GSTV

અમેરિકામાં TikTokની મુશ્કેલીઓ થઈ ખત્મ, Oracleની સાથે ડીલ પર રાષ્ટ્રપતિ ટ્રંપે રાખી શરત

અમેરિકામા ટીકટોક પર બેનનુ જોખમ સેવાઈ રહ્યુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓરેકલની સાથે ટીકટોકની ડીલની મંજૂરી આપી દીધી છે. ટ્રમ્પએ કહ્યુ કે ટીકટોકના અધિકાર ટીકટોક ગ્લોબલ કરશે, જેનુ હેડકવાર્ટર અમેરિકામા અને બની શકે કે ટેક્સાસમા જ હશે.

ટીકટોક પર થઇ ડિલ

ઓરેકલ ક્રોપ નવી કંપની ટીકટોક ગ્લોબલમા 12.5% ની ભાગીદારી ખરીદશે અને તેમના બધા અમેરિકાના યૂઝર્સનો ડેટા પોતાના ક્લાઉડમા રાખશે. ઓરેકલએ વિશ્વાસ આપ્યો કે તેઓ પોતાના બધા અમેરિકાના નાગરિકોના ડેટાની સુરક્ષા કરશે અને તેના કોમ્પ્યુટર સિસ્ટમને સુરક્ષિત રાખશે. તેમના સિવાય રીટેલ દિગ્ગજ વોલમાર્ટ પણ ટિકટોક ગ્લોબલ 7.5% ભાગીદારી લેશે. વોલમાર્ટએ એક વિધાન આપ્યુ કે, વોલમાર્ટના સીઇઓ ડગ મેકમિલન ટીકટોકના ગ્લોબલ નિર્દશક મંડળમા કામ કરશે. ટીકટોક ગ્લોબલમા પાંચમાથી ચાર બોર્ડ સીટ અમેરિકનોની રહેશે. ડીલ પર મંજુરી મળ્યા બાદ ટીકટોકએ કહ્યુ કે, ટીકટોક, ઓરેકલ અને વોલમાર્ટ દ્વારા પ્રસ્તાવિત અમેરિકાની પ્રશાસનની સુરક્ષા ચિંતાઓનુ નિરાકરણ કરશે અને અમેરિકા ટીકટોકના ભવિષ્યને લઇને પણ વિચારણા કરશે.

ટીકટોક ગ્લોબલનો અમેરિકામા દબદબો રહેશે

સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીકટોકના માલિક ByteDanceમા અમેરિકાના નિવેશકોની 40 ટકા ભાગીદારી છે. હવે વ્હાઉટ હાઉસ એ જોશે કે ટીકટોક ગ્લોબલમા અમેરાકાના લોકોની ભાગીદારી કેટલી છે. ટીકટોક ગ્લોબલમા ઓરેકલ, વોલમાર્ટ અને ByteDanceએ અમેરિકાની રોકાણકારોનો સીધો ભાગ પરોક્ષ રૂપે 53 ટકા રહેશે. ByteDanceએ અત્યાર સુધીમા આ ડિલને લઇને કોઇ નિવેદન જાહેર કર્યુ નથી. વોલમાર્ટ અને ઓરેકલએ પણ ટીકટોક ગ્લોબલની ઓનરશિપ સ્ટ્રકચરનો હજુ સુધી કોઇ ખુલાસો કર્યો નથી.

5 બિલિયન ડોલર આપશે ટીકટોક ગ્લોબલ

રાષ્ટ્રપતિ ટ્રમ્પએ પહેલેથી જ કહ્યુ છે કે, ટીકટોક ડીલમા ભઆગ લેનાર કંપનીઓ ઓરેકલ અને વોલમાર્ટને કેટલીક રકમ આપવી પડશે. ટીકટોક ગ્લોબલએ અમેરિકા માટે 5 બિલિયન ડોલરના રોકાણ પર મંજુરી આપી છે, જેમાથી એક નવુ એજયુકેશન ફંડ બનાવવામા આવશે. આ ફંડની માગણી રાષ્ટ્રપતિ ટ્રમ્પએ ખુદ એક રેલી દરમ્યાન કરી હતી. ByteDanceએ પણ અમેરિકામા ટીકટોકમા 25,000 નવી નોકરીઓ આપવાનો વાયદો કર્યો છે, જે પહેલા 1000 હતી.

READ ALSO

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!