GSTV
Home » News » મધ્યપ્રદેશ: ચિત્રકુટ પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત, ભાજપે હાર સ્વિકારી

મધ્યપ્રદેશ: ચિત્રકુટ પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત, ભાજપે હાર સ્વિકારી

મધ્યપ્રદેશના સતના જિલ્લાની ચિત્રકૂટ વિધાનસભા સીટ પર થયેલ પેટાચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી છે. કોંગ્રેસના ઉમેદવાર નીલાંશુ ચતુર્વેદીએ ભાજપના શંકર દયાળ ત્રિપાઠીને 14,366 મતથી હરાવીને આ વિજયી થયા. ચિત્રકૂટ બેઠક પર જીત મેળવવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું હતુ.

મધ્યપ્રદેશની ચિત્રકૂટ વિધાનસભાની પેટાચૂંટણીમાં મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણની તમામ કોશિશો પર પાણી ફરી વળ્યું છે. ચિત્રકૂટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નીલાંશુ ચતુર્વેદીએ ભાજપના ઉમેદવાર શંકર દયાલ ત્રિપાઠીને હાર આપી છે. કોંગ્રેસના નીલાંશુ ચતુર્વેદી 14 હજાર 333 વોટથી જીત્યા. ભાજપે પ્રથમ રાઉન્ડમાં લીડ મેળવી હતી, પરંતુ બીજા રાઉન્ડથી કોંગ્રેસ છવાઇ ગઇ. ત્યારબાદના રાઉન્ડમાં ભાજપ આગળ વધી શક્યું નહીં. 19 રાઉન્ડની મતગણતરી બાદ ચતુર્વેદીએ જીત પ્રાપ્ત કરી. નિલાંશુ ચતુર્વેદીને કુલ 66,810 મત મળ્યા. જ્યારે કે તેમના પ્રતિસ્પર્ધી ભાજપના ઉમેદવાર શંકરદયાળ ત્રિપાઠીને 52, 477 મત મળ્યા.

તો કોંગ્રેસની જીત બાદ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, તેઓ જનતાના આદેશના શિરોમાન્ય ગણે છે અને ભાજપની હારનો સ્વિકાર કરે છે.

9 નવેમ્બરે થયેલા વોટિંગમાં ચિત્રકૂટ બેઠક માટેની પેટાચૂંટણીમાં 65 ટકા મતદાન થયું હતું. પેટાચૂંટણીમાં કુલ 12 ઉમેદવારો મેદાનમાં હતા. કોંગ્રેસના ધારાસભ્ય પ્રેમસિંહનું 29 મેના રોજ અવસાન થતા ચિત્રકૂટ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. સતત ત્રણ વખત કોંગ્રેસ પાસે આ બેઠક રહી અને ત્રણેય વખત પ્રેમસિંહ ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા.

છેલ્લાં 27 વર્ષોમાં આ સીટ પર 6 વાર ચૂંટણી થઇ છે, પરંતુ બીજેપીને ફક્ત એકવાર જીત મળી છે. એટલા માટે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ માટે આ પેટાચૂંટણી પ્રતિષ્ઠાનો સવાલ બની ગઇ હતી. કોંગ્રેસ પાસેથી આ સીટ આંચકી લેવા માટે શિવરાજસિંહે સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી.

Related posts

UPમાં Viral થઈ રહી છે “ અલ્લાહ વાળી માછલી”, કિંમત પહોંચી લાખો સુધી

Mansi Patel

આ કંપનીએ બનાવ્યુ દુનિયાનું પહેલું સોનાનું ATM કાર્ડ, લાખોમાં છે કિંમત

Mansi Patel

એર ઈન્ડિયાની મુશ્કેલીઓમાં થયો વધારો,120 પાયલોટોએ આપ્યા રાજીનામા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!