GSTV

પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ આવી એક્શનમાં, આ સંભવિત ઉમેદવારો પર લગાવી શકે છે દાવ

ગુજરાતની 8 બેઠકોની પેટાચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. આ બેઠકો એવી હતી કે જે કોંગ્રેસ પાસે હતી. ત્યારે હવે આ પેટાચૂંટણીને લઇને કોંગ્રેસની રણનીતિ શું હોય શકે કોણ હશે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર જોઇએ આ અહેવાલમાં.વિધાનસભાની પેટાચૂંટણીને લઇને કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે. સૌરાષ્ટ્રની 5 બેઠકો કબ્જે કરવા કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું છે. કોંગ્રેસે દરેક બેઠક દીઠ 3 ઉમેદવારોના નામની પેનલ બનાવી છે. જેની એક્સક્લુઝિવ યાદી જીએસટીવી પાસે છે.ધારી બેઠક પર જેનીબેન વીરજીભાઇ ઠુમ્મર, સુરેશ કોટડિયા અને પ્રદીપ કોટડિયાનું નામ ચર્ચામાં છે.

કાંગ્રેસના સંભવિત ઉમેદવારો

  • ધારી
  • જેનીબેન વીરજીભાઇ ઠુમ્મર
  • સુરેશ કોટડિયા
  • પ્રદીપ કોટડિયા
  • મોરબી
  • જયંતિભાઇ પટેલ
  • કિશોર ચીખલીયા
  • મનોજ પનારા
  • લીંબડી
  • કલ્પનાબેન ધોલીયા
  • ચેતનભાઇ ખાચર
  • ભગીરથસિંહ રાણા
  • ગઢડા
  • મોહન સોલંકી
  • મુકેશ શ્રીમાળી
  • જગદીશ ચાવડા
  • અબડાસા
  • વિસનજી પાંચાણી
  • નવલસિંહ જાડેજા
  • પી.સી. ગઢવી
  • રમેશ પટેલ

તો મોરબી બેઠક પર જયંતિભાઇ પટેલ, કિશોર ચીખલીયા અને મનોજ પનારાનું નામ ચર્ચામાં છે. જ્યારે કે લીંબડી બેઠક પર કલ્પનાબેન ધોલિયા, ચેતનભાઇ ખાચર અને ભગીરથસિંહ રાણા પૈકી એકને ટિકીટ મળી શકે છે. ગઢડામાં મોહન સોલંકી, મુકેશ શ્રીમાળી અને જગદીશ ચાવડા પૈકી એક સંભવિત ઉમેદવાર હોઇ શકે છે. તો અબડાસામાં વિસનજી પાંચાણી, નવલસિંહ જાડેજા, પી સી ગઢવી અને રમેશ પટેલના નામો સૌથી આગળ છે.

ઉમેદાવારોના નામની પેનલ તૈયાર કરીને હાઈકમાન્ડને મોકલવામા આવશે

જો કે ઉમેદવારની પસંદગીમાં કોંગ્રેસ કપરાડા, ડાંગ અને ગઢડા બેઠક પર એસસી-એસટી ઉમેદવારો પર પસંદગી મુકી શકે છે. જ્યારે મોરબી, અને ધારી બેઠક પર કોંગ્રેસ પટેલ ચહેરાને સ્થાન આપશે. જયારે લિંબડી બેઠક પર ઓબીસી ઉમેદવાર અને અબડાસા બેઠક પર સમાજીક બેલેન્સ માટે પટેલ અથવા અન્ય સમાજના ઉમેદવારને કોંગ્રેસ સ્થાન આપી શકે છે..જ્યારે કરજણ બેઠક પર ઓબીસી અથવા પટેલને સ્થાન આપવામા આવી શકે છે. જો કે ઉમેદવારની પસંદગી માટે પ્રભારી રાજીવ સાતવે જીલ્લા આગેવાન, પ્રભારીઓ અને સીનીયર નેતાઓ સાથે બેઠક કરી હતી.. સાથે જ બુધવારે તમામ સેલ, બ્લોક પ્રમુખો સાથે બેઠકો યોજીને ઉમેદાવારોના નામની પેનલ તૈયાર કરીને હાઈકમાન્ડને મોકલવામા આવશે. આમ આઠેય બેઠકો પર નવેમ્બર મહિનામાં ચુંટણીઓ યોજાવા જઇ રહી છે.ત્યારે કોંગ્રેસ પોતાની જીતેલી સીટો ફરી જીતવા મક્કમ બની છે.

READ ALSO

Related posts

દશેરા રેલીમાં ગરજ્યા ઉદ્ધવ ઠાકરે: ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા

pratik shah

IPL 2020/ બેન સ્ટોક્સની આઈપીએલમાં બીજી સદી, રાજસ્થાને મુંબઈને 8 વિકેટે હરાવ્યું

Pravin Makwana

ગિરનાર રોપ-વે સામાન્ય લોકો માટે નહિ પરંતુ માત્ર પૈસાદારો માટે જ છે, જોઈ લો આ આંકડા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!