GSTV
Home » News » Tik Tokને ટક્કર આપવા માટે આવી આ એપ, વીડિયોઝ બનાવવા માટે કંપની આપી શકે છે પૈસા

Tik Tokને ટક્કર આપવા માટે આવી આ એપ, વીડિયોઝ બનાવવા માટે કંપની આપી શકે છે પૈસા

ભારતમાં વીડિયો એપ્લીકેશન Tik Tok જલ્દીથી પ્રખ્યાત થઈ રહી છે અને ડાઉનલોડના મામલે આ એપ્લીકેશને દુનિયાભરની ઘણી એપ્સના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે, ત્યારે હવે આ એપને ટક્કર આપવા માટે એક નવી એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લોટફોર્મ Byte એપ હવે મોબાઈલ માટે પણ લોન્ચ થઈ ગઈ છે.

આ એપની ખાસ વાત છે કે, આ પ્લેટફોર્મ પર આગામી સમયમાં કંપની રેવન્યૂ શેરીંગ પણ લઈને આવશે. રેવન્યૂ શેરીંગથી યુઝર્સને પણ ખૂબ જ ફાયદો છે, જેમાં વીડિયો બનાવવાના બદલામાં પૈસા પણ આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, Byte એપને પોપ્યુલર એપ Vineના આઘળના વર્ઝન તરીકે પણ જોઈ શકાય છે. Byte એપ્લીકેશન પર યુઝર્સ 6 સેકન્ડનો વીડિયો પોસ્ટ કરી શકે છે. જો કે, આ Tiok-Tok જેવું જ કામ કરશે.

Byte એપ તરફથી એક ટ્વીટ પણ કરવામાં આવ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે, આ એપ એક પારિવારિક છે અને નવી પણ છે. આ એપ પણ TikTokની જેમ વીડિયો બેઝ્ડ એપ્લીકેશન છે, જેમાં નાના વીડિયોમાં ઘણા પ્રકારના ફીચર્સ જોવા મળશે.

Vine એપના કૉ-ફાઉન્ડર ડૉમ હોફમેને એક ટીજર જાહેર કર્યું હતું જેમાં, તેમણે જણાવ્યું હતું કે, તેઓ Vine એપ્લીકેશનના સીક્વલ પર કામ કરી રહ્યા છે. જો કે, Byte એક સ્વતંત્ર કંપની છે અને આ એપ હવે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.

આગામી સમયમાં કંપની જાહેરાત અને રેવન્યુ શેરિંગ પર વિસ્તારથી કામ કરશે

હાલમાં તો આ એપ્લીકેશનને 40 દેશોમાં ઉપલબ્ધ કરવામાં આવી છે, પરંતુ ભારતમાં આ એપ હજુ આવી નથી. જેથી વર્તમાન સમયમાં પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ભારતમાં આ એપ્લીકેશન ઉપલબ્ધ નથી. કારણ કે, ભારતમાં TilTok ખૂબ જ પ્રખ્યાત હોવાથી આગામી સમયમાં કંપની આ એપમાં કેટલાક નવા ફીચર્સ સાથે ભારતમાં લોન્ચ કરી શકે છે.

READ ALSO

Related posts

‘કભી ખુશી કભી ગમ’ સોનાના ખજાના પર ઝેરીલા સાંપોની પહેરેદારી, સોનભદ્રમાં કેવી રીતે થશે ખોદકામ

Ankita Trada

સોનભદ્રમાં તો સોનામાં સુગંધ ભળી, સોનાના ભંડાર બાદ અન્ય એક ખજાનો પણ મળ્યો !

Pravin Makwana

Home Loan : રૂપિયાની તંગી હોય તો પણ સરળતાથી મેનેજ કરો EMI, આ ટિપ્સ આવશે તમારે કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!