GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

મોદી સરકાર બનાવશે એક બેડરૂમવાળા 1.15 લાખ ફ્લેટ : જાણો કોને થશે લાભ, આજે 5 સૌથી મોટા નિર્ણય લેવાયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ અને સીસીઈએની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં છે, સરકારે શહેરી ગરીબો અને પ્રવાસીઓ માટે અફોર્ડેબલ રેંટલ હાઉસિંગ કોમ્પલેક્સને મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના- અર્બન હેઠળ મજૂરો માટે ઘર બનાવવામાં આવશે. સરકારે મજૂરો માટે 1 લાખથી વધારે ઘર બનાવવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રત્રકાર પરિષદમાં જણાવ્યું છે. તેમણે કહ્યું કે, મજૂરો માટે 1.15 લાખ ઘર એક બેડરૂમ કિચનવાળા બનાવાશે. આ સીવાય ગરીબ કલ્યાણ અન્ન યોજનામને નવેમ્બર મહિના સુધી વધારવાની મંજૂરી મળી છે. તો ઉજ્જવલા યોજના હેઠળ ફ્રી એલપીજી સિલેન્ડર આપવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. જૂલાઈ, ઓગષ્ટ અને સપ્ટેમ્બર સુધી ઉજ્જવલા લાભાર્થીઓને ફ્રી સિલેન્ડર મળશે.

1 લાખ 15 હજાર ઘર બનશે

કેન્દ્રીય મંત્રી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મજૂરોને ઘર ભાડા ઉપર આપવામાં આવશે. 1.08 લાખ ઘરો મજૂરોને ભાડા ઉપર દેવાશે. સરકારે શહેરી ગરીબો અને પ્રવાસીઓ માટે અફોર્ડેબલ રેંટલ હાઉસિંગ કોમ્પલેક્સને મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના-અર્બન હેઠળ મજૂરો માટે ઘર બનાવવામાં આવશે. આ યોજનામાં આશરે 600 કરોડ રૂપ્યાનો ખર્ચ થશે. હાલના સરકારી ફંડથી તૈયાર ખાલી કોમ્પલેક્સને અફોર્ડેબેલ રેંટલ હાઉસિંગ કોમ્પલેક્સમાં બદલવામાં આવશે. તે સીવાય સ્પેશ્યલ ઈન્સેન્ટીવ જેવી કે 50 ટકા વધારે એફએઆર, એફએસઆઈ, ટેક્સ રાહત ઓફર કરવામાં આવશે. ટેકનોલોજી ઈનોવેશન ગ્રાન્ટ ઉપર 600 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે. શરૂઆતમાં 3 લાખ લાભાર્થીઓને તેનો લાભ મળશે.

મોદી સરકાર

ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વિસ્તારને મંજૂરી

કેબિનેટ બેઠકમાં ગરીબ કલ્યાણ અન્ન યોજાનાનો નવેમ્બર મહિના સુધી વધારવા માટે કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. કોરોના સંકટ વચ્ચે મોદી સરકાર નવેમ્બર સુધી 80 કોરોડ લોકોને ફ્રીમાં રાશન આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ આ અંગે જાહેરાત કરી છે. આ રાશન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ આપવામાં આવી રહ્યું છે. માર્ચ મહિનામાં સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પૈકેજના હિસ્સાના રૂપમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ જાહેરાત કરવામાં આવી છે. સરકાર આ યોજાના હેઠળ લોકોને વિતેલા મહિનાઓથી ફ્રીમાં રાશન આપી રહી છે. જેને નવેમ્બર મહિના સુધી વધારવામાં આવી છે.

વ્યાપારીઓ અને કર્મચારીઓને મળી ભેટ

સુત્રોના જણાવ્યા પ્રમાણે, કેબિનેટમાં વ્યાપારીઓ અને કર્મચારીઓને 24 ટકા ઈપીએફ સપોર્ટને મંજૂરી આપી છે. જણાવી દઈએ કે, પીએમ ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ જે કંપનીઓમાં 100 કર્મચારી છે અને તેમાંથી 90 ટકા કર્મચારી 15 હજાર રૂપિયા કમાઈ રહ્યાં છે તેવી કંપનીઓ અને તેમના કર્મચારીઓ તરફથી ઈપીએફમાં યોગદાન માર્ચથી લઈને ઓગષ્ટ 2020 સુધી સરકાર તરફથી કરવામાં આવશે. મે મહિનામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ત્રણ મહિના માટે બેનિફિટ્સને વધારવાની જાહેરાત કરી હતી. સરકારે ઈપીએફ યોગદાનના 24 ટકા ઓગષ્ટ સુધી ભરશે. જેમાં 3.67 લાખ એમ્પલોયર અને 72.22 લાખ કર્મચારીઓને રાહત મળશે.

સપ્ટેમ્બર સુધી મળશે ફ્રી સીલીન્ડર

કેબિનેટ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય ઉજ્જવલ્લા યોજના હેઠળ ગરીબોને મળનારા ફ્રી એલપીજી સીલીન્ડર યોજનાને લઈને કરવામાં આવ્યો છે. કેબિનેટમાં ઉજ્જવલ્લા યોજના લાભાર્થીઓને મળનારા ફ્રી એલપીજી સીલીન્ડર યોજનાનો વિસ્તાર કરવામાં આવ્યો છે. એટલે કે લાભાર્થીઓને જૂલાઈ, ઓગષ્ટ અને સપ્ટેમ્બર સુધી ફ્રી એલપીજી સીલીન્ડર મળશે.

ત્રણ સરકારી જનરલ ઈન્શ્યોરન્સ કંપનીઓને 12450 કરોડ રૂપિયા દેશે

કેબિનેટમાં ત્રણ સરકારી જનરલ ઈન્શ્યોરન્સ કંપનીઓ ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ, નેશનલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ અને યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડમાં 12450 કરોડ રૂપિયા નાંખવાની મંજૂરી આપી છે. આ ત્રણેય કંપનીઓના મર્જર માટે પૈસાની જરૂરત છે. જેમાં 2500 કરોડ રૂપિયા પહેલા જ સરકાર આપી ચુકી છે.

Related posts

દેશમાં દર પંદર મિનિટે એક બળાત્કાર, બાળકોની હાલત સૌથી વધારે ખરાબ

Bansari

ટ્રમ્પ અધવચ્ચેથી પ્રેસ કોન્ફરન્સ છોડીને જતા રહ્યાં, આ હતું મોટું કારણ

pratik shah

વડોદરાના અકોટા વિસ્તારમાં પડ્યો મોટો ભૂવો, તંત્રની ખૂલી પોલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!