GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની સેલેરી હશે તો પગાર 3 મહિના વધીને આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં 24 ટકા ઈપીએફમાં મદદને ઓગષ્ટ સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બુધવારે કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટમાં નિર્ણયની જાણકારી આપી હતી. સરકારનું કહેવું છે કે, આ પગલાથી 72 લાખ નોકરીયાતોને સીધો ફાયદો થશે. તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી ગરીબ ક્યાણ પેકેજ હેઠળ જે કંપનીઓમાં 100 કર્મચારી કામ કરે છે. તેમાંથી 90 ટકા કર્મચારી 15 હજાર રૂપિયાથી ઓછુ મહિને કમાય છે. તેવી કંપનીઓ અને તેમના કર્મચારીઓ તરફથઈ ઈપીએફમાં અંશદાન ઓગષ્ટ સુધી સરકાર કરશે.

સરકાર 4860 કરોડ રૂપિયાનો કરશે ખર્ચ

72 લાખથી વધારે કર્મચારીને લાભ થશે. કેબિનેટમાં આત્મનિર્ભર ભારત, પીએમજીકેવાય હેઠળ જુનથી ઓગષ્ટ 2020 સુધી ત્રણ મહિના માટે ઈપીએફ યોગદાન 24 ટકાના વિસ્તારને મંજૂરી દેવામાં આવી છે. તેના ઉપર સરકાર કુલ 4860 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ પગલાથી 72 લાખથી વધારે કર્મચારીઓને લાભ મળશે. પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, તે ઓર્ગેનાઈઝેશન કે કંપની જ્યાં 100થી ઓછા કર્મચારી કામ કરી રહ્યાં છે તેમાં 90 ટકા કર્મચારીનું વેતન 15 હજાર રૂપિયાથી ઓછું છે. તેમને સીધો ફાયદો પહોંચશે.

Related posts

કરોડો રૂપિયાનો ચોખ્ખો નફો કરનાર સરકારી કંપનીનો નફો 80 ટકા ઘટ્યો, આ કારણો ગણાવ્યા જવાબદાર

Pravin Makwana

અનલોક 3 બાદ ક્યારે ખુલશે શાળાઓ અને કોલેજો, શિક્ષણ મંત્રી રમેશે પોખરિયાલે આપ્યો આ જવાબ

Pravin Makwana

બનાસકાંઠામાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય, અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!