિંસક ઘટનાઓ પણ થઈ હતી.

કોર્ટના ચુકાદા પછી મોદી સરકાર પર દબાવ વધી ગયુ હતું અને કોંગ્રેસ સહિત તમામ વિરોધી પક્ષ સરકારને દલિત વિરોધી હોવાનો આરોપ લગાવી રહ્યું છે. આ મામલે NDAના સહયોગી પક્ષોએ પણ સરકાર સામે નારજગી વ્યક્ત કરી હતી અને સરકાર સામે આ મામલે મહત્વનો નિર્ણય કરવાની માંગણી કરી હતી.

Related posts

ભારત અને ચીન વિવાદ : બન્ને સેનાની વચ્ચે ડિવિઝનલ કમાન્ડર સ્તરની ચર્ચા, રાજનાથ સિંહે આપ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકાએ સહાય આપવાનું બંધ કરતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સૂર બદલાયા

Nilesh Jethva

યુરોપ, અમેરીકા સામે ભારત અને પાકિસ્તાન સહિત દક્ષિણ એશિયાના 10 દેશોમાં કોરોનાના ઓછા કેસોનું રહસ્ય આવી ગયું બહાર

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!