GSTV
Home » News » ગૂજરાત વિદ્યાપીઠમાં બબાલ : નાગરિકતા કાયદા વિરોધી પતંગો ઉડે તે પહેલાં પોલીસ પહોંચી, રૂપાણી સરકારને ઝટકો

ગૂજરાત વિદ્યાપીઠમાં બબાલ : નાગરિકતા કાયદા વિરોધી પતંગો ઉડે તે પહેલાં પોલીસ પહોંચી, રૂપાણી સરકારને ઝટકો

નાગરિકતા કાયદા મુદ્દે દેશની પ્રતિષ્ઠિત જેએનયુ, જામિયા તથા એએમયુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે રાજ્યની ઐતિહાસિક સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠમાં પણ નાગરિકતા કાયદાનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને પોલીસે અટકાવતા ભારે વિવાદ સર્જાયો છે. પોલીસે ગૂજરાત વિદ્યાપીઠના કેમ્પસમાં ઘુસી વિદ્યાર્થીઓ પાસે આઇ કાર્ડ માંગતા પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું. બંને વચ્ચે લાંબી બોલાચાલી માંડ મામલો શાંત પડ્યો.

  • ગૂજરાત વિદ્યાપીઠના કેમ્પસમાં પોલીસ ઘુસતા વિવાદ
  • નાગરિકતા કાયદાના વિરોધ મુદ્દે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે બોલાચાલી

વિવાદિત બનેલા નાગરિકતા સંશોધન કાયદાનો પતંગ ચગાવી વિરોધ કરવાની ઘટના ઐતિહાસિક ગૂજરાત વિદ્યાપીઠમાં બની છે. ગુજરાતમાં આજે મકરસંક્રાંતિ ઊજવાઈ રહી છે ત્યારે ગૂજરાત વિદ્યાપીઠના કેટલાક વિદ્યાર્થીઓએ નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં તેની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. આ ઉજવણી અંગે વિદ્યાર્થીઓએ સંદેશા પણ પ્રસારિત કર્યા હતા.

જોકે વિદ્યાર્થીઓ મેદાનમાં નાગરિકતા કાયદાના વિરોધમાં વિવિધ સ્લૉગનો લખેલી પતંગ ચગાવે તે પહેલાં પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને વિદ્યાર્થીઓને પતંગ ચગાવતા અટકાવ્યા હતા.પોલીસ વિદ્યાપીઠના કૅમ્પસમાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓ સાથે મોટી રકઝક થઈ હતી. સવારે આશરે 10 વાગે પોલીસ ગૂજરાત વિદ્યાપીઠ પરિસરમાં આવી અને વિદ્યાર્થીઓને મેદાનમાં આવતા અટકાવવામાં આવ્યા.

પોલીસે વિદ્યાર્થીઓને રોકતા તમામ વિદ્યાર્થીઓ ગૂજરાત વિદ્યાપીઠના ગેટ પર પહોંચ્યા હતા. ગેટ ઉપર પણ વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે રકઝક થઈ હતી. વિદ્યાર્થીઓએ ગેટ પર રાષ્ટ્રગીત ગાઈને વિરોધ કર્યો હતો. જે બાદ વિદ્યાર્થીઓએ નાગરિકતા કાયદાનો વિરોધ કરતી પતંગોને રસ્તા પર પાથરી દીધી હતી.

READ ALSO

Related posts

સુરતની રઘુવીર માર્કેટમાં લાગી ભીષણ આગ, ફાયરવિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો

Mansi Patel

ચીની સેનાની સામે આવી અવળચંડાઈ,લદ્દાખમાં કરી ભરવાડોની પાછળ કરી ઘુસણખોરી

Mansi Patel

સુરતની રઘુવીર માર્કેટમાં ભીષણ આગ, તસવીરોમાં જુઓ આગનું વિકરાળ સ્વરૂપ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!