સલામત સવારી STનો વીડિયો જોઈને તમને ખબર પડી જશે કે કેટલી સલામત છે સવારી

ગુજરાત એસટી સેવા સલામત સવારીના દાવાઓ કરતી હોય પરંતુ સોશિયલ મીડિયામાં એસટી બસની એવી એક તસવીર વાયરલ થઈ છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે એક એસટી એવી છે જેની સવારી જોખમી છે. બસમાં છેલ્લી સીટ નીચે હોવુ જોઈએ તે ફૂટ રેસ્ટ નથી. અને તેમ છતાં તે એસટીનો ઉપયોગ મુસાફરી માટે કરવામાં આવી રહ્યો છે.

ત્યારે આ એસટી બસ જોઈને તો સૌ કોઈ કહી શકે કે એસટીની મુસાફરી ક્યારેક અસલામતીની સવારી. આ એસટી બસ કયા રૂટની છે..અને આ તસવીર ક્યારની છે. તે અંગે જાણી શકાયું નથી. જોકે સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ બન્યો છે. અને એસટીની સુરક્ષા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter