GSTV
India News ટોપ સ્ટોરી

મોટો નિર્ણય / ખેડૂતોની મોટી રાહત! મોદી સરકારે DAP પર વધારી સબ્સિડી, હવે આટલા રૂપિયામાં મળશે ખાતર

કેન્દ્રની મોદી સરકારે બુધવારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. કેબિનેટે DAP ફર્ટિલાઇઝર પર સબ્સિડી રેટમાં બેગ દીઠ 700 રૂપિયનો વધારો કર્યો છે. હવે DAPની બોરી દીઠ કિંમત 2400 રૂપિયા હશે. અગાઉ ખેડૂતોને 500 રૂપિયા સબ્સિડી મળતી હતી. સબ્સિડીમાં કરવામાં આવેલા વધારાના કારણે સરકારી તિજોરી પર 14,775 કરોડ રૂપિયાના વધારાનો બોજો પડશે. તેની જાણકારી પોતે કેમિકલ અને ફર્ટિલાઇઝર રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ આપી.

શું હતો પ્રસ્તાવ?

ઉલ્લેખનીય છે કે યૂનિયન કેબિનેટે ફર્ટિલાઇઝર વિભાગના એ પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેમાં ફોસ્ફરસ અને પોટાશ આધારિત ફર્ટિલાઇઝરોની ન્યૂટ્રિએન્ડ બેઝ્ડ સબ્સિડી રેટને વધારવાની ભલામણ કરી હતી. આ ભલામણ 2021-22 માટે કરવામાં આવી છે. આજે થયેલી પ્રેસ કોન્ફ્રન્સમાં મનસુખ માંડવિયાએ જણાવ્યું કે અગાઉ કેન્દ્ર સરકારે નોન-યૂરિયા ફર્ટિલાઇઝરની સબ્સિડીમાં ઘટાડો કર્યો હતો. જેનાથી કોરોના મહામારી દરમિયાન આ નાણાકિય વર્ષમાં સરકારી તિજોરી પર 22,186.55 કરોડ રૂપિયાનો બોજો ઓછો થયો હતો.

ફર્ટિલાઇઝર પર સબ્સિડી 18.78 રૂપિયા ઘટી

ફર્ટિલાઇઝર મિનિસ્ટ્રીએ તેના એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતુ કે વર્તમાન નાણાકિય વર્ષ માટે નાઇટ્રોજન આધારિત ફર્ટિલાઇઝર પર સબ્સિડીને ઘટાડી 18.78 રૂપિયા પ્રતિ કિલો અને ફોસફરસ આધારિત ફર્ટિલાઇઝર પર 14.88 રૂપિયા પ્રતિ કિલોગ્રામ કરી દીધી છે. આ જ રીતે પોટાશ પર પ્રતિ કિલો સબ્સિડીને ઘટાડી 10.11 રૂપિયા પ્રતિ કિલો હતી, જ્યારે સલ્ફર પર પ્રતિ કિલો 2.73 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. 2019-20 માટે નાઇટ્રોજન માટે પ્રતિ કિલોગ્રામ સબ્સિડી 18.90 રૂપિયા, ફોસ્ફરસ માટે 15.21 રૂપિયા, પોટાશ માટે 11.12 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. આ જ પ્રકારે સલ્ફરની પ્રતિ કિલોગ્રામ સબ્સિડી 3.56 રૂપિયા નક્કી કરવામાં આવી હતી.

Read Also

Related posts

પતિના વર્તનનાં કારણે ઘરમાં અશાંતિ રહેતી હોય, તો તે ઘરમાં રહેવાનો હકદાર નથી, વકીલ પત્નીને ઘર શોધવા કર્યો નિર્દેશ

Hemal Vegda

Monkeypox: લક્ષણો વિના પણ સામે આવી શકે છે મંકીપોક્સના કેસ, સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો

Binas Saiyed

ભરૂચ/ ગોલ્ડન બ્રિજ આજે વટાવી શકે છે 24 ફૂટની ભયનજક સપાટી, આ ગામોને કરાયા એલર્ટ : 186 નાગરિકો અને પશુધનનું સ્થળાંતર

Bansari Gohel
GSTV