Byju’s, ઓનલાઈન શિક્ષણ પ્રદાન કરતી ભારતની મલ્ટીનેશનલ સ્ટાર્ટઅપ, વર્ષ 2022 માં યોજાનાર FIFA વર્લ્ડ કપ 2022 માટે સત્તાવાર પ્રાયોજક તરીકે પસંદ કરવામાં આવી છે. FIFA ફૂટબોલ વર્લ્ડ કપ 2022 કતારની રાજધાની દોહામાં યોજાશે.

આ સાથે બાયજુ ફિફા વર્લ્ડ કપ સાથે જોડાયેલી પ્રથમ ભારતીય કંપની બની ગઈ છે. હવે Byju’s FIFA વર્લ્ડ કપ લોગો, ચિહ્ન અને અન્ય પ્રોપર્ટીઝનો ઉપયોગ તેની પોતાની પ્રમોશનલ સામગ્રી બનાવવા માટે કરી શકે છે અને તેને વિશ્વભરના લાખો ફૂટબોલ ચાહકોની સામે રમી શકે છે.
Byju’s એ ટ્વિટર દ્વારા આપી માહિતી
મીડિયા અહેવાલો અનુસાર, બાયજુ યુવા ચાહકોને જોડવા માટે કેટલીક રસપ્રદ શૈક્ષણિક સામગ્રી પણ બનાવશે. FIFAના ચીફ કોમર્શિયલ ઓફિસર કાઈ મદતીએ કહ્યું: “FIFA ફૂટબોલ દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના ધ્યેયને સમર્પિત છે. અમે બાયજુ જેવી કંપની સાથે ભાગીદારી કરીને ખુબ ખુશ છીએ. આ કંપની સમુદાયોને જોડવાનું તેમજ યુવા લોકોના સશક્તિકરણ માટે કામ કરી રહી છે. પછી ભલે તે દુનિયાના કોઈપણ ખુણામાં કેમ ના હોય.”
We are delighted to announce that BYJU’S would represent India at the biggest stage as an Official Sponsor of the FIFA World Cup Qatar 2022™️.
— BYJU'S (@BYJUS) March 24, 2022
This would make BYJU’S the first EdTech brand to sponsor this prestigious event globally.
Stay tuned for more updates! #FIFAWorldCup pic.twitter.com/4M9cfHT5AN
બાયજુએ ગુરુવારે એક ટ્વિટ કરીને કહ્યું હતુ કે તે ફીફા વર્લ્ડ કપ 2022 જેવા મોટા સ્ટેડિયમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. બાયજુએ કહ્યું કે તે વિશ્વની પ્રઆટલી મોટી અને પ્રતિષ્ઠિત ઇવેન્ટને સ્પોન્સર કરવાવાળી પહેલી એડટેક કંપની છે.
READ ALSO:
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
- માછીમારીની સીઝન 10 દિવસ વહેલી પૂરી કરવા આદેશ જારી, ચોમાસા પહેલાજ પૂર્ણ કરી સિઝન