GSTV
Home » News » આ બૉલીવુડ સેલિબ્રિટીએ સતત પીછો કરનાર કેબ ડ્રાઈવરને જેલભેગો કર્યો

આ બૉલીવુડ સેલિબ્રિટીએ સતત પીછો કરનાર કેબ ડ્રાઈવરને જેલભેગો કર્યો

મુંબઈ પોલીસે એક 32 વર્ષીય કૈબ ડ્રાઈવરની ધરપકડ કરી છે, જેના પર ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડ્યુસર એકતા કપૂરનો પીછો કરવાનો આરોપ છે. મીડિયા રીપોર્ટ મુજબ, છેલ્લા થોડા મહિનામાં ધરપકડ કરવામા આવેલા વ્યક્તિએ 30થી વધુ વખત એકતા કપૂરનો પીછો કર્યો હતો.

ધરપકડ કરાયેલા આ આરોપીનું નામ સુધીર રાજેન્દ્ર સિંહ છે અને તેઓ હરીયાણામાં રહે છે. તે નોકરીના અનુસંધાનમાં એકતા સાથે મળવા ઈચ્છતો હતો અને તેમની સાથે મિત્રતા કરવા માંગતો હતો. પહેલા તો એકતાએ આ વ્યક્તિની અવગણના કરી હતી, પરંતુ બાદમાં આરોપીએ એકતાનો પીછો કરવાનું શરૂ કર્યુ હતું.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે હાલમાં એકતા જુહૂના એક મંદિરમાં ગઈ હતી ત્યારે પણ સુધીરે તેમનો પીછો કર્યો હતો. આ વ્યક્તિ એકતા સાથે વાત કરવા માંગતો હતો, પરંતુ તેના પર્સનલ ગાર્ડે તેને રોકી દીધો. તેણે એકતાથી દૂર રહેવાની સૂચના પણ આપી હતી. ત્યારબાદ સુધીર સામે પોલીસમાં ફરીયાદ નોંધાઈ. પોલીસે સીસીટીવીની મદદથી આરોપીની ઓળખ કરી અને તેની ધરપકડ પણ કરી.

જણાવાઈ રહ્યું છે કે એકતા જેમાં વર્કઆઉટ માટે જાય છે, તે જિમની મેમ્બરશિપ પણ આરોપીએ લીધી છે. એકતાના વર્કઆઉટના સમયે સુધીરને અવાર-નવાર જિમની આજુબાજુ અથવા બહારની તરફ ઉભેલો જોવામાં આવતો હતો. ગયા શનિવારે એકતાનો પીછો કરીને સુધીરે જિમમાં ઘુસવાનો પ્રયત્ન પણ કર્યો હતો, ત્યારબાદ સોમવારે પોલીસે તેની ધરપકડ કરી હતી.

READ ALSO

Related posts

અમદાવાદમાં હજારોની સંખ્યામાં આવેલા છે ‘મોતના મકાન’, નોટીસ આપીને સંતોષ માનતું તંત્ર

Nilesh Jethva

બિગ બોસ 13ના પ્રોમોમાં પોલ ખોલતી જોવા મળી અમિષા પટેલ, વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભો લોકોને મળી રહે માટે નાયબ મુખ્યમંત્રીએ આરોગ્ય કર્મીઓને આહવાન કર્યુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!