GSTV

માણાવદરમાં 10 ઈંચ, વાંસદામાં 9 ઈંચ વરસાદ : બપોરના 2 વાગ્યા સુધી 41 તાલુકામાં વરસાદ ખાબક્યો

રાજ્યમાં છેલ્લા પાંચેક દિવસથી સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો છે. આજે બપોરના ૨ વાગ્યા સુધીમાં રાજ્યના 41 તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે. સૌથી વધુ માણાવદર તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો વાંસદામાં નવ ઈંચ, મેંદરડામાં સાડા પાંચ, ખંભાળીયા અને લાલપુરમાં પાંચ ઈંચ, કેશોદ, કુતિયાણા, વઘઇ, ગણદેવી અને માળીયામાં ચાર ઈચ વરસાદ વરસ્યો છે.. જ્યારે કે માળીયા, પોરબંદર, જામનગર, વેરાવળ અને ચીખલી તાલુકાઓમાં ત્રણ ઈચ અને ડોલવણ, ખેરગામ, ઉના, કાલાવડ, જામજોધપુર, કોડીનાર, જૂનાગઢ, જૂનાગઢ શહેરમાં બે ઈચ તથા અન્ય ૧૧ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

જૂનાગઢના માણાવદરમાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે. ચાર કલાકમાં સાંત ઈંચ વરસાદ પડતા માણાવદરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.  વરસાદના કારણે માણાવદરના ઝુપડપટ્ટી વિસ્તારના હાલત દયનીય બની છે લોકોના ઘરમાં પાણી ધુસી ગયા છે. જેથી અનેક લોકોની ઘરવખરી પાણીમાં ભીજાઈ છે. તો વળી વરસાદના પગલે  રસાલા ડેમ ઓવરફ્લો થયો છે.  ત્યારે ઓજત નદીમાં નવા નીરના આવક થતા નદીના પટ વિસ્તારમાં  આવેલા પીપલાણા, મટીયાણા, આબલીયા અને પાદરડી સહીતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જયારે ભાદર નદી કાઠે આવેલ ગામોમાં વાળાસળા, ભીડોરા, વડા સરાડીયા અને ચીખલોદરા સહીતના ગામોને એલર્ટ કરાયા છે..

Related posts

રાજ્યભરમાં કોરોનાનું સંકટ દિવસેને દિવસે વધી રહ્યુ છે, કુલ પોઝીટીવ કેસની સંખ્યા 150ને પાર

pratik shah

રાજ્યભરમાં કોરોનાના સંક્રમણની સંખ્યામાં વધારો, હિંમતનગરમાં પોઝિટીવ કેસ નોંધાતા તંત્ર થયું દોડતું

pratik shah

કાલુપુર ક્લસ્ટર ક્વોરંટિન કરતા મહિલાઓ રસ્તા પર ઉતરી, રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!