GSTV
Home » News » મોદી સરકારના સમર્થન રેટીંગમાં એક મહીનામાં ૧ર અંકનો ઘટાડો

મોદી સરકારના સમર્થન રેટીંગમાં એક મહીનામાં ૧ર અંકનો ઘટાડો

gujarat bjp seat

નરેન્દ્ર મોદી સરકારને પસંદ કરનારા લોકોની રેટીંગમાં ૧ર માર્ચથી ૧ર એપ્રિલ સુધીના સમયગાળામાં ૧ર અંકનો ઘટાડો થયો છે. સીવોટર- આઇએએનએસ ટ્રેકરમાં એક વાત સામે આવી છે કે કેન્દ્ર સરકારની પ્રદર્શન રેટીંગ ર૬ ફેબ્રુઆરીનાં રોજ બાલાકોટ હવાઇ હુમલા પછીના દિવસોમાં વધી હતી અને ૭ માર્ચના રોજ તે ૬ર.૦૬ ના ઉચ્ચત્તમ સ્તરે પહોંચી હતી. રર માર્ચ સુધી પ૦ થી પ૯ વચ્ચે રહયા બાદ પહેલા તબકકાની ૯૧ બેઠકો ૫ર મતદાનના એક દિવસ બાદ ૧ર એપ્રિલના રોજ સરકારને પસંદ કરનારાનું રેટીંગ ઘટીને ૪૩.રપ થયું હતું.

જયારે એક માસ પહેલા ૧ર માર્ચના રોજ સરકારને પસંદ કરનારાનું રેટીંગ પપ.ર૮ હતું. ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર વિશે એવું પુછવામાં આવ્યું હતું કે તમે આ સરકારથી સંતુષ્ઠ છો ? અમુક હદ સુધી સંતુષ્ટ છો ? સંતુષ્ઠ નથી અને સંતુષ્ઠ છો કે નહી તે નકકી કરી શકતા નથી. સાત માર્ચના રોજ પ૧.૩ર ટકા લોકોએ જણાવ્યું કે સરકારના પ્રદર્શનથી બહુ સંતુષ્ઠ છીએ.

જો કે  સર્વેક્ષણમાં સામેલ તમામ લોકોના જવાબને ધ્યાનમાં રાખીને જોતા સરકાર માટે લોકોની નેટ એપ્રુવલ રેટીંગમાં સતત ઘટાડો થયો છે અને તે પુલવામા હુમલાની ઘટના પહેલાના સ્તર ઉપર આવી ગયો છે. તા.૧ જાન્યુઆરીના રોજ સરકારને પસંદ કરનારની રેટીંગ ૩ર.૪ હતી અને મધ્ય ફેબ્રુઆરી બાદ જયારે પુલવામા હુમલો થયો ત્યારે સતત વધતા પહેલા ૩૦ થી ૪૦ વચ્ચે રહી હતી અને ત્યાર બાદ બાલાકોટમાં જૈશ-એ-મોહંમદ ઉપર હવાઇ હુમલાની કાર્યવાહી બાદ રેટીંગમાં ઝડપી વધારો થયો હતો.

READ ALSO

Related posts

મસૂદ મુદ્દે સાથ આપવા બદલ ભારત પાસે અમેરિકાએ માંગી આ મોટી કુર્બાની

Arohi

વારાણસીમાં PMમોદી કરશે અત્યાર સુધીનો સૌથી ભવ્ય રોડ શો, અમિત શાહને સોંપવામાં આવી છે જવાબદારી

Arohi