GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

મમતાની ‘એકલા ચાલો’ની નીતિ : સીએએ મુદ્દે વિપક્ષમાં ભંગાણ : સોનિયાની બેઠક માટે મમતાનો નનૈયો

નાગરિકતા સુધારા કાયદો (સીએએ) અને એનઆરસી તથા એનપીઆર જેવા મુદ્દાઓ પન્મોદી સરકારનો વિરોધ કરી રહેલાં વિપક્ષોમાં ગુરૂવારે ભંગાણ પડયું હતું. કોંગ્રેસ અને ડાબેરીઓ પર ગંદું રાજકારણ રમવાનો આક્ષેપ કરતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મોદી સરકારની લોક વિરોધી નીતિઓના વિરોધમાં સોનિયા ગાંધીએ 13મી જાન્યુઆરીએ બોલાવેલી બેઠકમાં હાજરી આપવાનો ઈનકાર કરી દીધો છે. જોકે, તેમનો પક્ષ એકલો સીએએ અને એનઆરસીનો વિરોધ કરવાનું ચાલુ રાખશે તેમ મમતા બેનરજીએ જણાવ્યું હતું.

દેશની વર્તમાન સ્થિતિના સળગતા મુદ્દાઓ અંગે ચર્ચા કરવા માટે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં 13મી જાન્યુઆરીએ દિલ્હીમાં વિરોધ પક્ષોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ભાગ લેવાનો મમતા બેનરજીએ ઈનકાર કરી દીધો છે. મમતા બેનરજીએ ગુરૂવારે પશ્ચિમ બંગાળની વિધાનસભામાં કહ્યું હતું કે કોંગ્રેસ અને ડાબેરીઓએ બુધવારે ટ્રેડ યુનિયનોના દેશવ્યાપી બંધ દરમિયાન રાજ્યમાં મચાવેલી હિંસા અને તોફાનોના વિરોધમાં અમે કોંગ્રેસ દ્વારા આયોજિત બેઠકમાં ભાગ નહીં લઈએ. સાથે જ મમતાએ કહ્યું કે સીએએ, એનઆરસી, એનપીઆર વિરૂદ્ધ અમારી લડાઈ ચાલુ રહેશે, પરંતુ બંધ અને હિંસક દેખાવોનું અમે સમર્થન નહીં કરીએ.

મમતા બેનરજીએ બુધવારે પણ ટ્રેડ યુનિયનોની 24 ક્લાકની દેશવ્યાપી હડતાળને મસર્થન આપવા માટે કોંગ્રેસ અને ડાબેરીઓ પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું હતું, જેમનું કોઈ રાજકીય અસ્તિત્વ નથી રહ્યું તે લોકો હડતાળ કરી રહ્યા છે. આ લોકો બંધ જેવા નીચલા સ્તરનું રાજકારણ રમીને અહીંના આૃર્થતંત્રને નુકસાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ બંધના આશયનું સમર્થન કરે છે, પરંતુ તેમનો પક્ષ અને સરકાર કોઈપણ પ્રકારના બંધના વિરોધમાં છે. સીએએ વિરૂદ્ધ ગૃહમાં ઠરાવ પસાર કરવા માટે વિપક્ષે ભાર મૂક્યો ત્યારે મમતા બેનરજીએ કહ્યું કે ગૃહે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ સમગ્ર દેશમાં એનઆરસી સામે ઠરાવ પસાર કરી દીધો હોવાથી નવા ઠરાવની કોઈ જરૂર નથી.

કોંગ્રેસ અને ડાબેરી ધારાસભ્યોએ નવેસરથી ઠરાવ રજૂ કરવા પર ભાર મૂક્યો ત્યારે ગુસ્સે થઈ ગયેલાં મમતા બેનરજીએ કહ્યું કે, તમે લોકો પશ્ચિમ બંગાળમાં અલગ નીતિ અપનાવી રહ્યાં છો અને દિલ્હીમાં તેનાથી એકદમ વિરોધી નીતિ અપનાવો છો. સીએએ અને એનઆરસીના વિરોધમાં હું તમારી સાથે જોડાવા માગતી નથી. કેન્દ્રની આિર્થક નીતિઓ, નાગરિક સુધારા કાયદો અને સૂચિત રાષ્ટ્રવ્યાપી એનઆરસી, એનપીઆરના વિરોધમાં અનેક સંગઠનોએ બુધવારે ભારત બંધની હાકલ કરી હતી. આ બંધમાં પશ્ચિમ બંગાળમાં ડાબેરી સમર્થક ટ્રેડ યુનિયનોએ તોફાનો કર્યા હતા. હડતાળનો વિરોધ કરનારા લોકોએ પોલીસ સાથે સંઘર્ષ કર્યો હતો અને જાહેર મિલકતોની તોડફોડ કરી હતી.

આરએસએસના વિદ્યાર્થી સંગઠન એબીવીપી દ્વારા જેએનયુમાં રવિવારે રાત્રે કિથત હિંસાના વિરોધમાં લોકોના ભારે આક્રોશનો સામનો કરી રહેલી મોદી સરકાર સામે વિપક્ષને એક મંચ પર લાવવા માટે સોનિયા ગાંધીએ 13મી જાન્યુઆરીએ બેઠક બોલાવી છે. મમતા બેનરજીએ દાવો કર્યો હતો કે મોદી સરકારની લોક વિરોધી નીતિઓ સામે વિપક્ષને એક મંચ પર આવવાની હાકલ તેમણે કરી હતી, પરંતુ પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓ દ્વારા બુધવારની હિંસા પછી આ બેઠકમાં હાજરી આપવી શક્ય નથી.

દરમિયાન મમતા બેનરજીએ જાહેરાત કરી હતી કે શુક્રવારથી તેમનો પક્ષ નાગરિકતા સુધારા કાયદા અને સુચિત એનઆરસીના વિરોધમાં કોલકાતામાં નોન સ્ટોપ ધરણાં પર બેસશે. મોદી સરકાર નાગરિકતા સુધારા કાયદો પાછો નહીં ખેંચે ત્યાં સુધી આ ધરણાં ચાલુ રહેશે. મમતા બેનરજી સતત સીએએનો વિરોધ કરી રહ્યાં છે. સંસદ દ્વારા આ કાયદો પસાર થયા પછી તેના વિરોધમાં મમતા બેનરજીએ બંગાળમાં 10મી રેલી યોજી હતી.

મમતા બેનરજી ભાજપને ખુશ કરવા પ્રયત્ન કરે છે : કોંગ્રેસ – ડાબેરીનો આક્ષેપ

તૃણમૂલ કોંગ્રેસના વડાં મમતા બેનરજીએ સોનિયા ગાંધી દ્વારા બોલાવાયેલી બેઠકમાં ગેરહાજર રહેવાની જાહેરાત કરતાં કોંગ્રેસ અને ડાબેરીઓએ તેમના પર ભાજપના ટોચના નેતૃત્વને ખૂશ કરવાનો આરોપ મૂક્યો હતો. પશ્ચિમ બંગાળના કોંગ્રેસના નેતા અબ્દુલ મન્નને જણાવ્યું હતું કે મમતા બેનરજી ભાજપના નેતાઓને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેઓ પોતે બેવડાં ધોરણો અપનાવી રહ્યાં છે. તેઓ ભાજપ સાથે સારા સંબંધો જાળવી રાખવા માગે છે, તેથી જ તે બેઠકમાં હાજર રહેવા માગતા નથી. સીપીઆઈ (એમ)ના પોલિટબ્યુરો મોહમ્મદ સલિમે બેનરજી પર દેશમાં સળગતા મુદ્દાઓ પર એક મંચ પર આવવાના વિપક્ષના પ્રયાસોને ફટકો પહોંચાડવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે કોણ આરએસએસની તરફેણમાં છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. તેઓ માત્ર વિરોધનો દેખાવ કરવા માગે છે.

વિપક્ષ માત્ર વોટ બેંકનું રાજકારણ કરે છે : ભાજપ

પશ્ચિમ બંગાળ ભાજપના વડા દિલિપ ઘોષે જણાવ્યું હતું કે સોનિયા ગાંધીની બેઠકમાં ગેરહાજર રહેવાનો મમતા બેનરજીનો નિર્ણય સ્પષ્ટપણે દર્શાવે છે કે આ પક્ષો માત્ર વોટબેન્કનું રાજકારણ કરી રહ્યા છે. તેઓ કોઈપણ મુદ્દા પર લાંબા સમય સુધી એક રહી શકે તેમ નથી. કારણ કે આમ કરવા જતાં પરસ્પર તેમની વોટ બેંકને અસર પડી રહી છે.

સીએએની તરફેણ બદલ મ. પ્રદેશમાં કાર્યવાહી

મધ્ય પ્રદેશમાં રતલામના ભાજપના સાંસદ જી. એસ. ડામોર અને ત્રણ ધારાસભ્યો વિરૂદ્ધ મંજૂરી વિના નાગરિકતા સુધારા કાયદા (સીએએ)ની તરફેણમાં રેલી કાઢવા બદલ એફઆઈઆર નોંધાવવામાં આવી છે. રતલામમાં બુધવારે કોલેજ માર્ગથી નગર નિગમ ચાર રસ્તા સુધી આ રેલી કાઢવામાં આવી હતી. અધિક પોલીસ સુપરીટેન્ડેન્ટ ઈન્દ્રજિત બકાલવાલે જણાવ્યું હતું કે બુધવારે રાત્રે આઈપીસીની કલમ 188 હેઠળ 38 લોકો સામે એફઆઈઆર નોંધાઈ છે. તેમણે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્રે સીઆરપીસીની કલમ 144 હેઠળ પ્રતિબંધ આદેશોના ભાગરૂપે ભાજપને રેલી કાઢવાની મંજૂરી આપી નહોતી. ભાજપના રતલામના સાંસદ ડામોર ઉપરાંત રતલામ શહેરના ધારાસભ્ય ચેતન કશ્યપ, જાઓરાના ધારાસભ્ય રાજેન્દ્ર પાંડે અને રતામ ગ્રામીણના ધારાસભ્ય દિલિપ મકવાણા સામે એફઆઈઆર નોંધાઈ છે. કશ્યપે કહ્યું કે સીએએ બંધારણનો એક ભાગ છે. સીએએનું સમર્થન કરવું એ દરેક ભારતીય નાગરિકની ફરજ અને અધિકાર છે. સીએએના સમર્થન માટે શાંતિપૂર્ણ રેલી સામે કમલનાથ સરકારના નિર્દેશોથી એફઆઈઆર નોંધાવવાનું પગલું લેવાયું છે.

READ ALSO

Related posts

ચાના શોખિનો માટે ખુશખબર: કોરોના સામે લડવા ઢાલ બનશે ચાની ચુસ્કી, સ્વાસ્થ્ય મંત્રીએ આ શોધના કર્યા ભરપૂર વખાણ

Pravin Makwana

LPG: ગ્રાહકોને 80થી 100 રૂપિયા સુધીનો ફાયદો પહોંચાડવા સરકાર કરી રહી છે નિયમોમાં ફેરફાર

Pravin Makwana

LICની આ પોલીસીમાં કરો દરરોજના 36 રૂપિયાનું રોકાણ અને મેળવો 3 લાખ 94 હજાર, સાથે લાઈફ ટાઈમ રિસ્ક કવર તો ખરુ જ !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!