GSTV

એનડીએનો સાથી પક્ષ જ આ રાજ્યમાં મોદી અને શાહના કાયદાને લાગુ નહીં થવા દે, કરી આ સ્પષ્ટતા

Last Updated on January 13, 2020 by Mayur

એક તરફ કેન્દ્ર સરકારે પુરા દેશમાં સીએએ લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે અને તે અંગે નોટિફિકેશન પણ જારી કરી દીધુ છે. બીજી તરફ હવે કેન્દ્રની ભાજપ સરકારના જ સાથી પક્ષ જદ(યુ)એ આ કાયદાને લાગુ નહીં કરીએ તેવી જાહેરાત કરી છે.જદ(યુ)ના ઉપાધ્યક્ષ અને જાણીતા રાજકીય નિષ્ણાંત પ્રષાંત કિશોરે જણાવ્યું હતું કે અમે બિહારમાં સીએએ એટલે કે નાગરિકતા સંશોધન કાયદાને લાગુ નહીં કરીએ.

મુખ્ય પ્રધાન નીતીશ કુમાર અગાઉ એવી જાહેરાત કરી ચુક્યા છે કે બિહારમાં એનઆરસી લાગુ નહીં કરવામાં આવે હવે તેમના જ પક્ષના નેતા અને સલાહકાર પ્રશાંત કિશોરે કહ્યું છે કે બિહારમાં નાગરિકતા સંશોધન કાયદો એટલે કે સીએએને પણ લાગુ નહીં થવા દઇએ. આ અંગેની જાણકારી તેઓએ ટ્વિટર વડે આપી હતી.રવિવારે ટ્વિટ કરીને પ્રષાંત કિશોરે કહ્યું હતું કે બિહારમાં કોઇ પણ સંજોગોમાં ક્યાંય પણ સીએએ અને એનઆરસી લાગુ નહીં કરવામાં આવે.  પ્રશાંત કિશોર ધીરે ધીરે એનઆરસી અને સીએએ મામલે નીતીશ કુમારને મનાવવાના પ્રયાસો કરી રહ્યા છે.

અગાઉ એનઆરસી મુદ્દે મનાવી લીધા હતા અને ના પડાવી દીધી હતી હવે સીએએને લઇને વિવાદ થયો છે. જોકે નીતીશ કુમાર માટે સીએએ લાગુ કરવાની ના પાડવી મુશ્કેલી ભર્યું બની શકે છે કેમ કે સંસદમાં બન્ને ગૃહમાં તેમના પક્ષે નાગરિકતા સંશોધન બિલને સમર્થન આપ્યું હતું જે આગળ જતા કાયદો બન્યો હતો. કેન્દ્ર સરકાર એવી જાહેરાત કરી ચુકી છે કે સીએએ દરેક રાજ્યોમાં લાગુ કરવો ફરજિયાત છે. એવામાં રાજ્યો આ કાયદો લાગુ કરવાની ના પાડી રહ્યા છે તેને લઇને હવે રાજ્યો અને કેન્દ્ર બન્ને આ કાયદાને લઇને આમને સામને આવી ગયા છે.

અગાઉ મમતા બેનરજીએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં થવા દે, જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોએ પણ સીએએ લાગુ નહીં કરવાની જાહેરાત કરી છે.દક્ષિણમાં કેરળ રાજ્યએ સીએએની સામે તો ઠરાવ પણ પસાર કરી દીધો છે અને લાગુ નહીં કરવાનું એલાન કરી દીધુ છે. હવે તેમાં બિહાર પણ જોડાઇ શકે છે. જોકે હજુસુધી નીતીશ કુમારે આ અંગે કોઇ નિવેદન નથી આપ્યું.

READ ALSO


Related posts

ભવિષ્યવાણી / દેશમાં ચાલુ મહિને ત્રાટકી શકે છે કોરોનાની ત્રીજી લહેર, નિષ્ણાતોએ આ અંગે આપી મોટી ચેતવણી

Zainul Ansari

જમ્મુમાં સતત મળી આવતા ડ્રોન વચ્ચે સ્ટેશનની નજીક દેખાયા બે શંકાસ્પદ લોકો, પહેર્યો હતો સેનાનો યુનિફોર્મ

Vishvesh Dave

મહારાષ્ટ્ર / શિવસેનાના કાર્યકરોએ મુંબઈ એરપોર્ટ પર કરી તોડફોડ, ‘અદાણી એરપોર્ટ’ના બોર્ડને પહોંચાડ્યું નુકસાન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!