GSTV
World

Cases
5409909
Active
7551514
Recoverd
583965
Death
INDIA

Cases
331846
Active
612815
Recoverd
24915
Death

CAA પર બોલ્યા નાણામંત્રી સીતારમણ, 6 વર્ષમાં મુસ્લિમો સહિત 3,924 શરણાર્થીઓને આપાઈ નાગરિકતા

નાગરિકતા કાયદા સામે ચાલી રહેલા વિરોધ વચ્ચે નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે એનડીએના શાસનમાં અનેક શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપી હોવાનું જણાવ્યું છે. નિર્મલા સીતારમણે જણાવ્યું કે છેલ્લા 6 વર્ષમાં કુલ 3 હજાર 924 શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવામાં આવી છે.

પાકિસ્તાનના અદનાન સામી અને બાંગ્લાદેશના લેખિકા તસલીમા નસરીન તેનું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે જે શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવી તેમાં 2 હજાર 838 પાકિસ્તાની, 914 અફઘાન અને 172 બાંગ્લાદેશી નાગરિકો છે. તેમાં મુસ્લિમ શરણાર્થીઓ પણ સામેલ છે.

તેમણે કહ્યું કે 1964થી 2008 સુધી 4 લાખથી વધુ શ્રીલંકાના તમિલ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા પ્રદાન કરવામાં આવી છે. સીતારમણે કહ્યું કે 2014 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના 566 મુસ્લિમોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.

જ્યારે કે વર્ષ 2016-18માં 1 હજાર 595 પાકિસ્તાની અને 391 અફઘાન મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. તેમણે કહ્યું કે આ શરણાર્થીઓ છેલ્લા 50-60 વર્ષોથી અહીં રહી રહ્યા છે. પરંતુ તે જે શિબિરોમાં રહે છે તેની સ્થિતિ બદથી પણ બદતર છે.

READ ALSO

Related posts

Video: સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીનો રોમેન્ટિક ડાન્સ, કેમેસ્ટ્રી જોઇને તમે પણ કહેશો Wow!

Bansari

ટીવી ઇન્ડસ્ટ્રીના લોકોએ જ મને પ્રતિબંધિત કર્યો હતો:સુશાંતની આત્મહત્યા બાદ આ ફેમસ એક્ટરે કર્યો ઘટસ્ફોટ

Bansari

આ મહાકાય અજગરને ‘પેટૂ રામ’ કહી રહ્યાં છે લોકો, જોવા જેવો છે આ Viral Video

Bansari
Do NOT follow this link or you will be banned from the site!