GSTV

મારો છેલ્લો કૂદકો સ્મશાનમાં હશે કોંગ્રેસમાં જવાનો તો સવાલ જ પેદા નથી થતો

રાજ્યસભાની ચૂંટણીમાં હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે કેમ કે,કોંગ્રેસ હાઇકમાન્ડે છેલ્લી ઘડીએ બંને ઉમેદવારોને ચૂંટણી મેદાને ઉતાર્યા છે.આ તરફ,ભાજપમાં ય અસંતુષ્ટો ક્રોસવોટિંગ કરે તેવી અફવાએ ભાજપના નેતાઓની ચિંતા વધારી દીધી છે. તેમાં ય મૂળ ખજૂરિયા જૂથના ગણાતા ધારાસભ્ય સી.કે.રાઉલજી શંકરસિંહ વાઘેલાના સંપર્કમાં છે તેવી અફવાએ જોર પકડયુ છે ત્યારે ધારાસભ્ય સી.કે.રાઉલજીએ ગૃહમાં એવી સૂચક ચેતવણી ઉચ્ચારી કે, જો જો પછી..આપણી ય દશા કોંગ્રેસ જેવી થાય નહીં. કેમ કે,કેટલાંય ધારાસભ્યોની અપેક્ષાઓ સંતોષાઇ નથી. રાઉલજીના સૂચક નિવેદન બાદ ગૃહમાં જાણે સોંપો પડી ગયો હતો.

પ્રદેશના નેતાઓનું નાક દબાવવાના મૂડમાં

રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં ઉમેદવારીના મુદદે આંતરિક ખેંચતાણ જામી હતી પણ હવે ભાજપમાં અસંતુષ્ટો સરકારમાં બેઠેલા મંત્રી અને પ્રદેશના નેતાઓનું નાક દબાવવાના મૂડમાં છે.એવી રાજકીય અફવાએ જોર પકડયુ છેકે,ધારાસભ્ય સી.કે.રાઉલજી કયારનાય મંત્રી બનવા ધમપછાડા કરી રહ્યાં છે. કેટલીય વાર તેઓ લોબિંગ કરી ચૂકયા છે પણ હજુ સુધી મેળ પડયો નથી. હવે તેઓ રાજ્યસભાની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાના ઇશારે ક્રોસવોટિંગ કરી શકે છે.

ભૂતકાળમાં ઘણાં કૂદકા માર્યાં

વિધાનસભામાં ધારાસભ્ય સી.કે.રાઉલજીએ આ વાતને નકારી એવો ખુલાસો કર્યો કે, હુ કોંગ્રેસમાં જોડાવવાનો નથી. ભૂતકાળમાં ઘણાં કૂદકા માર્યાં તે પણ લોકોના કામો માટે. હવે મારો છેલ્લો કૂદકો સ્મશાનમાં હશે એટલે કોંગ્રેસમાં જવાનો સવાલ જ ઉભો થતો નથી. મને આ પક્ષમાં જે પ્રતિષ્ઠા મળી છે તે અન્ય પક્ષમાં નથી મળી. હું ખુશને મારા મતદારો ય ખુશ છે.

મારી તો કોઇ અપેક્ષા નથી

જોકે, રાઉલજીએ ભાજપના ધારાસભ્યોમાં આંતરિક રોષ છે તેનો આડકતરો ઇશારો કરતાં કહ્યું કે, મારી તો કોઇ અપેક્ષા નથી. પણ અન્ય ધારાસભ્યોની અપેક્ષાઓ સંતોષાઇ નથી. તેમની વાત સાંભળજો. તેનો પક્ષે ખ્યાલ રાખવો પડશે નહીંતર જો જો પછી આપણી ય કોંગ્રેસ જેવી દશા થાય નહીં. આ અંગે ય ધ્યાન આપવાની જરૂર છે. આમ,ધારાસભ્ય સી.કે.રાઉલજીના સૂચક નિવેદનને પગલે ગૃહમાં રીતસરનો સોપો પડી ગયો હતો પણ નારાજ ધારાસભ્યો અંદરખાને રાજીના રેડ થયા હતાં કેમકે,રાઉલજીએ તેમના મનની વાત કહી દીધી હતી.

ચારેક અસંતુષ્ટ-નારાજ ધારાસભ્યો પર ભાજપે વૉચ ગોઠવી

કોંગ્રેસમાં નારાજ ધારાસભ્યો ક્રોસવોટિંગ કરશે તેવો ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ દાવો કર્યો છે પણ હવે ખુદ જીતુ વાઘાણીએ ભાજપના અસંતુષ્ટ ધારાસભ્યો પર નજર રાખવી પડી છે કેમકે, ભાજપને હવે નારાજ ધારાસભ્યો ક્રોસવોટિંગ કરે તેવો ભય પેઠો છે. સૂત્રોના મતે,ભાજપના ચારેક ધારાસભ્યો ક્રોસવોટિંગ કરે તો ભાજપના ત્રણમાંથી એક સભ્યને ઘેર બેસવાનો વારો આવે. એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપને મત આપવાનુ જાહેર કરતાં હવે શંકરસિંહ વાઘેલા ય ભાજપમાં ખજૂરિયા જૂથના ધારાસભ્યો પાસે ક્રોસવોટિંગ કરાવી શકે છે. આ જોતાં ભાજપે ચારેક ધારાસભ્યો પર વોચ ગોઠવી છે.ભાજપે બધાય ધારાસભ્યોને ૨૬મી સુધી ગાંધીનગર ન છોડવા સૂચના આપી છે.

READ ALSO

Related posts

IPL 2020: ચેન્નઈ સુપરકિંગ્સની સતત બીજી હાર, દિલ્હી કેપિટલ્સે 44 રનથી હરાવ્યું

Pravin Makwana

કાંકરેજ : અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા 6 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

Nilesh Jethva

લદ્દાખ પર લડાઈ/ કાશ્મીરમાંથી અલગ કરી લદ્દાખ સાથે અન્યાય કરી રહી છે મોદી સરકાર, તમામ પાર્ટીઓએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!