GSTV

C-295 ડીલ આત્મનિર્ભર ભારત અભિયાનને આપશે પ્રોત્સાહન, આ ભારતીય કંપની કરશે દેશમાં જ 56 એવરો ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું નિર્માણ

Last Updated on September 26, 2021 by Pritesh Mehta

C-295 એરક્રાફ્ટની ડીલ સાથે એક નવી પહેલ થઈ છે. પહેલી વખત દેશમાં ખાનગી કંપની સેના માટે એરક્રાફ્ટનું નિર્માણ કરશે. હાલમાં ભારતીય વાયુસેના પાસે 1960ના દાયકામાં ખરીદાયેલા 56 એવરો ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે. જેને તાત્કાલીક બદલવાની જરૂરિયાત છે.

એરક્રાફ્ટ

સ્પેનની એરબસ કંપની સાથે થયેલી સી-295 એરક્રાફ્ટ ડીલ સાથે ભારતના ખાનગી સેક્ટરને એરોસ્પેસ કંસ્ટ્રકશનના માર્કેટમાં એન્ટ્રીની તક મળી છે. આ સાથે ઇમ્પોર્ટ પરની નિર્ભરતા ઘટશે અને એક્સપોર્ટને પ્રોત્સાહન મળશે.

ભારતના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં મોટી સંખ્યામાં ડિટેલ પાર્ટ્સ, સબ-એસેમ્બલી અને એરોસ્ટ્રકચરના પ્રમુખ કોમ્પોનેન્ટ એસેમ્બલીનું નિર્માણ કરાશે. મેન્યુફેંકચરિંગ પ્રક્રિયા દરમિયાન ટાટા કંસોર્ટિયમના સપ્લાયર વિશ્વ સ્તર પર માન્યતા પ્રાપ્ત નેશનલ એરોસ્પેસ અને ડિફેન્સ એક્રિડિએશન પ્રોગ્રામ માન્યતા પ્રાપ્ત કરશે. ડિલવરી પૂર્ણ થવાની સાથે ભારતમાં સી-295-એમડબલ્યૂ વિમાન માટે ડી લેવલ સર્વિસિંગ ફેસિલિટી સ્થાપિત કરવાની યોજના છે.

આશા છે કે આ ફેસિલિટી સી-295 વિમાનના જુદા જુદા વેરિએન્ટ્સ માટે એક રિઝનલ એમઆરઓ હબ તરીકે કાર્ય કરશે. દેશમાં 40 સી-295 એરક્રાફ્ટનું નિર્માણ દેશમાં જ કરવામાં આવશે. આ દેશમાં એરસ્પેસ કંસ્ટ્રકશન ઇકો સિસ્ટમને પ્રોત્સાહન મળશે. MSME સેક્ટરની નવી કંપનીઓ આ એરક્રાફ્ટના નિર્માણમાં પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ તરીકે જોડાશે.

મનાઈ રહ્યું છે કે વાયુસેનામાં સામેલ થયા બાદ સી-295 એરક્રાફ્ટને સમુદ્રી માર્ગો ઉપર તૈનાત કરી શકવામાં આવી શકે છે. હાલમાં આ લેવલે AN-32 વિમાનનો ઉપયોગ થઈ રહ્યો છે. ભારતની પાસે આશરે 100થી વધુ AN-32 વિમાન સેવામાં છે. સેના તેને પણ રિપ્લેસ કરવાની તૈયારીમાં છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે આ રાશિની છોકરીઓ, બદલી નાંખે છે કિસ્મત

Bansari

વિરોધ પ્રદર્શન/ પ્રશાસનથી કંટાળી આ મહિલાએ જમીનમાં ખાડો ખોદીને બેસી ગઈ, પોલીસ દોડતી થઈ

Pravin Makwana

‘બાલા’ સ્ટેપ કરતી વખતે રણવીર સિંહે ખોટી જગ્યાએ મારી દીધો હાથ, ફ્યુચર પ્લાનિંગને લઇને અક્ષય કુમારે આપી દીધી આ વોર્નિંગ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!