કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નાગરિકતા સંશોધન એક્ટ(CAA)ના નિયમ હજુ તૈયાર થયા નથી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે સંસદમાં એની જાણકારી આપી, સાથે જ નિયમો બનાવવા માટે વધુ 6 મહિનાનો સમય માંગ્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક સવાલના જવાબમાં 9 જાન્યુઆરી 2022 સુધીનો સમય માંગ્યો છે જેથી નાગરિકતા સંશોધન એક્ટ હેઠળ નિયમોને તૈયાર કરી શકાય છે. લોકસભામાં કોંગ્રેસ નેતા ગૌરવ ગોગાઈએ સવાલ પૂછ્યો હતો કે કેન્દ્ર સરકારે CAAના નિયમોને નોટિફાઈ કરવાની કોઈ અંતિમ તારીખ નક્કી કરી છે. જો હા તો એ ક્યાં છે, અને નહિ શા માટે હજુ સુધી નથી કરવામાં આવી.

આના જવાબમાં ગૃહમંત્રાલયે કહ્યું કે, CAAને 12.12.2019ના રોજ નોટિફાઈ કરવામાં આવ્યું હતું, 2020માં કાનૂની રૂપમાં લાવવામાં આવ્યું છે. પરંતુ લોકસભા અને રાજ્યસભાની કમિટીઓથી આ કાનૂન હેઠળ નિયમ તૈયાર કરવા માટે જાન્યુઆરી, 2022 સુધીનો સમય માંગવામાં આવ્યો છે.
કોરોનાના કારણે નિયમ બનવવામાં લેટ
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019માં નાગરિકતા સંશોધન એક્ટ રજુ કરવામાં આવ્યું હતું. આ કાનૂન હેઠળ પાકિસ્તાન, અફગાનિસ્તાન, બાંગ્લાદેશથી આવવા વાળા હિન્દૂ, શેખ, જૈન, ઈસાઈ, બૌદ્ધ અને ઈસાઈ સમુદાયના લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવશે.

કેન્દ્ર સરકારના આ કાનૂનનો દેશના અલગ અલગ વિસ્તારમાં ખુબ વિરોધ થયો હતો, સાથે જ વિપક્ષ પણ આ કાનૂન વિરુદ્ધ હતું. જો કે, બિલના કાનૂનમાં રુપ લેતા જ દેશમાં કોરોનાની એન્ટ્રી થઇ ગઈ, એવામાં સરકારે કાનૂન બનાવવામાં વધુ સમય માંગ્યો હતો. લોકસભામાં જ સરકાર દ્વારા વધુ એક જવાબ આપવામાં આવ્યો. જેમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2020,આ દિલ્હી પોલીસે UAPA હેઠળ કુલ 9 કેસ નોંધ્યા છે, જયારે કુલ 34 લોકોની ધરપકડ કરી છે.
Read Also
- ઈતિહાસ / સુભાષ ચંદ્ર બોઝે નહીં પરંતુ આ ક્રાંતિકારીએ આપ્યો હતો જયહિંદનો નારો, જાણો તેમના વિશે
- હર ઘર તિરંગા / તિરંગાના રંગમાં રંગાઈ ટીમ ઈન્ડિયા, ધોની બાદ રોહિત-કોહલી સહિતના ક્રિકેટરોએ પણ ડીપી બદલી
- Tiranga Dhokla Recipe: તિરંગા ઢોકળા સાથે આઝાદીની ઉજવણી કરો, જાણો તેની રેસીપી
- સુરત / મનપાએ વધાર્યો મિલકત વેરાનો ટાર્ગેટ, 2023માં 1700 કરોડની આવક થવાની શક્યતા
- Independence Day 2022 : સ્વતંત્રતા દિવસના મોકા પર ઘરે જરૂર ટ્રાય કરો આ Snacks